Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં નાસ્તાની લારીમાં આગ લાગી:ગેસ લીકેજની આશંકા, ફાયર વિભાગે સ્થિતિ સંભાળી

    1 day ago

    મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં આજે એક નાસ્તાની લારીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ગેસ લીકેજ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના લુણાવાડામાં આવેલી ચામુંડા નાસ્તા નામની ચણા પુલાવની લારીમાં બની હતી. આગ ભભૂકતાની સાથે જ આસપાસના વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ભયનો માહોલ છવાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક લુણાવાડા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને આગને વધુ ફેલાતી અટકાવવા માટે ઝડપથી કામગીરી હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ નાસ્તાની લારીની પાછળ દુકાનો તેમજ હોસ્પિટલો આવેલી હોવાથી આગ ફેલાવાની ભીતિ હતી. જોકે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી અને દુકાનદારો તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ વૈષ્ણોદેવી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ:અમદાવાદમાં આયોજિત ટુર્નામેન્ટમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો, સમાજમાં એકતા, મિત્રતા અને ભાઈચારાનો સંદેશ અપાયો
    Next Article
    ઉદય ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ અભિયાન:અમદાવાદના સિંગરવામાં આવેલી એમ.એમ. ગર્લ્સ સ્કૂલમાં વૃક્ષો વાવવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment