Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દો્ડયા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના ગુજરાતમાં પડઘા

    2 days ago

    દિલ્હીના જંતર-મંતર ખાતે સોનમ વાંગચુકના સમર્થનમાં ચાલી રહેલા આંદોલનના પડઘા સુરત, અમદાવાદમાં પણ જોવા મળ્યા છે. અમદાવાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરો પર પોલીસે કાર્યવાહી કરી હતી. અમદાવાદમાં આજે 20 જુલાઈના યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ આંદોલનકારીઓ પાછળ લાકડીઓ લઈને દોડી હતી અને વિરોધ નોંધાવી રહેલી મહિલાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. વાંગચુકના સમર્થનમાં એકત્ર થયેલા પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જયારે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં યુવાનો વિરોધ કરવા માટે એકત્રિત થયા છે. દિલ્હીના આંદોલનના પડઘા અમદાવાદમાં પડ્યા દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી NEET પેપર લીક મુદ્દે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જ્યાં આ મુદ્દે સોનમ વાંગચુક ઉપવાસ પર બેઠા હતા, પરંતુ તેમની તબિયત લથડતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. દિલ્હીમાં લાંબા સમયના વિરોધ છતાં હજી સુધી શિક્ષણમંત્રીનું રાજીનામું લેવામાં ન આવતા તેના જ આક્રોશ સ્વરૂપે અમદાવાદ-સુરતમાં આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અભિજીત દીપકેએ ભૂખ હડતાળ ખતમ કરી:કોકરોચ પાર્ટી અને સરકાર વચ્ચે વાતચીત, નડ્ડાને મળવા પહોંચ્યા; વાંગચુકે કહ્યું-સંસદ માર્ચમાં જવું છે, મને ડિસ્ચાર્જ કરો
    Next Article
    સુરતમાં બે બાળકોને છોડી મહિલા ભત્રીજા સાથે ફરાર:પ્રેમલગ્ન કરનાર પતિની રડતા-રડતા બે હાથ જોડીને હર્ષ સંઘવીને આજીજી, સંતાનો માટે અપનાવવા તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment