Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધનોને નોંધણી પ્રાપ્ત થઈ:દિવ્યાંગો અને બાળ કુપોષણ પરના સાધનોને ભારત સરકારે માન્યતા આપી

    1 day ago

    સરદાર પટેલ યુનિવર્સિટીએ સંશોધન અને બૌદ્ધિક સંપદા ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે. યુનિવર્સિટીના સંશોધકો દ્વારા વિકસાવવામાં આવેલા બે સંશોધન સાધનોને ભારત સરકારના કૉપિરાઇટ કાર્યાલય દ્વારા કૉપિરાઇટ નોંધણી પ્રાપ્ત થઈ છે. આ સિદ્ધિ એસપીયુ-એસ.એસ.આઈ.પી-નવધારા અંતર્ગત ચાલતી એસએસઆઈપી ૨.૦ પોલિસી હેઠળ નોંધાઈ છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નિરંજન પી. પટેલના માર્ગદર્શન હેઠળ સંશોધન, નવીનતા અને બૌદ્ધિક સંપદાને સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આના પરિણામે સંશોધકોના કાર્યને રાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી રહી છે. પ્રથમ કૉપિરાઇટ પ્રાપ્ત સંશોધન સાધન દિવ્યાંગ વ્યક્તિઓ માટે સમાવિષ્ટ કાર્યસ્થળ ઊભું કરવામાં આવતા અવરોધોનું મૂલ્યાંકન કરવા માટે તૈયાર કરાયું છે. આ સાધન કાર્યસ્થળે દિવ્યાંગ વ્યક્તિઓને અનુભવાતા ભૌતિક, મનોસામાજિક, માહિતી-સંચાર અને ટેકનોલોજી સંબંધિત તેમજ સંસ્થાકીય અવરોધોનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી શકે છે. આ અનુસૂચિ સંસ્થાઓને દિવ્યાંગ કર્મચારીઓ માટે વધુ સુલભ અને સમાવિષ્ટ કાર્યપરિસ્થિતિ વિકસાવવામાં મદદરૂપ થશે. આ સંશોધન અનુસ્નાતક વિભાગ સોસિયલ વર્કના વિદ્યાર્થીની ડૉ. મેઘા રાઠોડ, પ્રો. ડૉ. બિજી થોમસ અને અમદાવાદ સ્થિત બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશનના ઉપનિર્દેશક ભરત જોશી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. બીજો કૉપિરાઇટ બાળ કુપોષણની સમસ્યા સાથે સંબંધિત છે, જે ભારત સહિત સમગ્ર વિશ્વ માટે એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે. આ સંશોધનનો હેતુ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી બાળ વિકાસ સેવા યોજનાઓના અસરકારક અમલીકરણમાં અવરોધરૂપ પરિબળો ઓળખવાનો હતો. તેમાં આંગણવાડી કાર્યકરો અને લાભાર્થીઓના જ્ઞાન, અભિગમ અને ધારણાનું વિશ્લેષણ પણ સામેલ હતું. આ સંશોધન અનુસ્નાતક વિભાગ ઇકોનોમિક્સના વિદ્યાર્થીની ડૉ. ઉર્વીશા જે. માટલીયા અને પ્રો. વિજય એસ. જરીવાલા દ્વારા વિકસાવવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના મોરવા (હડફ) અને જાંબુઘોડા તાલુકામાં કરાયેલા અભ્યાસમાં ૨૨૨ લોકો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. આ સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે માતાનું શિક્ષણ, પ્રસૂતિ સમયે માતાની ઉંમર, બાળકનું જન્મ વજન, સ્વચ્છ પીવાનું પાણી, શૌચાલય અને અન્ય મૂળભૂત સુવિધાઓ બાળકોના કુપોષણ પર સીધી અસર કરે છે. આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રોમાં માળખાકીય સુવિધાઓનો અભાવ, વધારાનો કાર્યબોજ અને જરૂરી સાધનોની અછત જેવી બાબતો પણ સરકારી યોજનાની અસરકારકતા ઘટાડે છે. એસપીયુ-એસએસઆઈપી-નવધારા દ્વારા યુનિવર્સિટીના સંશોધકોને કૉપિરાઇટ, પેટન્ટ અને અન્ય બૌદ્ધિક સંપદા અધિકારો માટે સતત માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવે છે. સંશોધકોને મળેલી આ બંને કૉપિરાઇટ નોંધણીઓ સરદાર પટેલ યુનિવર્સિટીમાં થઈ રહેલા ગુણવત્તાસભર સંશોધન અને સમાજને ઉપયોગી જ્ઞાનના સર્જનની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
    Click here to Read More
    Previous Article
    જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં આજી રિવરફ્રન્ટ, જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા, કોંગી કોર્પોરેટરો અને વિજિલન્સ ટીમ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા
    Next Article
    સેક્ટર-28માં મધુર ડેરીના પાર્લરમાં ચોરી:19 કિલો ઘી સહિત 15 હજારની મત્તા લઈને પલાયન, પોલીસ તપાસનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment