Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભિજીત દીપકેએ ભૂખ હડતાળ ખતમ કરી:કોકરોચ પાર્ટી અને સરકાર વચ્ચે વાતચીત, નડ્ડાને મળવા પહોંચ્યા; વાંગચુકે કહ્યું-સંસદ માર્ચમાં જવું છે, મને ડિસ્ચાર્જ કરો

    3 days ago

    કોકરોચ જનતા પાર્ટીના પ્રમુખ અભિજીત દીપકે કહ્યું કે જો 2 કલાકમાં સોનમ વાંગચુકને જંતર-મંતર નહીં મોકલવામાં આવે તો તેઓ સંસદ માર્ચ માટે નીકળી જશે. વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં દાખલ છે. આજે તેમની ભૂખ હડતાળનો 23મો દિવસ છે. બીજી તરફ, સીજેપી પ્રવક્તા સૌરભ દાસ અને આશુતોષ રાંકા કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાને મળવા પહોંચ્યા છે. વાંગચુકે હોસ્પિટલને પત્ર લખીને કહ્યું, 'મારે સંસદ માર્ચમાં જવું છે, મને ડિસ્ચાર્જ કરો.' જંતર-મંતરથી સંસદ સુધીના 2 કિમીના રસ્તામાં માત્ર પ્રદર્શનકારીઓ જ દેખાઈ રહ્યા છે. આ પહેલા સોમવારે સવારે 10 વાગ્યે પોલીસે જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે ઘણા લોકોને ઈજાઓ થઈ છે અને ઘણા લોકોના માથા પણ ફૂટી ગયા છે. જોકે, પોલીસે આ વાતનો ઇનકાર કર્યો છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ જંતર-મંતરથી સંસદ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ રાજીવ ચોક અને મંડી હાઉસ મેટ્રો સ્ટેશનમાં ઘૂસી ગયા. ઘણા લોકો બેરિકેડિંગ તોડીને પાર્લામેન્ટ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા છે. ત્યારબાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. CJPનો જંતર-મંતરથી સંસદ સુધીનો માર્ચ રૂટ અમદાવાદમાં સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ લો ગાર્ડન પાસે હેપ્પી સ્ટ્રીટ પાસે NEET પેપર લીક મુદ્દે, સોનમ વાંગચૂકના સમર્થનમાં અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલા પ્રદર્શનકારીઓની પોલીસે દોડાવી દોડાવી અટકાયત કરી છે. ભાજપ હાય હાય અને ધર્મેન્દ્ર પ્રદાન રાજીનામું આપે તેવી માગ સાથે પ્રદર્શનકારીઓ બેનર સાથે રસ્તો પર આવી ગયા હતા. જેથી ACP સહિતના અધિકારીઓએ દોડાવી દોડાવી પ્રદર્શનકારીઓને વિરોધ કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમજ DCP સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે. અહીં ક્લિક કરીને વાંચો સંપૂર્ણ સમાચાર… પ્રદર્શનની તસવીરો જંતર-મંતર પર પ્રદર્શનથી સંબંધિત અપડેટ્સ માટે નીચેના લાઇવ બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    રામમંદિરમાં ચોરી-પેપર લીક મામલે સંસદમાં હોબાળો:ખડગેએ કહ્યું- જંતર-મંતર પર લાઠીચાર્જથી બાળકોનો અવાજ દબાવી રહી છે સરકાર; રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત
    Next Article
    સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે દોડાવ્યા:લાકડીઓ લઈને પાછળ દો્ડયા, મહિલાઓની ટીંગાટોળી કરી; દિલ્હી જંતર-મંતરના ગુજરાતમાં પડઘા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment