Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસે અભિજીત દીપકેને જંતર-મંતર પરથી ઉઠાવ્યાનો દાવો:સંસદ સુધી પહોંચ્યા પ્રદર્શનકારીઓ; પોલીસે ટીયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો, અનેક લોકો ઘાયલ

    2 days ago

    કોકરોચ જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હી પોલીસે અભિજીત દીપકેને કસ્ટડીમાં લીધા છે. જોકે, પોલીસે તેનો ઇનકાર કર્યો છે. દીપકેએ તમામ સાંસદોને વિદ્યાર્થીઓના સમર્થનમાં ઊભા રહેવાની અપીલ કરી છે. આ પહેલાં, CJPના સમર્થકો સોમવારે સંસદ ભવન નજીક પહોંચી ગયા હતા. પ્રદર્શનકારીઓએ સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ સંસદની સુરક્ષા વધારી દેવામાં આવી છે. મુખ્ય દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. પોલીસે પ્રદર્શનકારીઓને રોકવા માટે ટીયર ગેસ છોડ્યા. ત્યારબાદ ભીડ વિખેરાઈ ગઈ. જ્યારે બહાર આ હોબાળો ચાલી રહ્યો હતો તે સમયે પીએમ સહિત તમામ સાંસદો સંસદમાં હાજર હતા. સવારે પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં પણ ઘૂસી ગયા હતા. કેટલાક લોકો બેરિકેડિંગ તોડીને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા હતા. સંસદ ભવન નજીકથી પ્રદર્શનકારીઓની તસવીરો CJPનો જંતર-મંતરથી સંસદ સુધીનો માર્ચ રૂટ અમદાવાદમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ લો ગાર્ડન પાસે હેપ્પી સ્ટ્રીટ પાસે NEET પેપર લીક મુદ્દે, સોનમ વાંગચૂકના સમર્થનમાં અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી દોડાવી અટકાયત કરી છે. ભાજપ હાય હાય અને ધર્મેન્દ્ર પ્રદાન રાજીનામું આપે તેવી માગ સાથે પ્રદર્શનકારીઓ બેનર સાથે રસ્તો પર આવી ગયા હતા. જેથી ACP સહિતના અધિકારીઓએ દોડાવી દોડાવી પ્રદર્શનકારીઓને વિરોધ કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ DCP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર… જંતર-મંતર પર પ્રદર્શનથી સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Parliament Monsoon Session Live Updates: Both Houses adjourned for the day as Opposition protests exam leaks
    Next Article
    વલસાડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, રાજ્ય માથે ત્રણ ખતરનાક સિસ્ટમ:4 દિવસ માછીમારો માટે ચેતવણી, નવસારી-વલસાડમાં ઓરેન્જ ઓલર્ટ; 93 તાલુકામાં વરસાદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment