Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણવીરે 1000 દીકરીઓના શિક્ષણનો સંકલ્પ લીધો:લાલબાગચા રાજાના દર્શને પહોંચ્યા; કહ્યું- આશા છે, તેનાથી બાપ્પા પ્રસન્ન થશે

    9 hours ago

    અભિનેતા રણવીર સિંહે મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજા પંડાલમાં પહોંચીને ગણપતિ બાપ્પાનાં દર્શન કર્યા. આ દરમિયાન તેમણે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ 1000 દીકરીઓના શિક્ષણમાં મદદ કરવાનો સંકલ્પ લીધો. તેમણે કહ્યું કે બાપ્પાના આશીર્વાદ લઈને આગળની સફર માટે તેમના આશીર્વાદ માગ્યા. રણવીર સિંહ ગત રાત્રે સફેદ કુર્તા-પાયજામામાં લાલબાગચા રાજાનાં દર્શન કરવા પહોંચ્યા હતા. એક મીડિયાને આપેલાં ઇન્ટરવ્યુમાં તેમણે બાપ્પા સમક્ષ લીધેલા પોતાના સંકલ્પ વિશે જણાવ્યું. રણવીરે કહ્યું, “અહીં આવીને ખૂબ સારું લાગી રહ્યું છે. પસાર થયેલું વર્ષ મારા માટે અને મારા પરિવાર માટે બાપ્પાની કૃપાથી ખુશીઓથી ભરેલું રહ્યું છે. તેથી અહીં તેમના દર્શન કરવા, તેમનો આભાર માનવા અને આગળની સફર માટે, જીવનની સફર માટે તેમનાં આશીર્વાદ લેવા આવ્યા છીએ.” તેમણે આગળ કહ્યું, “આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે, હું સેવા સંકલ્પ અભિયાન સાથે જોડાઈને એક હજાર દીકરીઓના અભ્યાસમાં મદદ કરવાનો સંકલ્પ લઉં છું. આશા છે કે તેનાથી બાપ્પા પ્રસન્ન થશે અને તેમનાં આશીર્વાદ હંમેશાં આપણા પર રહેશે. બસ, આભાર. જય ગણેશ. જય ગણેશ.” ‘સેવા સંકલ્પ અભિયાન’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન 17 સપ્ટેમ્બરથી 17 ઑક્ટોબર સુધી ચાલશે. આ અંતર્ગત લોકો અલગ-અલગ પ્રકારની સેવા કરવાનો સંકલ્પ લઈ શકે છે. આલિયા અને રણબીર પણ અભિયાન સાથે જોડાયા છે રણવીર ઉપરાંત આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ આ અભિયાન સાથે જોડાયેલા છે. બંનેએ 20 શાળાઓના પુનર્નિર્માણનો સંકલ્પ લીધો છે. કામની વાત કરીએ તો રણવીર સિંહ આ દિવસોમાં જય મહેતાની ફિલ્મ ‘પ્રલય’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ હાલમાં મુંબઈમાં ચાલી રહ્યું છે. તેમાં તેમની સાથે દક્ષિણ ભારતીય અભિનેત્રી કલ્યાણી પ્રિયદર્શન જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy S26 Series Could Become More Expensive By Rs. 20,000 Starting Today: Check New Prices
    Next Article
    ઉ.ગુજરાતમાં 99% વાવેતર પૂર્ણ:સાબરકાંઠામાં 98%, અરવલ્લીમાં 90% વાવેતર પૂર્ણ બંને જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર નોંધાયું

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment