Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે વિરોધ:સોનમ વાંગચુકને સમર્થન સાથે કલેક્ટર કચેરી સામે ધરણાં

    1 day ago

    સુરેન્દ્રનગરમાં કથળતી શિક્ષણ વ્યવસ્થા અને વારંવાર થતા પેપર લીકના મુદ્દે જાગૃત નાગરિકો દ્વારા કલેકટર કચેરી સામે એક દિવસીય ધરણાં યોજવામાં આવ્યા હતા. આ ધરણાં દ્વારા શિક્ષણ સુધારા માટે 22 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા વૈજ્ઞાનિક સોનમ વાંગચુકને સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. દેશમાં શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે, 90 હજારથી વધુ સરકારી શાળાઓ બંધ થઈ છે અને NEET સહિત ગુજરાતમાં 22થી વધુ પેપર લીકની ઘટનાઓ બની છે. આ મુદ્દાઓ પર સુરેન્દ્રનગરના નાગરિકોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પેપર લીકના કારણે 30થી વધુ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે, છતાં સરકાર નિષ્ક્રિય રહી છે. શિક્ષણ વિભાગમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.ધરણાં કરનાર નાગરિકોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ કરી હતી. આ ઉપરાંત, આપઘાત કરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર આપવા અને ભવિષ્યમાં પેપર લીક અટકાવવા માટે કડક સિસ્ટમ લાગુ કરવાની પણ માગ કરવામાં આવી હતી. જો આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને સોનમ વાંગચુકને પારણાં નહીં કરાવાય, તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ દિલ્હી જેવા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    માતૃપ્રવાહ ટ્રસ્ટે 108 વૃક્ષારોપણ કર્યું:સુરતના અમરોલીમાં 1000થી વધુ લોકોને ભોજન કરાવવામાં આવ્યું
    Next Article
    સ્વામિનારાયણ શાળાના 35 સ્કાઉટ-ગાઈડને રાજ્ય પુરસ્કાર:ભાવનગર જિલ્લામાં શાળાનું ગૌરવ વધાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment