Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદ પોલીસ રથયાત્રામાં વ્યસ્ત રહી ને મા-દીકરાએ 9ને મોત આપ્યું:ફટાકડાની ફેક્ટરીમાં એક સેકન્ડમાં બ્લાસ્ટથી 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરીમાં ભાગ દોડ, CCTV

    1 day ago

    અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનથી માત્ર 4.5 કિમી દૂર આવેલી ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈએ થયેલા પ્રચંડ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં એક જ સેકન્ડમાં બ્લાસ્ટ થયો હતો ને 9 લોકોના જીવ ગયા હતાં. ધડાકાની તીવ્રતા એટલી વધારે હતી કે 500 મીટર દૂર ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠતા અંદર કામ કરતા કામદારોમાં ભાગ દોડ મચી હતી. તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરીના સંચાલક મેહુલ ડોડિયાની ધરપકડ કરવામાં આવી છે. જો કે આ આખી દુર્ઘટનામાં સૌથી મોટો દોષ જો કોઈનો હોય તો તે પોલીસ, ફાયર વિભાગ અને કલેક્ટર ઓફિસનો છે. માર્ચ-26માં જ લાયસન્સ એક્સપાયર થઈ ગયું છતાં ગેરકાયદે ફેક્ટરી ધમધમતી રહી અને અમદાવાદ પોલીસ ઉંઘતી રહી. ચાર ચાર મહિનાથી અનેક લોકો પર મોત ઝળુંબતું રહ્યું પણ પોલીસે તપાસ જ કરી નહીં. સપ્ટેમ્બર-2025માં ડીસા બ્લાસ્ટ બાદના ચેકિંગમાં લાયસન્સ રદ કરવા રિપોર્ટ કર્યો પણ રદ ના કર્યું. તેના 6 મહિના પછી એટલે કે, માર્ટ-26માં પરવાનો રદ કરવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો. 2014માં ગેરકાયદે ફેક્ટરી ધમધમતી હોવાની વાત સામે આવી ચૂકી હતી છતાં પોલીસે કેમ ઢીલાશ દાખવી પણ સળગતો સવાલ છે. પોલીસ કમિશનર ગેહલોત તો એવું કહે છે કે, રથયાત્રાામં વ્યસ્ત હોવાથી પોલીસ 10-15 દિવસ તપાસ કરી ન હતી અને તેનો લાભ લઈને આરોપીએ ફેક્ટરી શરૂ કરી દીધી હતી. રથયાત્રામાં વ્યસ્ત હોય પોલીસ તો માર્ચથી લઈ જુલાઈ સુધી કેમ પગલાં ના લીધા અને રથયાત્રા પણ એકમાત્ર બહાનું જ છે. પ્રજાના જીવના ભોગે કોઈ વ્યસ્તતાનું બહાનું કેવી રીતે ચલાવી લેવાય? ‘બ્લાસ્ટ સમયે માલિક મેહુલ ડોડિયા હાજર હતો’ અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બની ત્યારે મેહુલ ડોડિયા હાજર હતો. તેને ઇજા પણ થઈ છે અને આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ સંચાલક માતા રમીલાબેન-પુત્ર મેહુલ અને ભાગીદાર સાદીક સૈયદની ધરપકડ કરાઈ છે. મેહુલની માતા રમીલાબેનના કાનના પડદા જતા રહ્યાં છે. ગેહલોતે વધુમાં કહ્યું હતું કે, આ ફેક્ટરી બંધ કરાવવામાં આવી હતી.દાહોદથી મજૂરો લાવીને છેલ્લા 25 દિવસથી ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. ગણેશ ચતુર્થી માટે ફટાકડાનો ઓર્ડર મળતા તેને બનાવવાની શરૂઆત કરી હતી. ફેક્ટરીનો ભાગીદાર સાદિક 15 દિવસ અગાઉ ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં જે આગ લાગવાની ઘટના બની હતી તેમાં પણ ભાગીદાર હતો. ત્યાં જે જગ્યા પર ઘટના બની હતી તે જગ્યા પણ સાદિકની જ હોવાનું જાણવા મળ્યું છે. રામોલમાં પેપર ઉપર ક્યાંય પણ તેની ભાગીદારી જોવા મળી નથી. જોકે મ્યુચ્યુઅલ પૈસાની અને અન્ય ભાગીદારીમાં સામેલ છે. પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં રહી ને મેહુલ ડોડિયા ખેલ કરી ગયો અમદાવાદ પોલીસ કમિશનરે વધુમાં કહ્યું કે, વર્ષ 2013માં ફટાકડાની ફેક્ટરી બનાવવાની શરૂઆત કરી હતી, જોકે વર્ષ 2014માં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારબાદ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. વર્ષ 2020માં ફરીથી મેહુલ ડોડિયાએ લાયસન્સ મેળવ્યું હતું અને ફેક્ટરી ચાલુ કરી હતી. ફાયર NOC અને લાયસન્સ લેવામાં આવ્યું હતું. 4 માર્ચ 2026ના રોજ તેનું લાયસન્સ પૂરું થયું હતું, ત્યારબાદ રામોલ પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવી હતી.વર્ષ 2026માં માર્ચ મહિનામાં લાયસન્સ પૂરું થઈ ગયું હતું ત્યારબાદ તેણે ગેરકાયદેસર ફેક્ટરી શરૂ કરી હતી. 'માર્ચ 2026માં ફેક્ટરી બંધ કરાવી દેવામાં આવી હતી ત્યારબાદ તેના ફોટોગ્રાફ્સ પણ પોલીસ કમિશનર ઓફિસમાં જમા કરાવવામાં આવેલા હતા. રામોલ પોલીસ સ્ટેશનમાં કોઈપણ પ્રકારની ફેક્ટરી બંધ થયા પછી અરજી પણ કરવામાં આવી નથી. ગેરકાયદેસર રીતે તેઓ ફેક્ટરી ચલાવતા હતા અને રથયાત્રાના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હતી ત્યારે આ ફેક્ટરી ચાલુ કરી છે કે નહી તેની તપાસ કરી શકી નહોતી અને જે દરમિયાન આ બનાવ બનેલો છે. જમીન ભાડે આપનાર અંગે પણ તપાસ કરવામાં આવશે.' આ ફેક્ટરીને 29 જુલાઈ 2026 સુધીની ફાયર એનઓસી આપવામાં આવેલી છે. એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ 15 કિલો જથ્થો હોવો જોઈએ જો કે સ્થળ ઉપરથી વધુ પ્રમાણમાં મળી આવ્યો છે જેથી તેને લઈને પણ તપાસ કરવામાં આવશે. કામદારોનું ઇન્સ્યોરન્સ હોવું જોઈએ ત્યારે તે બાબતે પણ અમે તપાસ કરીશું અને કામદારને અહીંયા લઈને આવ્યા છે ત્યારે ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. ‘15 કિલોથી વધુ વિસ્ફોટક મળી આવ્યા’ પોલીસ કમિશનરે આગળ કહ્યું કે, ફાયરના કારણે લાયસન્સ રદ કરવામાં આવ્યું હોય એવું નથી. પરંતુ સ્ટ્રકચર સ્ટેબિલિટી, NA જમીન, કામદારોના ઈન્સ્યોરન્સ અને ઇલેક્ટ્રીક સર્ટિફિકેટ અન્ય કારણોસર પોલીસનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું હતું. જમીન માલિક, મજૂર લાવનાર વ્યક્તિ, ફાઇનાન્સર અને ગન પાવડર લાવનાર કોણ હતો તેની તપાસ કરીશું. 15 કિલોથી વધુ માત્રામાં વિસ્ફોટક મળી આવ્યા છે. ફેક્ટરીનો કોઈ પણ પ્રકારનો પુરાવો નહોતો. ગુજરાત સરકાર તરફથી જે સહાય જાહેર કરવામાં આવી છે તે ઝડપી મળે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. મૃતકો અને ભોગ બનનારને ઝડપથી ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા તમામ પુરાવાઓ ભેગા કરી અને ઝડપથી ચાર્જશીટ કરીશું. 'અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગ્રામ્ય પોલીસ સાથે સંકલન કરી અને અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આસપાસના વિસ્તારમાં જ્યાં પણ આવી ફેક્ટરીઓ ચાલતી હોય ત્યાં બંધ કરાવીશું અને સંપૂર્ણપણે ફેક્ટરીઓને ડિમોલેશન કરી અને ત્યાં સ્ટ્રક્ચર પણ ન રહે તે પ્રમાણે કાર્યવાહી કરાશે. રામોલ વિસ્તારમાં જ માત્ર 12 જેટલી ફેક્ટરીઓ હતી તેને બંધ કરાવવામાં આવી છે. તેમજ એક ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી છે. જ્યારે આસપાસમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.' ‘ઘટનાસ્થળ ઉપર ફટાકડા બનાવવાની વાત કરીએ તો બેથી ત્રણ નાના નાના સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા હતા. બોમ્બ બનાવવા દરમિયાન તેમાં ગન પાવડર ભરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર આગ લાગી ગઈ હતી. મેહુલ ડોડીયા ઘટના સમયે ત્યાં હાજર હતો. જેથી મેહુલની વધુ પૂછપરછમાં માહિતી સામે આવશે.મોટાભાગના મૃતક દાહોદના સંજેલી ગામના રહેવાસી છે અને એક મૃતક ઉમરેઠ તેમજ એક મૃતક કપડવંજનો અને વસ્ત્રાલ વિસ્તારનો રહેવાસી છે. તમામના મૃતદેહ જે તે વતનમાં મોકલી આપવામાં આવ્યા છે.’ ડોડિયા પરિવારનો વર્ષોથી ફટાકડા બનાવવાનો વ્યવસાય આરોપી મેહુલ ડોડિયા શહેરના લાંભામાં આવેલા લેક વ્યુ રો હાઉસ ખાતે પરિવાર સાથે રહે છે. મેહુલ અને તેના પરિવારનો વર્ષોથી ફટાકડા બનાવવાનો અને વેચાણ કરવાનો વ્યવસાય છે. શાહપુર વિસ્તારમાં ભાઈલાલભાઈ ફટાકડા વાળાના નામથી ઓળખાય છે. વર્ષોથી ફટાકડા બનાવવાની અને વેચવાના વેપાર સાથે સંકળાયેલા છે અને વર્ષ 2013માં રામોલ ગત્રાડ રોડ પર જ ફેક્ટરી નાખી હતી. જેનું રમીલાબેનના નામે લાયસન્સ લીધું હતું. જોકે વર્ષ 2014માં ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ વેપાર બંધ કરી દીધો હતો અને બાદ 6 વર્ષ પછી 2020માં મેહુલ ડોડિયાના નામે લાઈસન્સ લઈ ફરીથી આ જ વિસ્તારમાં ફેક્ટરીઓ શરૂ કરી દેવામાં આવી હતી. આખો પરિવાર ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 500 મીટર દૂર આવેલી એક ફેબ્રિકેશનની ફેક્ટરી ધણધણી ઉઠી જે સીસીટીવી જોવા મળી રહ્યા છે તે ફટાકડાની ફેક્ટરીથી કેનાલની સામેના તરફ 500 મીટર દૂર આવેલી એક ફેબ્રિકેશનની ફેક્ટરીના છે. બ્લાસ્ટ થતાની સાથે જ ફેક્ટરીમાં લાગેલો સીસીટીવી કેમેરો બંધ થઈ ગયો હતો. બ્લાસ્ટની અસર ફેક્ટરીમાં પણ જોવા મળી હતી. જોરદાર બ્લાસ્ટ થતાની સાથે જ ફેક્ટરીના ઓફિસના કાચ પણ તૂટી ગયા હતા અને તાત્કાલિક ત્યાં કામ કરતા મજૂરો પણ બહાર દોડીને આવી ગયા હતા. 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ'ના સંચાલકો સામે ગુનો દાખલ આ મામલે 'ન્યૂ ગુજરાત ફાયર વર્ક્સ'ના સંચાલકો દ્વારા કોઈપણ પાસ-પરમિટ વગર આર્થિક લાભ ખાટવા માટે ગુનાહિત કાવતરું રચીને આ ગેરકાયદેસર કારખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. રામોલ પોલીસે ફેક્ટરીના સંચાલક રમીલાબેન ડોડિયા, મેહુલ ડોડિયા તેમજ ભાગીદાર સાદીક સૈયદ વિરૂદ્ધ સહિત ભારતીય ન્યાય સંહિતા (BNS) અને વિસ્ફોટક કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે. ગત(18 જુલાઈ) મોડી રાતે પોલીસ તંત્ર જાગ્યુ હતું. ગ્યાસપુર અને નારોલ વિસ્તારમાં ખેતરમાં ધમધમતી બે ફટાકડાની ફેક્ટરીઓ ઝડપાઈ હતી. તંત્રે મોડી રાતે જથ્થો જપ્ત કરીને ગ્યાસપુર ગામમાં કિંગ્સ ફાયર વર્કસ ફેક્ટરી અને નારોલ વિસ્તારમાં ગુલાબ પ્લોટમાં ચાલતી ફેક્ટરીને સીલ કરવાની કાર્યવાહી કરી હતી. ઘટના સમયની પળેપળની અપડેટ માટે ક્લિક કરો આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરું અને ઘોર બેદરકારી આરોપીઓ માત્ર પોતાના આર્થિક લાભ માટે માનવ જિંદગીને જોખમમાં મૂકીને, સુરક્ષાના નિયમો નેવે મૂકી ઘોર બેદરકારી દાખવતા હતા. સુરક્ષાના પૂરતા સાધનો કે મંજૂરી વિના ધમધમતા આ એકમમાં થયેલા બ્લાસ્ટના કારણે ક્ષણભરમાં જ નવ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 6 લોકો ગંભીર ઇજાઓનો ભોગ બન્યા છે. BNS અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની આકરી કલમો હેઠળ ગુનો દાખલ રામોલ પોલીસે કાયદાનો સિંકોજો કસતા આરોપીઓ સામે BNSની કલમ 105, 287, 288 અને 61(2) હેઠળ ગુનો નોંધ્યો છે. આ સાથે જ ગેરકાયદે વિસ્ફોટકોના સંગ્રહ અને ઉપયોગ બદલ વિસ્ફોટક પદાર્થ અધિનિયમ-1908ની કલમ 5(એ) અને 6 તેમજ વિસ્ફોટક અધિનિયમ-1884ની કલમ 9(બી) હેઠળ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રામોલ પોલીસ હાલ સમગ્ર ઘટનાસ્થળની તપાસ કરી ગેરકાયદેસર ફેક્ટરી અંગે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. બે ખુલ્લા ખેતરોમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી ઝડપાઈ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના બાદ શહેર પોલીસ અને ફાયર વિભાગ તાત્કાલિક ધોરણે દોડતું થયું છે. અમદાવાદના છેવાડાના વિસ્તારોમાં પોલીસ અને AMC તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા ગત મોડી(18 જુલાઈ) રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગ્યાસપુર અને નારોલ વિસ્તારમાં બે ખુલ્લા ખેતરોમાં ફટાકડાની ફેક્ટરી મળી આવતા એકમને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. ફટાકડાનો જથ્થો જપ્ત કરી પાણીથી નાશ કરાયો છે. આજે 19 જુલાઈ સવારે 11 વાગ્યે વધુ એક ફેટકરી ઝડપાઈ છે. ગ્યાસપુર ખાતે ચાલતી 'જોય એન્ડ એન્જોય વર્કર' નામની ફટાકડાની ફેક્ટરીને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), પોલીસ અને ફાયર વિભાગે સંયુક્ત રીતે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. નારોલ વિસ્તારમાં પણ ફટાકડાની કેટલીક ફેક્ટરીઓ ખુલ્લી જગ્યામાં ચાલતી હોવાની માહિતીના પગલે ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો…. 12 વર્ષ પહેલાં આ જ ફેક્ટરીમાં બાળ મજૂરનો ભોગ લેવાયો, વર્ષાબેને કહ્યું- 2014માં બ્લાસ્ટમાં દિયરનું મોત થયું, બે મહિનામાં મેહુલની માતા રમીલાએ ફરી ફેક્ટરી શરૂ કરી હતી અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ-ગતરાડ રોડ ઉપર 18 જુલાઈના રોજ એક ખેતરમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 3 બાળક સહિત 9 લોકોના મોત થયા છે, જ્યારે 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો આવજ 5 કિમી દૂર સુધી સંભળાયો હતો અને ત્યાં કામ કરતા શ્રમિકોની બોડીના ચીથરે ચીથરા ઉડ્યા હતા. જોકે, ફેક્ટરી બ્લાસ્ટ મામલે મોટો ખુલાસો થયો છે. 12 વર્ષ અને 4 દિવસ અગાઉ એટલે કે 14 જુલાઈ, 2014માં આ જ ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો, જેમાં 14 વર્ષના વિજય ચુનારા નામના સગીરનું મોત થયું હતું. તે સમયે રમીલા ડોડીયા અને લલિત ડોડીયા આ ફેક્ટરી ચલાવતા હતા. ઘટનાના બે મહિના બાદથી ફરી ગેરકાયદેસર ફેક્ટરી ધમધમી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Abhishek Banerjee को Calcutta High Court से राहत! TMC Office पर फैसला | Bulldozer Action | Mamata
    Next Article
    પંચમહાલ પોલીસને ડ્રોન ટેકનોલોજીની વિશેષ તાલીમ:કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવા ડ્રોન ઉપયોગનું વિસ્તૃત માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment