Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જનરલ બોર્ડ પૂર્વે કોંગ્રેસનો વિરોધ:રાજકોટનાં આજી રિવરફ્રન્ટ, જંગલેશ્વર ડિમોલિશન ખર્ચ મુદ્દે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા, કોંગી કોર્પોરેટરો અને વિજિલન્સ ટીમ વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા

    1 day ago

    રાજકોટ મનપા કચેરીમાં નવનિયુક્ત શાસકોની બીજી જનરલ બોર્ડની બેઠક યોજાયા પૂર્વે જ ભારે હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો આજી રિવરફ્રન્ટ યોજનામાં થયેલો વિલંબ અને જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન થયેલા શંકાસ્પદ ખર્ચ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે મનપા શાસકોની સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકહિત પ્રશ્નો અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથેના બેનરો પ્રદર્શિત કરી કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ કોંગી કોર્પોરેટરોએ બેનરો સાથે સભાગૃહમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા વિજીલન્સની ટીમ સાથે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં કોંગ્રેસના કોર્પોરેટરો પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે બોર્ડ રૂમ તરફ આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે, મનપાની વિજિલન્સ ટીમે તેમને મુખ્ય દ્વાર પર જ અટકાવ્યા હતા. બેનરો સાથે અંદર જવા દેવાનો ઇનકાર કરાતા મામલો ગરમાયો હતો. કોંગી કોર્પોરેટરો અને વિજિલન્સ સ્ટાફ સામસામે આવી જતાં કચેરીના લોબી વિસ્તારમાં ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે મનપા કચેરીમાં થોડીવાર ભારે અફરાતફરી મચી ગઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણીએ સત્તાધીશો પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો ડ્રીમ પ્રોજેક્ટ છે. છેલ્લા 10 વર્ષથી આ પ્રોજેક્ટને વાર્ષિક બજેટમાં સામેલ કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી તે જમીની સ્તરે પૂર્ણ થયો નથી. શરૂઆતમાં જે ઇન્ટરસેપ્ટર કુંડીઓનું કામ કરવામાં આવ્યું હતું, તેમાંથી અત્યારે એક પણ કુંડી સ્થળ પર ઉપલબ્ધ નથી. ચુનારાવાડ પુલથી રામનાથ મહાદેવ મંદિર થઈને કેસરી પુલ સુધીના ડેવલપમેન્ટનું કામ કેમ અટકેલું છે તેવો સવાલ ઉઠાવી તેમણે પૂછ્યું હતું કે કુંડીઓ પાછળ થયેલો કરોડોનો ખર્ચ હવે કોના માથે નાખવામાં આવશે? બીજી તરફ, કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા કરવામાં આવેલા ડિમોલિશનના ખર્ચના બિલો પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. મનપાના વહીવટને 'ભ્રષ્ટાચારીઓની ટોળકી' ગણાવતા તેમણે આક્ષેપ કર્યો હતો કે, સામાન્ય રીતે મંડપ સર્વિસમાંથી કોઈ ટેબલ ભાડે રાખવામાં આવે તો તેનું ભાડું રૂ. 300 હોય છે અને સર્વિસમેન સાથે વધુમાં વધુ રૂ. 500 થી 600 નો ચાર્જ થાય. તેની સામે ડિમોલિશનની કામગીરીમાં એક ટેબલનો એક કલાકનો ચાર્જ રૂ. 1000 જેવો તોતિંગ ચૂકવવામાં આવ્યો છે, જે સ્પષ્ટપણે મોટો ભષ્ટ્રાચાર દર્શાવે છે. ડિમોલિશનના નામે રજૂ થયેલા તમામ બિલોમાંથી કેટલા પાસ થયા અને કેટલા પેન્ડિંગ છે તેની તપાસ કરવા અને ભ્રષ્ટાચારની આ રકમ જવાબદાર અધિકારીઓ પાસેથી જ વસૂલવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભામાં ખડગે બોલ્યા- જંતર-મંતર પર લાઠીચાર્જ થયો:લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર; સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા માટેનું બિલ લોકસભામાં રજૂ
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધનોને નોંધણી પ્રાપ્ત થઈ:દિવ્યાંગો અને બાળ કુપોષણ પરના સાધનોને ભારત સરકારે માન્યતા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment