Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, રાજ્ય માથે ત્રણ ખતરનાક સિસ્ટમ:4 દિવસ માછીમારો માટે ચેતવણી, નવસારી-વલસાડમાં ઓરેન્જ ઓલર્ટ; 93 તાલુકામાં વરસાદ

    2 days ago

    ગુજરાતમાં હાલમાં એકસાથે ત્રણ શક્તિશાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોમાસું ફરી જામ્યું છે, જેના ભાગરૂપે આજે સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં રાજ્યના 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી સાથે આજે નવસારી અને વલસાડ માટે ‘ઓરેન્જ અલર્ટ’ જાહેર કર્યું છે, તેમજ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા કડક સૂચના આપી છે. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સીઝનમાં 33% વરસાદની ઘટ પ્રવર્તી રહી છે, ત્યારે આ નવો રાઉન્ડ શરૂ થતાં મહીસાગર સહિતના પંથકોમાં ખેડૂતોમાં આશાની કિરણ જાગી છે. દરમિયાન, દક્ષિણ ગુજરાતના ખરાબ હવામાન અને દમણ એરપોર્ટ પર આધુનિક લેન્ડિંગ સિસ્ટમ (ILS)ના અભાવે દિલ્હી-દમણની એલાયન્સ એરની ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરી દિલ્હી પરત મોકલવી પડી હતી. 20 જુલાઈઃ દેશ પર છવાયેલા વાદળોની સેટેલાઈટ તસવીર વલસાડ જિલ્લાના પારડીમાં 4 ઇંચ વરસાદ, બે રેલવે અંડર પાસ બંધ વલસાડ જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તમામ તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પારડીમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદના પગલે શહેરના છીપવાડ રેલવે અંડર પાસ અને મોગરાવાડી રેલવે અંડર પાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વલસાડ શહેરમાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વલસાડ સિટી પોલીસ દ્વારા તકેદારીના ભાગ રૂપે મોગરાવાડી અને છીપવાડ રેલવે અંડર પાસમાં વાહન-વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. મેઘરાજાની બીજી ઇનિંગમાં વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહનચાલકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. બીજી તરફ ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોમાં ખુશીનો મહિલા પણ જોવા મળ્યો હતો. નવસારીમાં CMની ટકોર છતાં મનપા તંત્ર નિદ્રાધીન, ડ્રેનેજ સફાઈના અભાવે છાપરા-શાંતાદેવી રોડની દુકાનોમાં પાણી ઘૂસ્યા નવસારી જિલ્લામાં ગત રાતથી જ વરસી રહેલા અવિરત વરસાદને કારણે સમગ્ર શહેરમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અગાઉ નવસારીની મુલાકાત વખતે પાણીના નિકાલ અંગે કડક તાકીદ કરી હોવા છતાં મહાનગરપાલિકા દ્વારા ગટરો અને ડ્રેનેજ લાઈનની યોગ્ય સફાઈ ન કરાતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. આ પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ રહેવાના કારણે છાપરા રોડ અને શાંતાદેવી રોડ જેવા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે, જ્યાં માર્ગો જળમગ્ન થવાની સાથે ગટરના પાણી બેક મારતાં સોસાયટીઓમાં અવરજવર બંધ થઈ ગઈ છે. શાંતાદેવી રોડ પર ઘૂંટણસમા ભરાયેલા વરસાદી પાણી વેપારીઓની દુકાનોમાં ઘૂસી જતાં કિંમતી સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે મનપાની નીંભર નીતિ સામે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાયું અમદાવાદ શહેરમાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે એસજી હાઇ-વે, ચેનપુર, ન્યુ રાણીપ, જગતપુર અને કાળી ગામ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા છે. બીજી તરફ, ગાંધીનગરમાં મધરાતે પડેલા વરસાદથી લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળી છે. સાથે વહેલી સવારથી જ કાળા ડીબાંગ વાદળો વચ્ચે ન્યૂ ગાંધીનગરના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ચાલુ રહેતાં વાતાવરણ આહલાદક બન્યું છે. હવામાન વિભાગની વરસાદની આગાહી આજે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આગામી 25 જુલાઈએ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આજે સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે એકથી બે વખત વરસાદી ઝાપટા અથવા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અહીં મહત્તમ તાપમાન 36.4 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27.1 ડિગ્રી નોંધાયું છે.
    Click here to Read More
    Previous Article
    પોલીસે અભિજીત દીપકેને જંતર-મંતર પરથી ઉઠાવ્યાનો દાવો:સંસદ સુધી પહોંચ્યા પ્રદર્શનકારીઓ; પોલીસે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો, અનેક લોકો ઘાયલ
    Next Article
    અમદાવાદમાં હરે કૃષ્ણ ભાડજ દ્વારા રથયાત્રા:મણિનગર સેન્ટર દ્વારા આયોજિત રથયાત્રામાં 1000 થી વધુ ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment