Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ:ગરમીથી રાહત, ખેડૂતોને ખેતી પાક માટે નવી આશા બંધાઈ

    1 day ago

    ગોધરા પંથકમાં લાંબા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે આખરે મેઘરાજાએ ધીમી ધારે પધરામણી કરી છે. વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું, ત્યારબાદ અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ શરૂ થયેલા આ વરસાદથી લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. વરસાદી માહોલને કારણે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ, વાવણી પૂર્ણ કર્યા બાદ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ મહત્વનો સાબિત થયો છે. સમયસર વરસાદ પડતાં પાકના વિકાસ માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે. જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ યથાવત્ રહેશે તો ખેતીને મોટો ફાયદો થશે અને ખરીફ પાકનું ઉત્પાદન પણ સારું રહેવાની ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે. ગોધરા પંથકમાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં સકારાત્મક બદલાવ આવ્યો છે. લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને ખેડૂતોને પાક માટે નવી આશા બંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરના આમરા ગામમાં 'રોટલાના વરતારા'થી થાય છે ચોમાસાના વરસાદની આગાહી:આધુનિક ટેક્નોલોજી વચ્ચે સદીઓ જૂની લોકપરંપરા આજે પણ જીવંત, આ વર્ષે સારા પાછોતરા વરસાદની આગાહી
    Next Article
    CG રોડના ટીમ હોર્ટન્સ કાફેમાં વહેલી પરોઢે 60 હજારની ચોરી:બીજા બનાવમાં રાણીપમાં જ્વેલર્સના માણસ બની રોકડ-દાગીના લઈ ગઠીયા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment