Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર અપાયું:રામોલ દુર્ઘટનામાં મૃતકોને એક કરોડ રૂપિયાની સહાય આપો, જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે

    1 day ago

    શહેરના રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે અને 5 હજી ઈજાગ્રસ્ત છે ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા તેમ જ મૃતકોને એક કરોડ રૂપિયાની સહાય આપવા માટેની માંગ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફીસ દાણાપીઠ ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નિયમ વિરુદ્ધ ચાલતી ફેક્ટરીઓને બંધ કરવા માટેની પણ માંગ કરવામાં આવી છે. એક કરોડનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગ કોંગ્રેસના નેતા શાહ નવાઝ શેખે જણાવ્યું હતું કે, રામોલ વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરીમાં બનેલી ઘટના ખૂબ જ દુઃખદ છે. તંત્રની ભૂલના કારણે આ ઘટના બની છે જે તે વોર્ડના અને ઝોનના ઇન્સ્પેક્ટર આ બાબતે શું કરતા હતા જવાબદારી કોની નક્કી કરવામાં આવશે ? મ્યુનિસિપલ કમિશનર, કમિશનર અને કલેક્ટર ઓફિસની સીધી જવાબદારી છે. ગરીબના મોતની કોઈ કિંમત જ નથી માત્ર ચાર લાખની સહાય આપી અને માણસના મોતની કિંમત ગણી છે? મૃતકોને એક કરોડ રૂપિયાની અને ઘાયલોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગ છે. અધિકારીઓ લેખિતમાં જવાબદારી લે કે ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના નહીં થાય અને જો દુર્ઘટના થશે તો તેના માટે અમે જવાબદાર હોઈશું. જે-તે ઝોનના અને વોર્ડના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા વર્ષ 2014માં પણ દુઃખદ ઘટના બની હતી અને અત્યારે પણ આ ઘટનામાં નવ લોકોના મૃત્યુ થયા છે, જેમાં ત્રણ મહિલાઓને ત્રણ બાળકો છે. મોટા પ્રમાણમાં વિસ્ફોટક પણ ત્યાંથી મળી આવ્યા છે. સરકારે મજાક બનાવી દીધી છે. જે-તે ઝોનના અને વોર્ડના જવાબદાર અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને એક કરોડ રૂપિયા સહાય ચૂકવવામાં આવે એવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરવામાં આવી છે. જ્યાં પણ ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલી રહી છે ત્યાં તમામ જગ્યાએ ચેકિંગ કરી અને કડક કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસની માગ
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં હરે કૃષ્ણ ભાડજ દ્વારા રથયાત્રા:મણિનગર સેન્ટર દ્વારા આયોજિત રથયાત્રામાં 1000 થી વધુ ભક્તો જોડાયા
    Next Article
    માતૃપ્રવાહ ટ્રસ્ટે 108 વૃક્ષારોપણ કર્યું:સુરતના અમરોલીમાં 1000થી વધુ લોકોને ભોજન કરાવવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment