Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વાળ ખેંચ્યા, ખૂબ નિર્દયતાથી મારી':'ભગવાન રામનું અપમાન સહન ન થયું', અભિજીત દીપકે પર શાહી ફેંકનાર બરખા ધ્રૂસકે-ધ્રૂસકે રડી; રેપ આરોપીનું કરી ચૂકી છે સમર્થન

    2 days ago

    રાજધાની દિલ્હીના ઐતિહાસિક વિરોધ પ્રદર્શન સ્થળ જંતર-મંતર પર ફરી એકવાર ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અહીં પ્રદર્શન કરી રહેલા 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક અભિજીત દીપકે પર એક મહિલાએ જાહેરમાં શાહી ફેંકી દીધી હતી. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક મહિલાને કસ્ટડીમાં લઈ લીધી હતી, પરંતુ હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. શાહી ફેંકનારી મહિલા બરખા ત્રેહને કેમેરા સામે રડી પડતા પોતાની આપવીતી જણાવી છે અને પ્રદર્શનકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ભગવાન રામનું અપમાન સહન ન થયું એટલે શાહી ફેંકી: બરખા શાહી ફેંકવાની ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની પોસ્ટમાં અને બાદમાં મીડિયા સમક્ષ બરખા ત્રેહને સ્વીકાર્યું કે શાહી તેણે જ ફેંકી હતી. તેણે રડતા-રડતા જણાવ્યું કે, "અભિજીત દીપકે અને તેના સાથીઓ મંચ પરથી પ્રભુ શ્રી રામ અને માતા સીતાની મજાક ઉડાવી રહ્યા હતા અને દીપકે હસી રહ્યો હતો. આ અપમાન મારાથી સહન ન થયું. મેં માત્ર મારો વિરોધ નોંધાવવા માટે શાહી ફેંકી હતી, મેં કોઈ હિંસા નથી કરી." 'મારા વાળ ખેંચ્યા, મને ખરાબ રીતે પીટી' – દીપકેના ગુંડાઓ પર આરોપ પોતાની આપવીતી સંભળાવતા બરખા ત્રેહન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી. તેણે આરોપ લગાવ્યો કે, શાહી ફેંક્યા બાદ અભિજીત દીપકેના ગુંડાઓએ તેના પર હુમલો કર્યો હતો. બરખાએ કહ્યું, "દીપકેના ગુંડાઓએ મારા વાળ ખેંચ્યા, મને નખ માર્યા અને ખૂબ જ નિર્દયતાથી પીટી. જો દિલ્હી પોલીસના જવાનોએ મને સમયસર બચાવી ન હોત, તો એ લોકો આજે મારી જાન લઈ લેત." સોનમ વાંગચુક અને અન્ના હઝારેનો ઉલ્લેખ બરખાએ દાવો કર્યો છે કે તેને કોઈ રાજકીય પક્ષ સાથે લેવાદેવા નથી. આ આખું પ્રદર્શન NEET મુદ્દાથી ભટકાવીને રાજકીય એજન્ડા હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેણે ઉમેર્યું કે, "હું ત્યાં સોનમ વાંગચુકને સચેત કરવા ગઈ હતી કે આ લોકો તેમનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે, બરાબર એ જ રીતે જે રીતે ભૂતકાળમાં અન્ના હઝારેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો." કોણ છે બરખા ત્રેહન? આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર બરખા ત્રેહનની પ્રોફાઈલ જોરદાર વાયરલ થઈ રહી છે. બરખા સોશિયલ મીડિયા પર પોતાને 'પુરુષોના અધિકારો માટે લડનારી એક્ટિવિસ્ટ' ગણાવે છે અને અવારનવાર ટીવી ચેનલોની ડિબેટમાં પણ જોવા મળે છે. તેની પ્રોફાઈલ પર કેતન અગ્રવાલ અને રાજા રઘુવંશી જેવા હાઈ-પ્રોફાઈલ કેસો સહિત પુરુષો સામે થયેલી ક્રૂરતાની લાંબી યાદી છે. એટલું જ નહીં, સોશિયલ મીડિયા તપાસમાં એ પણ સામે આવ્યું છે કે તે ભૂતકાળમાં બળાત્કારના કેસમાં જેલના સળિયા પાછળ ધકેલાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપ સેંગરના સમર્થનમાં પણ આવી ચૂકી છે. ગત વર્ષે 25 ડિસેમ્બરે જંતર-મંતર પર જ 'પુરુષ આયોગ' નામની સંસ્થાના પ્રદર્શનમાં તેણે કુલદીપ સેંગરને સપોર્ટ કર્યો હતો. હાલમાં દિલ્હી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને જંતર-મંતર પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. ……………… આ સમાચાર પણ વાંચો દિલ્હી હાઈકોર્ટે કહ્યું-સારવાર માટે વાંગચુકને ઉઠાવવા તે ખોટું નથી:કોર્ટે સરકાર અને પોલીસ પાસેથી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો, વચગાળાનો આદેશ આપ્યો નહીં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુક મામલે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ. કોર્ટે કહ્યું- સ્વાસ્થ્ય બગડવા અને ડિવિઝન બેન્ચના આદેશને કારણે તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. સરકારની આ કાર્યવાહીને મનસ્વી કહી શકાય નહીં. વાંગચુકને ત્યાં જ દવાઓ આપવામાં આવી રહી છે, જેમાં તેમની સંમતિ છે. કોર્ટે કેન્દ્ર અને દિલ્હી સરકાર સાથે પોલીસને 3 દિવસમાં જવાબ રજુ કરવાનો આદેશ આપ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડની ઝડપી શરૂઆત, 14 ઓવરમાં સ્કોર 86/0:ડકેટ-બેથેલ વચ્ચે ફિફ્ટી પાર્ટનરશીપ; ત્રીજી વન-ડેમાં બુમરાહ નથી રમી રહ્યો
    Next Article
    CNGના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો,:માત્ર 2 ઇંચ વરસાદમાં સુરત પાણી પાણી, ચાંદીપુરાએ વધુ એક માસુમનો ભોગ લીધો, વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment