Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મૃતક આરોપી સાથે લગ્નેત્તર સંબંધમાં હતી:મહિલાને આત્મહત્યા કરવા પ્રવૃત્ત કરવા માટે પિતા- પુત્ર વિરુદ્ધ ગુનો

    1 day ago

    થાણે જિલ્લામાં 46 વર્ષીય મહિલાના મૃત્યુ પછી તેના મોબાઈલ ફોનમાંથી સુસાઈડ નોટ મળી આવતાં પિતા- પુત્ર વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના પુત્રની ફરિયાદને આધારે પોલીસે 16 જુલાઈએ ભારતીય ન્યાય સંહિતાની કલમ 108 (આત્મહત્ય માટે પ્રવૃત્ત કરવું) હેઠળ ગુનો દાખલ કરાયો છે. મહિલાનું મૃત્યુ મેમાં બદલાપુરમાં થયું હતું. મૃતક મુંબઈમાં ખાનગી કંપનીમાં એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ હતી અને આરોપી નવી મુંબઈના રહેવાસી સાગર શિવાજી મોરે સાથે લગ્નેત્તર સંબંધમાં હતી. મૃતક ચેંબુરમાં પરિવર સાથે સોમવારથી શુક્રવાર દરમિયાન રહેતી હતી અને બદલાપુરમાં પોતાના ઘરમાં વીકએન્ડ વિતાવવા માટે જતી હતી. મૃતકે પુત્રના ફોન કોલના ઉત્તરો આપવાનું બંધ કરતાં 26 મેએ ઓટોમેટેડ અલર્ટ થયું હતું. આથી પરિવારજનો અને સંબંધીઓ બદલાપુરમાં તેના ફ્લેટમાં પહોંચ્યા. તે સમયે ઘર અંદરથી બંધ હતું. આથી પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસે દરવાજો તોડતાં મૃતક સીલિંગ ફેન સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ પછી મહિલાના પુત્રએ માતાનો મોબાઈલ ફોન સ્કેન કર્યો, જેમાં તેને સુસાઈડ નોટ મળી આવી હતી. તેમાં તેણે પોતાના પુત્રની માફી માગી હતી અને પોલીસને વિશિષ્ટ રીતે પોતાની આત્મહત્યા માટે પિતા- પુત્રની ધરપકડ કરવા માટે વિનંતી કરી હતી, એમ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે. ફરિયાદીએ જણાવ્યું કે સાગર મોરે પોતાની માતા સાથે લગ્નેત્તર સંબંધમાં હતો અને તેની સાથે વારંવાર રહેવા જતી હતી. મૃતકના પરિચિતો અને સહ કર્મચારીઓએ પણ સમર્થન આપ્યું હતું કે છેલ્લા અનેક મહિનાથી સાગર તેની સતામણી કરતો હતો. શકમંદો ફરાર થયા હોવાથી તેમની તલાશી જારી છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:નિચાણવાળા વિસ્તારો સહિત અંડરબ્રિજમાં પાણી ભરાયા; દિલ્હીથી આવતી ફ્લાઈટ દમણ લેન્ડિંગ ન થઈ શકતાં અમદાવાદ તરફ ડાયવર્ટ
    Next Article
    Jantar Mantar पर भगदड़ की स्थिति? Sansad March रोका तो भड़क गए छात्र! | CJP Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment