Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરસાદી છાંટાથી રસ્તા ભીંજાયા, ગરમીથી સામાન્ય રાહત:વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર ઝરમર વરસાદ, વાવણીલાયક મેઘમહેરની પ્રતીક્ષા

    2 days ago

    દ્વારકામાં આજે બપોરે આશરે ત્રણ વાગ્યે વરસાદી છાંટાં પડ્યા હતા, જેના કારણે શહેરના અનેક વિસ્તારોના રસ્તા ભીના બન્યા હતા. આ છાંટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને નગરજનોને ગરમીમાંથી સામાન્ય રાહત મળી હતી.ચાલુ મોસમ દરમિયાન દ્વારકામાં હજુ સુધી સારો વરસાદ વરસ્યો નથી. શહેરવાસીઓ અને આસપાસના પંથકના ખેડૂતો વાવણીલાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. વારંવાર વાદળછાયું વાતાવરણ સર્જાય છે અને છૂટાછવાયા છાંટાં પડે છે, પરંતુ ધરતીની તરસ છીપાવે તેવી મેઘમહેર હજુ બાકી છે. આજે પડેલા વરસાદી છાંટાંથી રસ્તા ભીંજાયા અને લોકોમાં સારા વરસાદની આશા જાગી. હવે મેઘરાજા મન મૂકીને વરસે અને ખેડૂતોને હાશકારો આપે તેવી દ્વારકાવાસીઓની પ્રાર્થના છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો:પાટણવાવના મોટી મારડ ગામે પ્રેમીએ પ્રેમિકા અને પતિને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા
    Next Article
    લબ્ધિપ્રભ સુરીશ્વરજી આદિ ઠાણા-૪નો સહકારનગર જૈન ઉપાશ્રયમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ:ઝવેરીજિનથી દેરાસર સુધી બેન્ડવાજા સાથે નીકળ્યું સામૈયું, શ્રાવકો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment