Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ પોલીસને ડ્રોન ટેકનોલોજીની વિશેષ તાલીમ:કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા ડ્રોન ઉપયોગનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

    2 days ago

    પંચમહાલ જિલ્લા પોલીસે પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ડ્રોન તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કાયદો અને વ્યવસ્થાની જાળવણીને વધુ અસરકારક બનાવવાનો છે. તાલીમ દરમિયાન, પોલીસ કર્મચારીઓને ધાબા સર્વે, જંગલ વિસ્તારોમાં સર્વેલન્સ, શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વસ્તુઓની શોધખોળ માટે ડ્રોનનો અસરકારક ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ ઉપરાંત, ડ્રોન ઓપરેશન, તેની કાર્યપદ્ધતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે પ્રાયોગિક માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. પંચમહાલ જિલ્લા પોલીસનો હેતુ કર્મચારીઓને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ઝડપી અને અસરકારક નિયંત્રણ મેળવવાનો છે. ડ્રોન જેવી સુવિધાઓ પોલીસ કામગીરીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવામાં મદદરૂપ થશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ પોલીસ રથયાત્રામાં વ્યસ્ત રહી ને મા-દીકરાએ 9ને મોત આપ્યું:ફટાકડાની ફેક્ટરીમાં એક સેકન્ડમાં બ્લાસ્ટથી 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરીમાં ભાગ દોડ, CCTV
    Next Article
    મોબાઈલ ચોરતી નેપાળી ગેંગનો પર્દાફાશ:કારખાનામાં મજૂરોના ખિસ્સામાંથી મોબાઈલ ઉઠાવી લેતા, જીલાની બ્રીજ નીચેથી 7 મોબાઈલ સાથે હીરા મજૂર અને સગીર ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment