Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં બે બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર:પ્રેમલગ્ન કરનાર પતિની રડતા-રડતા બે હાથ જોડીને હર્ષ સંઘવીને આજીજી, સંતાનો માટે અપનાવવા તૈયાર

    2 days ago

    સુરતથી એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં પવિત્ર ગણાતા કૌટુંબિક સંબંધો લજવાયા છે. નાનપુરા અને રુદરપુરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બનેલી આ ઘટનામાં એક મહિલા પોતાના બે માસૂમ સંતાનો અને પ્રેમલગ્ન કરનાર પતિને છોડીને પોતાના જ કૌટુંબિક ભત્રીજા સાથે ભાગી ગઈ છે. આ મામલે લાચાર અને દ્રષ્ટિની ખામી ધરાવતો પીડિત પતિ ન્યાય મેળવવા માટે સુરત પોલીસ કમિશનર ઓફિસથી લઈને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી આજીજી કરી રહ્યો છે. સુરત શહેરમાં કૌટુંબિક સંબંધોના ખૂન સમાન આ કિસ્સાએ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ભારે ચકચાર જગાવી છે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે, સુરત પોલીસ કમિશનર અને ગૃહ વિભાગ આ લાચાર રતાંધળા પતિ અને તેના બે માસૂમ બાળકોને ક્યારે ન્યાય અપાવે છે. સુખી સંસારમાં ભત્રીજાની એન્ટ્રી અને કાવતરું સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા પંકજના લગ્ન પ્રેમલગ્ન હતા. 12 વર્ષ પહેલા લગ્ન બાદ આ દંપતી સુરતના મહીધરપુરા વિસ્તારમાં ભાડેથી રહેવા ગયું હતું. 5થી 6 વર્ષ સુધી તેમનો સંસાર એકદમ ખુશહાલ ચાલતો હતો. મહીધરપુરામાં રહેતા હતા, ત્યારે પંકજના માતા પણ તેમને રાશન-પાણીની મદદ કરતા અને આખો પરિવાર સુખી જીવન જીવી રહ્યો હતો. દંપતીને સંતાનમાં એક મોટી દીકરી અને એક નાનો દીકરો છે, પરંતુ, આ ખુશહાલ સંસાર પર ત્યારે ગ્રહણ લાગ્યું જ્યારે પરિવારમાં પત્નીના કૌટુંબિક ભત્રીજા શંકરની બે વર્ષ પહેલા એન્ટ્રી થઈ. અફેરની જાણ થતાં જ પંકજે પત્નીને સમજાવી શંકરે પંકજ સાથે મિત્રતા કેળવી ઘરમાં આવવા-જવાનું શરૂ કર્યું હતું. મિત્રતાની આડમાં શંકરે પંકજની પત્ની સાથે પ્રેમસંબંધ બાંધી લીધો હતો. જ્યારે આ અફેર અંગે પંકજને ખબર પડી, ત્યારે તેમણે પત્નીને સમજાવી હતી કે, આપણા બે બાળકો છે, આવું કરવું આપણને શોભતું નથી. તે સમયે પત્નીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી અને ભવિષ્યમાં આવું નહીં કરવાની ખાતરી આપી હતી, પરંતુ આ માત્ર એક દેખાવ હતો. પંકજભાઈ જ્યારે નોકરી પર જતા, ત્યારે પત્ની શંકરને ઘરે બોલાવી નાસ્તો કરાવતી અને ઘરના પૈસા પણ વાપરવા આપતી હતી. રોકડા અને દીકરીની સોનાની 4 જોડી બુટ્ટી ચોરી પ્રેમિકા ફરાર આ પ્રેમ પ્રકરણ માત્ર ભાગી જવા પૂરતું સીમિત નહોતું, પરંતુ તેની પાછળ એક મોટું આર્થિક કાવતરું પણ હતું. ભત્રીજો શંકર સતત પંકજની પત્નીને ચઢામણી કરતો હતો કે, તું ગમે તેમ કરીને તારા વર પાસેથી પૈસા કઢાવી લે અને જ્યારે આપણે ભાગીએ ત્યારે બાળકોને સાથે લાવતી નહીં. શંકરના આ પ્લાન મુજબ, મહિલાએ ઘરમાંથી અવારનવાર પૈસાની ચોરી શરૂ કરી હતી. એટલું જ નહીં, ગત 23 જૂનના બપોરે 3.30થી 4.45ના ગાળામાં તક જોઈને મહિલા ઘરમાં રાખેલા રોકડા રૂપિયા અને પોતાની જ સગી દીકરીની સોનાની ચાર જોડી બુટ્ટીઓ ચોરી કરીને શંકર સાથે ભાગી ગઈ હતી. પલાયન થવા માટે પત્નીએ સાસુ સાથે ખોટો ઝઘડો કરીને ઘર છોડવાનું બહાનું બનાવ્યું હતું. ષડયંત્રમાં અન્ય સંબંધીઓ પણ સામેલ પીડિત પતિ પંકજના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાવતરામાં સંગીતા નામની મહિલા (તેની પત્નીની મોટી મમ્મીની છોકરી) અને ચેતન નામના શખ્સની પણ સંડોવણી છે. પત્ની ઘર છોડીને ભાગી ત્યારે તે સંગીતાના ઘરે જ રોકાઈ હતી અને શંકર પણ ત્યાં રાત્રે સૂવા આવતો હતો. આ તમામ લોકોને અફેરની ખબર હોવા છતાં તેમણે પંકજને અંધારામાં રાખ્યા હતા. જ્યારે પંકજ પોતાના બાળકોને લઈને પત્નીને મળવા જતો, ત્યારે સંગીતા અને શંકર બાળકોને રાખવાની ના પાડીને વિવાદ કરતા હતા. પિતાના અવસાનના 3 દિવસ પહેલાં જ પત્ની ભાગી ગઈ પીડિત પંકજ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. એક તરફ પત્નીના ભાગી જવાનો આઘાત હતો, ત્યાં બીજી તરફ આ ઘટનાના માત્ર 3 જ દિવસ બાદ ગત 27 જૂને તેમના પિતાનું અવસાન થયું હતું. પિતાના અવસાનને હજુ માંડ 20થી 22 દિવસ થયા છે, ત્યાં આ પારિવારિક કલહ અને પત્નીના કૌટુંબિક ભત્રીજા સાથે ભાગી જવાના કારણે સમાજમાં પરિવારની ભારે બદનામી થઈ છે. સમાજમાં બદનામી થતાં પંકજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડેલા પંકજે આઘાતમાં આવીને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, આસપાસના લોકો અને પરિવારે તેમને બચાવી લીધો હતો અને સમજાવ્યા હતા કે, તું તારા બે માસૂમ બાળકો માટે જીવ. પંકજે રડતા-રડતા કહે છે કે, હું આખો અંદરથી તૂટી ગયો છું, હવે મારામાં લડવાની શક્તિ નથી. જો મને ન્યાય નહીં મળે, તો મારી પાસે જીવ ટૂંકાવવા સિવાય કોઈ ચારો નથી. ‘અઠવા પોલીસ સાંભળતી નથી, 25 દિવસથી ચક્કર કપાવે છે’ આ સમગ્ર મામલે પીડિત પરિવારે અઠવા પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા છે, પરંતુ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી છે. પંકજના આક્ષેપ મુજબ, અઠવા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમને સરખો જવાબ આપતા નથી અને બેજવાબદાર વલણ અપનાવી રહ્યા છે. જ્યારે પંકજે પત્નીનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો ત્યારે તે પોલીસ ચોકી પર હાજર થઈ હતી, તેમ છતાં પોલીસે કોઈ નક્કર પગલાં લીધા નહોતા. ‘કમિશનરના આદેશને પણ અઠવા પોલીસ ઘોળીને પી ગઈ’ આ દરમિયાન અઠવા પોલીસ સ્ટેશનમાં રાઠોડ સાહેબની બદલી થઈ અને સોલંકી સાહેબ આવ્યા, તેમને પણ અપીલ કરવા છતાં કોઈ પરિણામ આવ્યું નથી. થાકી હારીને પીડિત પરિવાર સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યો હતો. ત્યાં હાજર મહિલા અધિકારીએ અઠવા પોલીસને સીસીટીવી ફૂટેજ ચેક કરવા આદેશ કર્યો હતો, પરંતુ સ્થાનિક પોલીસે કમિશનર કચેરીના આદેશને પણ ઘોળીને પી લીધો હોય તેમ સીસીટીવી ચેક કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. આજે ૨૫ દિવસ થવા આવ્યા છતાં પોલીસ માત્ર આવી જશે, આવી જશે કહીને હાથ અધ્ધર કરી રહી છે. રતાંધળાપણું અને 11 હજારની સેલરી: ગરીબ પતિની ગૃહરાજ્ય મંત્રીને બે હાથ જોડી વિનંતી પીડિત પંકજ શારીરિક અને આર્થિક રીતે અત્યંત નબળી સ્થિતિમાં છે. તેમણે જણાવ્યું કે, તેમને આંખની ગંભીર તકલીફ છે (રતાંધળાપણું), જેના કારણે સાંજ પછી તેમને બહુ ઓછું દેખાય છે. ઘરમાં તેઓ એકમાત્ર કમાનાર વ્યક્તિ છે અને મહીધરપુરા કે નાનપુરા જેવા વિસ્તારમાં રહીને માંડ 11થી 12 હજાર રૂપિયાની નોકરી કરે છે. તેમની પત્ની પણ થોડું કમાતી હોવાથી ઘરનો ગુજારો માંડ-માંડ ચાલતો હતો. હાલમાં ઘરમાં બાળકોને સાચવવા વાળું કોઈ નથી. આ કપરી પરિસ્થિતિમાં પંકજભાઈએ ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને બે હાથ જોડીને ન્યાયની ગુહાર લગાવી છે. તેમણે માંગ કરી છે કે, ગૃહમંત્રી સાહેબ, અઠવા પોલીસ મારું સાંભળે તેવો આદેશ કરો. શંકર નામના શખ્સે મારા જેવા ગરીબના ઘરમાં ઘૂસીને પીઠમાં છૂરો ભોંક્યો છે, તેને કડકમાં કડક સજા થવી જોઈએ જેથી તે ભવિષ્યમાં કોઈ બીજા ગરીબનું ઘર બરબાદ ન કરે. પત્ની પાછી આવશે તો હું અપનાવી લઈશ...પીડિત પતિની કરુણ આજીજી આટલો મોટો વિશ્વાસઘાત, ચોરી અને બદનામી છતાં, એક લાચાર પિતા અને પતિ તરીકે પંકજ આજે પણ મોટું દિલ રાખીને પત્નીને માફ કરવા તૈયાર છે. તેમણે રડતા રડતા જણાવ્યું હતું કે, અમારો કોઈ લડાઈ-ઝઘડો નહોતો થયો. મારી પત્નીની જે કંઈ પણ ભૂલ હશે, તેને ભૂલીને અમે તેને પાછી અપનાવી લઈશું. હું ઈચ્છું છું કે તે ઘરે આવીને શાંતિથી રહે અને બીજી વાર આવું કદમ ન ભરે. બસ, મારા દીકરા અને દીકરીને તેમની માતા પાછી મળી જાય અને ઘર તૂટતું બચી જાય. પરંતુ આ બધું કરવનાર શંકર અને તેનો સાથ આપનાર સંગીતા સહિતના લોકોને કાયદાકીય સજા મળવી જ જોઈએ. આ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા અઠવા લાઈન પોલીસના PIનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થઈ શક્યો નથી.
    Click here to Read More
    Previous Article
    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દો્ડયા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના ગુજરાતમાં પડઘા
    Next Article
    ​ગિરનાર પર જૈન સમાજનો લાડુ નિર્વાણ ઉત્સવ:પોલીસની નજર ચૂકવી મહિલાઓએ 30 સીડી પર લાડુ ચડાવ્યા; જાહેરનામાના ભંગ વચ્ચે સનાતનની દૂધધારા યાત્રા પોલીસે અટકાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment