Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માતૃપ્રવાહ ટ્રસ્ટે 108 વૃક્ષારોપણ કર્યું:સુરતના અમરોલીમાં 1000થી વધુ લોકોને ભોજન કરાવવામાં આવ્યું

    1 day ago

    સુરતના અમરોલી વિસ્તારમાં માતૃપ્રવાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત 108 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને 1000થી વધુ ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. ચિકુવાડી, ન્યૂ કોસાડ રોડ, અમરોલી ખાતે યોજાયેલો આ વૃક્ષારોપણ કાર્યક્રમ મિલન વલ્લભભાઈ ગોટીના સૌજન્ય અને સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો. પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ભવિષ્ય નિર્માણના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સુમિત કાનાણી, રસિકભાઈ ધામેલિયા, મનોજ ખેની, ચંદ્રેશ પડસાળા અને જીતેન્દ્ર સેંગર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા છેલ્લા આશરે દોઢ વર્ષથી દર રવિવારે સિદ્ધનાથ મહાદેવના મંદિરે 1000થી વધુ ભૂખ્યા લોકોને ભોજન કરાવવામાં આવે છે. આ સેવાકાર્ય માનવતાની ભાવના સાથે નિયમિતપણે ચાલી રહ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિઓ ઉપરાંત, માતૃપ્રવાહ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે નશામુક્તિના કાર્યક્રમો પણ યોજી લોકોને જાગૃત કરવામાં આવે છે. ટ્રસ્ટના સભ્યોએ વધુમાં વધુ વૃક્ષો વાવી પર્યાવરણનું જતન કરવાની અને સમાજને પણ આ માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું:રામોલ દુર્ઘટનામાં મૃતકોને એક કરોડ રૂપિયાની સહાય આપો, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે
    Next Article
    સુરેન્દ્રનગરમાં પેપર લીક મુદ્દે વિરોધ:સોનમ વાંગચુકને સમર્થન સાથે કલેક્ટર કચેરી સામે ધરણાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment