Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરના આમરા ગામમાં 'રોટલાના વરતારા'થી થાય છે ચોમાસાના વરસાદની આગાહી:આધુનિક ટેક્નોલોજી વચ્ચે સદીઓ જૂની લોકપરંપરા આજે પણ જીવંત, આ વર્ષે સારા પાછોતરા વરસાદની આગાહી

    1 day ago

    આજના સમયમાં હવામાન વિભાગ સેટેલાઇટ, રડાર અને સુપર કોમ્પ્યુટર જેવી આધુનિક ટેક્નોલોજીની મદદથી વરસાદની આગાહી કરે છે. તેમ છતાં જામનગર જિલ્લાના આમરા ગામમાં આજે પણ સદીઓ જૂની લોકપરંપરા અકબંધ છે. દર વર્ષે અષાઢ મહિનાના પ્રથમ સોમવારે ગામલોકો 'રોટલાના વરતારા'ના આધારે આવનારા ચોમાસાની સ્થિતિ અને ખેતીની સંભાવનાઓનો અંદાજ લગાવે છે. આ પરંપરા ગામની સંસ્કૃતિ, શ્રદ્ધા અને લોકવિશ્વાસનું અનોખું પ્રતીક બની ગઈ છે. ઢોલ-નગારા સાથે ઉજવાય છે અનોખો ધાર્મિક પ્રસંગ અષાઢના પ્રથમ સોમવારે આમરા ગામમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળે છે. રંગબેરંગી વસ્ત્રોમાં સજ્જ ગ્રામજનો ઢોલ-નગારાના તાલે વિશાળ સરઘસ કાઢીને કૂવા કાંઠે આવેલા સતી માતાજીના મંદિરે પહોંચે છે. ત્યાં પૂજા-અર્ચના બાદ મંદિરે વિધિવત ધ્વજારોહણ કરવામાં આવે છે. આ ધાર્મિક વિધિમાં આસપાસના 50થી વધુ ગામોમાંથી અંદાજે 2થી 4 હજાર લોકો હાજરી આપી આ અનોખી પરંપરાના સાક્ષી બને છે. 'રોટલાના વરતારા'થી કેવી રીતે કરાય છે વરસાદની આગાહી? ગામના વરિષ્ઠ નાગરિક બચુભાઈ લખમણભાઈ મકવાણાના જણાવ્યા મુજબ અષાઢના પ્રથમ સોમવારે બપોરે 12:30થી 1:00 વાગ્યાની વચ્ચે સતી માતાજીના મંદિરે ધજા ચડાવ્યા બાદ કૂવામાં જુવારનો રોટલો પધરાવવામાં આવે છે. પાણીમાં તરતો રોટલો જે દિશામાં આગળ વધે છે, તેના આધારે વર્ષ દરમિયાન વરસાદની સ્થિતિ તેમજ કયો પાક સારો થશે અને કયો નબળો રહેશે તેનો પરંપરાગત અંદાજ લગાવવામાં આવે છે. આ વર્ષે સારા પાછોતરા વરસાદની આગાહી આ વર્ષની વિધિ અંગે બચુભાઈ મકવાણાએ જણાવ્યું કે રોટલાના વરતારા મુજબ આ વર્ષે પાછોતરો વરસાદ ખૂબ જ સારો રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગામલોકો માટે આ આગાહી માત્ર એક માન્યતા નહીં, પરંતુ પેઢીઓથી ચાલતી આવતી લોકપરંપરાનો મહત્વનો ભાગ છે. 350થી 500 વર્ષ જૂની પરંપરા આજે પણ અવિરત ગામના સ્થાનિક આગેવાન છગનભાઈ મઘોડિયાના જણાવ્યા અનુસાર આમરા ગામમાં 'ભમરિયો કુવો' તરીકે ઓળખાતા કૂવામાં પરંપરાગત જુવારના રોટલા પધરાવવાની પ્રથા અંદાજે 350થી 500 વર્ષ જેટલી પ્રાચીન છે. વડીલોનું માનવું છે કે જ્યારે વરસાદમાં ખેંચ રહેતી હોય ત્યારે પણ આ વિધિ બાદ સારો વરસાદ થતો જોવા મળ્યો છે. તેથી આ પરંપરા પ્રકૃતિ અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા સાથે જોડાયેલી માનવામાં આવે છે. ગામની એકતા, સંસ્કૃતિ અને પ્રકૃતિ પ્રત્યેની આસ્થાનું પ્રતીક આમરા ગામની 'રોટલાના વરતારા'ની પરંપરા માત્ર વરસાદની આગાહી પૂરતી મર્યાદિત નથી. તે ગામલોકોની એકતા, પરંપરા પ્રત્યેનું સમર્પણ અને પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધને પણ ઉજાગર કરે છે. આધુનિક યુગમાં પણ આ અનોખી લોકપરંપરા ગામની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખી રહી છે અને નવી પેઢીને પોતાની પરંપરાઓ સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રામમંદિરમાં ચોરી-પેપર લીક મામલે સંસદમાં હોબાળો:ખડગેએ કહ્યું- જંતર-મંતર પર લાઠીચાર્જથી બાળકોનો અવાજ દબાવી રહી છે સરકાર; કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત
    Next Article
    ગોધરા પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ:ગરમીથી રાહત, ખેડૂતોને ખેતી પાક માટે નવી આશા બંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment