Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:નિચાણવાળા વિસ્તારો સહિત અંડરબ્રિજમાં પાણી ભરાયા; દિલ્હીથી આવતી ફ્લાઈટ દમણ લેન્ડિંગ ન થઈ શકતાં અમદાવાદ તરફ ડાયવર્ટ

    1 day ago

    વલસાડ જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ દમણ ખાતે લેન્ડિંગ ન થઈ શકતાં અમદાવાદ ડાયવર્ટ થયેલી એલાયન્સ એરની ફ્લાઇટ હવે દમણ જવાના બદલે દિલ્હી પરત ફરી છે. વલસાડ શહેરના છીપવાડ રેલવે અંડર પાસ અને મોગરાવાડી રેલવે અંડર પાસમાં વરસાદી પાણીનો ભરાવો થતા શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને વલસાડ શહેરમાં આવતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વલસાડ સિટી પોલીસ દ્વારા તકેદારીના ભાગ રૂપે મોગરાવાડી અને છીપવાડ રેલવે અંડર પાસમાં વાહન વ્યવહાર અટકાવવામાં આવ્યો છે. મેઘરાજાની બીજી ઇનિંગમાં વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે. શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાતો છત્રી અને રેઈનકોટ પહેરીને જતા જોવા મળ્યા હતા. ધોધમાર વરસાદથી ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં પણ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન પારડી તાલુકામાં 41 મિલીમીટર, ઉમરગામમાં 24 મિલીમીટર, ધરમપુરમાં 13 મિલીમીટર, કપરાડામાં 10 મિલીમીટર, વલસાડમાં 9 મિલીમીટર, વાપીમાં 8 મિલીમીટર અને નાનાપોંઢામાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો છે. આ તમામ વરસાદ ડિઝાસ્ટર વિભાગના ચોપડે નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં ક્યા કેટલો વરસાદ વલસાડ જિલ્લા કંટ્રોલરૂમ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પારડી તાલુકામાં 97 મિલીમીટર (આશરે 4 ઇંચ) નોંધાયો છે. ભારે વરસાદને કારણે પારડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના અહેવાલો પણ મળ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાલુકાવાર વરસાદ નીચે મુજબ છે: પારડી: 97 mm, નાનાપોંઢા: 50 mm, કપરાડા: 47 mm, ઉમરગામ: 36 mm, વાપી: 35 mm, વલસાડ: 25 mm, ધરમપુર: 25 mm. આજે દિલ્હીથી દમણ આવી રહેલી એલાયન્સ એરની ફ્લાઇટ LLR811 (9I811) દમણ એરપોર્ટ પર લેન્ડિંગ ન થઈ શકતાં અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. અમદાવાદથી દમણ જવા માટે નિર્ધારિત આ જ વિમાનની આગળની ફ્લાઇટ LLR1811 (9I1811) દમણ જવાના બદલે અમદાવાદથી સીધી દિલ્હી પરત ફરી હતી. જાહેરમાં ઉપલબ્ધ ફ્લાઇટ ટ્રેકિંગ માહિતી મુજબ વિમાન દમણ ગયું નહોતું. દમણ એરપોર્ટ પર હાલમાં Instrument Landing System (ILS) ઉપલબ્ધ નથી. અહીં મુખ્યત્વે VOR/DME Instrument Approach દ્વારા વિમાન સંચાલન કરવામાં આવે છે. ILS જેવી પ્રિસિઝન લેન્ડિંગ સિસ્ટમના અભાવે પ્રતિકૂળ હવામાન, ઓછી દૃશ્યતા અથવા અન્ય ઓપરેશનલ પરિસ્થિતિઓમાં ફ્લાઇટ ડાયવર્ઝન જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઘટના ફરી એકવાર દમણ એરપોર્ટ પર Instrument Landing System (ILS) જેવી આધુનિક લેન્ડિંગ સુવિધા સ્થાપિત કરવાની જરૂરિયાતને ઉજાગર કરે છે. ILS ઉપલબ્ધ બનવાથી તમામ હવામાનમાં વધુ વિશ્વસનીય ફ્લાઇટ ઓપરેશન શક્ય બનશે, ડાયવર્ઝનની સંભાવનાઓમાં ઘટાડો થશે અને મુસાફરોને વધુ સુરક્ષિત તથા સુવિધાજનક હવાઈ સેવા મળી શકશે.
    Click here to Read More
    Previous Article
    4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ જપ્ત:ગળતેશ્વરના મહરાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી 3 ઝડપાયા; MPથી હથિયારો લાવી ભાવનગર સપ્લાય કરવા જતાં હતા
    Next Article
    મૃતક આરોપી સાથે લગ્નેત્તર સંબંધમાં હતી:મહિલાને આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરવા માટે પિતા- પુત્ર વિરુદ્ધ ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment