Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોની મુશ્કેલીમાં વધારો:સાદા બિયારણમાં રૂ. 35 અને સર્ટીફાઈડ બિયારણમાં રૂ. 40 વધારો નોંધાયો

    2 days ago

    કચ્છમાં ચાલુ વર્ષે ચોમાસું વિલંબમાં મુકાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. હજુ સુધી સારો વરસાદ ન થતાં મોટાભાગના ખેતરો ખાલીખમ પડ્યા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે મગફળીના બિયારણના ભાવમાં ધરખમ ઉછાળો આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. વરસાદની ચાતક નજરે રાહ જોઈને બેઠેલા જગતના તાત પર મોંઘવારીનો આકરો માર પડ્યો છે, જેને કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ખેતીનો ખર્ચ એટલી હદે વધી ગયો છે કે હવે ખેડૂતો માટે ખેતી કરવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ, હજુ તો વરસાદ પડ્યો નથી ત્યાં જ બજારમાં મગફળીના બિયારણના ભાવ આસમાને પહોંચી ગયા છે. બિયારણમાં સીધો 35 થી 40 ટકાનો વધારો ઝીંકી દેવાયો છે. ગત વર્ષે સાદા બિયારણનો ભાવ પ્રતિ કિલો રૂ. 105 થી 110 હતો, જે આ વર્ષે વધીને રૂ. 140 થી 145 થઈ ગયો છે. જયારે સર્ટીફાઈડ બિયારણનો ભાવ પ્રતિ કિલો રૂ. 135 થી 140 હતો, જે ચાલુ વર્ષે રૂ. 175 નો આંકડો પાર કરી ચૂક્યો છે. આટલા મોટા ભાવ વધારાના કારણે વાવણીનો પ્રાથમિક ખર્ચ જ ખેડૂતોના બજેટની બહાર જતો રહ્યો છે. વરસાદ ખેચાવાના કારણે આ આ વર્ષે અત્યાર સુધીમાં જિલ્લામાં 1 લાખ હેક્ટરમાં જ વાવેતર થયું છે. વાવેતર પણ એવા જ ખેડૂતો કરી શક્યા છે જેમની પાસે પિયત ખેતીની સગવડ છે અથવા જેમના ખેતર સુધી કેનાલનું પાણી પહોંચે છે. નર્મદાના નીર અથવા બોરવેલના આધારે જે ખેડૂતોએ વાવણી કરી છે તેઓ પણ ચિંતામાં છે, કારણ કે જો વરસાદ વધુ ખેંચાશે તો ઊભો પાક સુકાઈ જવાનો ખતરો છે. વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પ્રતિ હેક્ટરે ખેડૂત સીધો રૂ. 3500નો આર્થિક બોજો વધ્યો કૃષિ નિષ્ણાતોના અંદાજ મુજબ, પ્રતિ હેક્ટર મગફળીના વાવેતર માટે સરેરાશ 100 કિલોગ્રામ બિયારણની જરૂરિયાત રહે છે. ચાલુ સીઝનમાં બિયારણના ભાવમાં કિલોદીઠ અંદાજિત રૂ. 35નો મોટો વધારો ઝીંકાયો છે. આ આંકડાકીય ગણિત અનુસાર, ખેડૂતો પર પ્રતિ હેક્ટરે સીધો રૂ. 3500નો વધારાનો આર્થિક બોજો આવી પડ્યો છે. ચાલુ વર્ષે અત્યાર સુધી માત્ર ૩૦ હજાર હેક્ટરમાં જ મગફળીની માંડ વાવણી થઈ શકી છે, ત્યારે મોંઘા દાટ બિયારણના કારણે સામાન્ય ખેડૂતો માટે હવે ખેતી ખર્ચને પહોંચી વળવું અત્યંત કઠિન બન્યું છે. વરસાદની ખેંચ વચ્ચે બિયારણના આ આકરા ભાવે જગતના તાતની સ્થિતિ પડતા પર પાટુ જેવી કરી મૂકી છે. ખેડૂતોની વેદના : “પહેલા કુદરત રૂઠી અને હવે બજાર મારે છે” ભુજના ખેડૂત રમણીક ભાઈ પટેલે જણાવ્યું હતું કે બિયારણના ભાવ વધારાથી ખેડૂતો ભારે આક્રોશ અને નિરાશા વ્યક્ત કરી રહ્યા છે. અમારી હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે. એક તરફ વરસાદ ખેંચાતા જે પાકની વાવણી કરી છે તે પણ નિષ્ફળ જવાની ભીતિ છે, અને બીજી તરફ જે જમીનમાં વાવેતર બાકી છે તેમાં મગફળીના વાવેતર માટેનું આયોજન છે પણ ત્યાં બિયારણ ખરીદવા માટે બમણા પૈસા ખર્ચવા પડી રહ્યા છે. મોંઘા ભાવનું બિયારણ ખરીદીને વાવણી કર્યા પછી પણ જો વરસાદ ન આવે, તો ખેડૂતે દેવાદાર બનવાનો વારો આવે છે. સરકાર ખાતર અને બિયારણના કાળાબજાર અને ભાવ વધારા પર અંકુશ લગાવે તે સમયની માંગ છે.
    Click here to Read More
    Previous Article
    ગેરરિતી:વડોદરા ઝાલા ગામમાં સ્વભંડોળની ગ્રાન્ટનાં કામમાં ગેરરિતી થયાનો આક્ષેપ
    Next Article
    Chess hero Judit Polgar could shatter another glass ceiling as Hungary president

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment