Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીવીએમ યુનિવર્સિટી અને હરારે ઇન્સ્ટિટ્યૂટ વચ્ચે બેઠક:વૈશ્વિક શૈક્ષણિક સહયોગ મજબૂત કરવા ચર્ચા

    1 day ago

    સીવીએમ યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક જોડાણને મજબૂત કરવા એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. ઝિમ્બાબ્વેની હરારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના પ્રતિનિધિ મંડળે સીવીએમ યુનિવર્સિટી અને બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો ઉદ્દેશ્ય શિક્ષણ, નવીનતા અને સામાજિક પરિવર્તન દ્વારા ભારત અને ઝિમ્બાબ્વેને જોડવાનો હતો. આ બેઠકનું અધ્યક્ષસ્થાન સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભિખુભાઈ બી. પટેલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું, જ્યારે હરારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના કો-ઓર્ડિનેટિંગ પ્રોફેસર પ્રો. આરોન મુકુયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા તેમજ સાર્થક સહયોગ માટેના માર્ગો શોધવા પર ચર્ચા થઈ. બંને દેશોની શૈક્ષણિક સંસ્થાઓની મુખ્ય શક્તિઓ અને કુશળતાનો લાભ લેવા પર વિસ્તૃત વિચારણા કરવામાં આવી. આ સંવાદ દરમિયાન આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ, ક્ષમતા નિર્માણ, સંસ્થાકીય વિકાસ, શિક્ષણશાસ્ત્રીય નવીનતા અને સંયુક્ત સંશોધન જેવા મહત્વના વિષયો પર ભાર મૂકવામાં આવ્યો. વધુમાં, બંને સંસ્થાઓ વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સહયોગ સાથે વિદ્યાર્થીઓ તેમજ ફેકલ્ટી ગતિશીલતા કાર્યક્રમોની શક્યતાઓ અંગે સકારાત્મક રોડમેપ તૈયાર કરાયો. પ્રોફેસર આરોન મુકુયાએ સીવીએમ અને સીવીએમ યુનિવર્સિટીના વિઝનની પ્રશંસા કરી. તેમણે યુનિવર્સિટીના મજબૂત ઉદ્યોગ-શૈક્ષણિક જોડાણ, વિદ્યાર્થી-કેન્દ્રી અભિગમ અને સામાજિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને બિરદાવી. આ તકે, પ્રોફેસર મુકુયાએ સીવીએમ યુનિવર્સિટીના પ્રતિનિધિમંડળને ઝિમ્બાબ્વે સ્થિત હરારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની મુલાકાત લેવા આમંત્રણ પાઠવ્યું. આ વૈશ્વિક સંવાદ સત્રમાં સીવીએમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.) ઇન્દ્રજિત પટેલ, ડૉ. સંદીપ વાલિયા, વિનય પટેલ, મનીષ કોઠારી, ડીન પ્રો. (ડૉ.) અમિત ગણત્રા, ડૉ. દર્શક દેસાઈ, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડૉ. યશેષ દરજી, વિવિધ ફેકલ્ટીના ડીનઓ તેમજ સીવીએમ સંચાલિત વિવિધ કોલેજોના પ્રિન્સિપાલઓ અને અગ્રણી વહીવટકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગણદેવીમાં કાવેરી નદી કિનારેથી 22 વર્ષીય યુવક ગુમ:બાઈક બિનવારસી મળી, ફાયર બ્રિગેડે શોધખોળ શરૂ કરી
    Next Article
    4 દેશી પિસ્ટલ, 1 રિવોલ્વર અને 40 જીવતા કારતૂસ જપ્ત:ગળતેશ્વરના મહરાજના મુવાડા નવી ચેક પોસ્ટ પાસેથી 3 ઝડપાયા; MPથી હથિયારો લાવી ભાવનગર સપ્લાય કરવા જતાં હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment