Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CG રોડના ટીમ હોર્ટન્સ કાફેમાં વહેલી પરોઢે 60 હજારની ચોરી:બીજા બનાવમાં રાણીપમાં જ્વેલર્સના માણસ બની રોકડ-દાગીના લઈ ગઠીયા ફરાર

    1 day ago

    અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ટીમ હોર્ટન્સ કાફેમાં વહેલી પરોઢે ચોરીની ઘટના સામે આવી છે. એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા યશરાજ લાખાણી પી.જી. સેન્ટરમાં રહેતા અને સી.જી. રોડ પર આવેલી હોર્ટન્સ કાફેમાં સ્ટોર મેનેજર તરીકે ફરજ બજાવતા રોહિતસિંહે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વહેલી પરોઢે હાથ પર ટેટૂ ધરાવતો એક અજાણ્યો શખ્સ કાફેમાં ઘૂસ્યો હતો. તેણે કાફેનું લોક ખોલી અંદર પ્રવેશ કર્યો અને કાઉન્ટરમાં રાખેલા રૂ.60 હજારની રોકડ પર હાથફેરો કરી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના કાફેમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું જાણવા મળ્યું છે. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે ટેટૂધારી આરોપીની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. બીજો બનાવ રાણીપમાં જ્વેલર્સના માણસ બની રોકડ-દાગીના લઈ ગઠીયા ફરાર રાણીપ વિસ્તારમાં પાંચ લાખ રૂપિયાની ચીટિંગનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ભીમજીપુરાના રિદ્ધિશ્વર સોસાયટીમાં રહેતા અક્ષય નાગરે રાણીપ પોલીસ સ્ટેશનમાં કરણ ભરવાડ, દેવાંગ ઉર્ફે ભઈલુ, દેવ ઠાકોર સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અક્ષયનો ભાઈ વિનિત નાગર હાલમાં હંગેરીમાં વર્ક પરમિટ પર છે. વિદેશ જતાં પહેલાં તેણે કરણ ભરવાડ પાસે દાગીના ગીરવે મૂક્યા હતા. દાગીના છોડાવવા અક્ષય 5 લાખ રૂપિયા લઈને ગયો હતો. તે દરમિયાન આરોપીઓએ પોતાને જ્વેલર્સના માણસ તરીકે ઓળખાવ્યા હતા અને વિશ્વાસમાં લઈ રૂપિયા તેમજ ગીરવે મૂકેલા દાગીના કબજે કરી ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભાંડો ફૂટતાં અક્ષયે રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ત્રીજો બનાવ વૃદ્ધાના ગળામાંથી રૂ.1.25 લાખની સોનાની ચેઇન તોડી ફરાર એલીસબ્રિજ વિસ્તારમાં વધુ એક ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી છે. જૈનેમ ફ્લેટમાં રહેતા 66 વર્ષીય સુશીલાબહેન રમણીકલાલ મોરખીયાએ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 17 જુલાઈના બપોરે આશરે 2 વાગ્યે તેઓ નવચેતન સ્કૂલથી ગોપી ડાઇનિંગ હોલ તરફ દેવાશ્રય ફ્લેટ પાસે પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમના ગળામાંથી અંદાજે રૂ.1.25 લાખ કિંમતની સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે એલીસબ્રિજ પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. ચોથો બનાવ મોબાઇલ ટાવરમાંથી રૂ.79 હજારનો કોપર કેબલ ચોરાયો અમરાઈવાડીના જવાહરનગરમાં રહેતા નિલેશ શ્રીમાળીએ વાસણા પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ટાવરમાંથી કોપર કેબલ ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે. નિલેશ શ્રીમાળી વાસણા વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં સ્થિત મોબાઇલ ટાવરની દેખરેખની કામગીરી સંભાળે છે. તપાસ દરમિયાન ટાવરમાંથી અંદાજે રૂ.79 હજાર કિંમતનો કોપર કેબલ કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. વાસણા પોલીસે ગુનો નોંધી ચોરને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ:ગરમીથી રાહત, ખેડૂતોને ખેતી પાક માટે નવી આશા બંધાઈ
    Next Article
    ધનપુરા પંચાયત મકાન નિર્માણ, નબળી ગુણવત્તાના ગંભીર આક્ષેપો:₹25 લાખના ખર્ચે બનતા બાંધકામમાં બેદરકારીનો દાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment