Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેક્ટર-28માં મધુર ડેરીના પાર્લરમાં ચોરી:19 કિલો ઘી સહિત 15 હજારની મત્તા લઈને પલાયન, પોલીસ તપાસનો ધમધમાટ

    1 day ago

    ગાંધીનગરના સેક્ટર-28માં ગાર્ડન નજીક આવેલા એક મધુર ડેરીના પાર્લરને નિશાન બનાવી અજાણ્યા ચોર ઇસમો તાળું તોડી અંદર પ્રવેશી રોકડ રકમ અને મોટી માત્રામાં ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. તસ્કર પાર્લરનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો પ્રાપ્ત વિગતો અનુસાર, વાસણી મહાદેવ, જમબા વાળા વાસમાં રહેતા અને નોકરી કરતા દિપકસિંહ સતુજી વાઘેલા સેક્ટર-28માં આવેલ મધુર ડેરીના પાર્લર સાથે સંકળાયેલા છે. ગત તારીખ 15 જુલાઈના રોજ સવારે 10:00 વાગ્યાથી તારીખ 16 જુલાઈના સવારે 6:00 વાગ્યા દરમિયાનના સમયગાળામાં કોઈ અજાણ્યો તસ્કર આ પાર્લરનું તાળું તોડી અંદર પ્રવેશ્યો હતો. 19 કિલો ઘી સહિત 15 હજારની મત્તા લઈને પલાયન થયો બાદમાં તસ્કરે પાર્લરમાં મુકેલા પાંચ કિલોના બે ડબ્બા, બે લીટરના બે ડબ્બા, એક લીટરના ચાર પાઉચ અને 500 ગ્રામના બે પાઉચ મળીને કુલ 19 કિલો મધુર ઘી કિંમત રૂ. 12,350 તથા ડ્રોવરમાં મુકેલા પરચુરણ સહિતના રોકડા રૂ. 2,500 મળી કુલ રૂ. 14,850ની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. પોલીસ તપાસનો ધમધમાટ આ ચોરીની ઘટના બાદ દિપકસિંહ અને તેમની ટીમે પાર્લરમાં મુકેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસીને ચોર ઇસમની શોધખોળ કરવા માટે પોતાના સ્તરે સઘન પ્રયાસો કર્યા હતા. પરંતુ ચોરનો કોઈ પત્તો ન લાગતા આખરે તેમણે પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. જેના પગલે સેક્ટર 21 પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીના સંશોધનોને નોંધણી પ્રાપ્ત થઈ:દિવ્યાંગો અને બાળ કુપોષણ પરના સાધનોને ભારત સરકારે માન્યતા આપી
    Next Article
    ગિરનાર વિવાદ અને લાડુ નિર્વાણ:​ગિરનાર પર જૈન સમાજનો લાડુ નિર્વાણ ઉત્સવ: જાહેરનામાના ભંગ વચ્ચે સનાતનની દૂધધારા યાત્રા પોલીસે અટકાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment