Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CNGના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો,:માત્ર 2 ઇંચ વરસાદમાં સુરત પાણી પાણી, ચાંદીપુરાએ વધુ એક માસુમનો ભોગ લીધો, વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને

    2 days ago

    CNGના ભાવમાં ફરી 2 રૂપિયાનો વધારો ઝીંકાયો અદાણીએ CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2નો વધારો કરતા નવો ભાવ ₹90.02 પ્રતિ કિલો થયો છે. વર્ષ 2026માં અત્યાર સુધી કુલ ₹10નો વધારો નોંધાયો છે. આ ભાવવધારાથી CNG વાહનચાલકો અને રિક્ષાચાલકો પર આર્થિક ભાર વધ્યો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ફટાકડા ફેક્ટરીમાં 9ને મોત આપનારાની ધરપકડ અમદાવાદની વસ્ત્રાલ ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈના ભયાનક બ્લાસ્ટના CCTV સામે આવ્યા છે, જેમાં એક સેકન્ડમાં થયેલા વિસ્ફોટમાં 9 લોકોનાં મોત થયા હતા. પોલીસે ગેરકાયદે ફેક્ટરી ચલાવવાના આરોપે સંચાલકોની ધરપકડ કરી છે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાંદીપુરાથી ભાવનગરમાં બાળકનું મોત ભાવનગરના મેલાણા ગામમાં 6 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હોવાનું લેબ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે. ગુજરાતમાં અત્યાર સુધી 13 બાળમોતમાંથી 4ના મોત ચાંદીપુરા વાયરસથી થયાની પુષ્ટિ થતાં આરોગ્ય તંત્ર એલર્ટ બન્યું છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર અકસ્માત ગોંડલ-કોટડા સાંગાણી રોડ પર પૂરપાટ દોડતી બ્રેઝા કાર અને એક્ટિવા વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં માસુમના મોત થયા છે. ટક્કર બાદ એક્ટિવા લગભગ 100 મીટર સુધી ઢસડાઈ હતી, પોલીસે કારચાલકની અટકાયત કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સોનમ વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને રાજકોટમાં યુવાનોએ સોનમ વાંગચૂકના સમર્થનમાં ધરણા અને 24 કલાકની ભૂખ હડતાળ શરૂ કરી છે. પ્રદર્શનકારીઓએ શિક્ષણ વ્યવસ્થામાં સુધારા અને સોનમ વાંગચૂકની માંગણીઓ સ્વીકારવાની માંગ સાથે સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતમાં માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેર જળબંબોળ સુરતમાં માત્ર બે ઈંચ વરસાદમાં જ શહેર જળબંબોળ બન્યું, VIP રોડની લક્ઝુરિયસ 'મહાવીર હાઇટ્સ' સોસાયટીમાં બેઝમેન્ટમાં પાણી ઘૂસતાં મોંઘી કારો ડૂબી ગઈ અને લોકોએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો. રાજ્યના 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો અમરેલીના ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં 15 વર્ષના સિંહનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે. વનવિભાગે પોસ્ટમોર્ટમ બાદ વૃદ્ધાવસ્થાને મોતનું કારણ ગણાવ્યું છે. ..જિલ્લામાં છેલ્લા બે મહિનામાં 6 સિંહોના મોત નોંધાયા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાયદા વચનો આપી ઠગાઈ આચરી વડોદરાના ડેસરમાં સોની વેપારીએ નવો સોનાનો સેટ બનાવી આપવાના બહાને ગ્રાહક પાસેથી દાગીના અને રોકડા મળી ₹1.33 લાખથી વધુની છેતરપિંડી આચર્યાનો આરોપ છે. ચેક પણ બાઉન્સ થતાં પીડિતે વેપારી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશાકારક કફ સિરપના જથ્થા સાથે મહિલા ઝડપાઇ વડોદરાના આજવા રોડ પર પોલીસે પ્રતિબંધિત નશાકારક કફ સિરપની 94 બોટલ સાથે એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે તેનો સાથીદાર ફરાર થઈ ગયો છે. પોલીસે ₹22 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કફ સિરપનો જથ્થો કઈ મેડિકલ સ્ટોરમાંથી આવ્યો તેની તપાસ શરૂ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે મિનિટમાં IPHONEની ચોરી સુરતના પાંડેસરામાં ગ્રાહક બનીને આવેલા ગઠિયાએ બે મિનિટમાં ₹18,500નો iPhone 12 ચોરી ફરાર થઈ ગયો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે, પોલીસે BNS હેઠળ ગુનો નોંધી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'વાળ ખેંચ્યા, ખૂબ નિર્દયતાથી મારી':'ભગવાન રામનું અપમાન સહન ન થયું', અભિજીત દીપકે પર શાહી ફેંકનાર બરખા ધ્રૂસકે-ધ્રૂસકે રડી; રેપ આરોપીનું કરી ચૂકી છે સમર્થન
    Next Article
    વાપીમાં કોર્ટના આદેશ બાદ ભાજપના બે કાઉન્સિલરો સામે FIR:બોગસ દસ્તાવેજોના આધારે ચૂંટણી લડ્યાનો આક્ષેપ, શૈક્ષણિક લાયકાત અને જન્મતારીખ અંગે વિસંગતતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment