Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરરિતી:વડોદરા ઝાલા ગામમાં સ્વભંડોળની ગ્રાન્ટનાં કામમાં ગેરરિતી થયાનો આક્ષેપ

    2 days ago

    સુત્રાપાડા તાલુકાના વડોદરા ઝાલા ગ્રામ પંચાયતનાં સ્વભંડોળમાં 4.12 લાખના ખર્ચમાં ગેરરિતી થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગામના બહાદુરસિંહ મુળજીભાઈ ઝાલાએ ટીડીઓ સમક્ષ તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. વડોદરા ઝાલા પંતાયતે વર્ષ 2022 અને 2025 દરમિયાન સ્વભંડોળમાંથી વિવિધ વિકાસ કાર્ય માટે મંજૂરી મેળ‌વી હતી. અને આશરે 4.12 લાખના ખર્ચ સામે દર્શાવાયેલ કેટલાક કામ સ્થળ પર ન થયા હોય અને કાગળ પર બતાવી નાણાં ઉપાડી લેવાયા હોવાનો આક્ષેપ બહાદુરસિંહ દ્વારા કરાયો છે. આરટીઆઈમાં મેળવેલ માહિતીમાં મંજુરીના આદેશો, સ્વભંડોળના રજીસ્ટર અને કામના સ્થળમાં વિસંગતતા જોવા મળી હતી. કેટલાક કામના લોકેશન મંજુરીના આદેશ અને રજીસ્ટરમાં અલગ અલગ દર્શાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. કેટલાક કામ માટે એસ્ટિમેટ અને ટેકનિકલ મંજૂરી ઉપલબ્ધ નથી. પીડબલ્યુડી હસ્તકના રોડ માટે પણ પંચાયતના સ્વભંડોળમાંથી ખર્ચની મંજૂરી અપાઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ઉપરાંત તા.પં. આઉટસોર્સ કર્મીની સંડોવણી હોવાનો પણ આક્ષેપ કરાયો છે. મંજુરીના દસ્તાવેજોની ઓફિસ કોપી પર તેમની સહી હોવાને આધારે તેમની ભૂમિકાની પણ તપાસ કરવાની માંગ કરાઈ છે. આ અંગે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પિતાને ટીબી, બાળકમાં પણ લક્ષણ હોવાની આશંકા:ભાયલીના 3 વર્ષના બાળકને તાવ અને ખેંચ સાથે ચાંદીપુરાનાં લક્ષણ,રિપોર્ટ નેગેટિવ આવતાં રાહત
    Next Article
    ખેડૂતોની મુશ્કેલીમાં વધારો:સાદા બિયારણમાં રૂ. 35 અને સર્ટીફાઈડ બિયારણમાં રૂ. 40 વધારો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment