Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ડબલ મર્ડરનો આરોપી ઝડપાયો:પાટણવાવના મોટી મારડ ગામે પ્રેમીએ પ્રેમિકા અને પતિને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા

    2 days ago

    રાજકોટના પાટણવાવ તાલુકાના મોટીમારડ ગામે વાડીમાં પતિ અને પ્રેમિકાને સાથે જોઈ જતા પ્રેમીએ બંનેને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખવાની ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ડબલ મર્ડર કરનાર આરોપી પ્રેમીની ધરપકડ કરાઈ છે. ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં રહેલી પ્રેમિકાના અન્ય વ્યક્તિ સાથે લગ્ન થઈ જતા પ્રેમી રોસે ભરાઈ ગયો હતો. લગ્ન બાદ જ્યારે પ્રેમિકા પોતાના પિતાની વાડીએ પતિ સાથે આવી ત્યારે બાજુના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો પ્રેમી ખેતરમાં દવા છંટકાવ માટે આવ્યો હતો અને ત્યારબાદ પ્રેમી સુરેશ બારીયાએ પ્રેમિકા અને તેના પતિને એક સાથે જોઈ જતા તેને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. રાત્રિના સમયે પ્રેમિકા અને તેના પતિની ક્રૂરતા પૂર્વક હત્યા કરી નાખી હતી. જોકે પોલીસે આસપાસના પાંચ કિલોમીટરના ઘરો અને 10 કિલોમીટરના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, ત્યારબાદ ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી લીધી. પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પાટણવાવ પોલીસ સ્ટેશનના મોટીમારડ ગામથી જુનાગઢ તરફના વાડી વિસ્તારમાં 13 અને 14 જુલાઈના રાત્રીના રમેશભાઇ ભૂતની વાડીમાં ભાગીયાના દીકરી અને જમાઈ હતા. ભાગીયા પોતાના કામથી મધ્યપ્રદેશ ગયા હતા. બંને પતિ-પત્ની પર અજાણ્યા વ્યક્તિ દ્વારા માથા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેને કારણે ઘટના સ્થળે જ બંનેનું મૃત્યુ થયું હતું. જેથી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આસપાસના 10 કિલોમીટરના વિસ્તારમાં CCTV ચેક કરાયા હતા જે બાદ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. હત્યા માટે જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ મળી આવ્યું ન હતું. જેથી આસપાસના 5થી 6 મીટરના ખેતરો અને વાડી વિસ્તારમાં તપાસ કરવામાં આવી. બનાવવાળી જગ્યાની આસપાસના પાંચ કિલોમીટરના ઘરોમાં ચેકિંગ કરવામાં આવ્યું. આસપાસના 10 કિલોમીટરના વિસ્તારના સરકારી અને ખાનગી સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા. આ સાથે જ એલસીબી અને પાટણવા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરવામાં આવી. બાજુના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો હતો જે બાદ ટેકનિકલ સોર્સ અને બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે, આરોપી સુરેશ કમલેશભાઈ બારીયા બાજુના ખેતરમાં ભાગિયા તરીકે રહે છે અને મૃતક મહિલા સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતો હતો. જોકે પારિવારિક કારણોસર તેના લગ્ન મરણ જનાર સાથે થઈ ન શક્યા. દોઢ વર્ષ પહેલા મૃતક રોહિત સાથે મહિલાના લગ્ન થયા હતા. પતિ-પત્નીના માથા પર પાઈપથી હુમલો કરીને પતાવી દીધા મૃતકના પિતા મધ્યપ્રદેશ ગયા હતા ત્યારે બંને પતિ પત્નીને બહારથી બે વ્યક્તિઓને ખેતરમાં દવા છાંટવા માટે બોલાવ્યા હતા. જેમાંનો એક આરોપી સુરેશ હતો. દિવસમાં જ્યારે સુરેશે પોતાની પ્રેમિકા અને તેના પતિને સાથે જોયા તો તેનું ખાર રાખી રાત્રિના હુમલો કરવાનો પ્લાન ઘડ્યો અને ત્યારબાદ મજબૂત પાઇપ લઈને રાત્રિના સમયે પહોંચ્યો અને ત્યારબાદ સૌપ્રથમ રોહિત પર હુમલો કર્યો અને તેનું મોત નીપજાવ્યું અને ત્યારબાદ તેની પત્ની પર હૂમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી. જે બાદ સવારે વાડી માલિક સવારે ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. જોકે હાલ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમને હુમલામાં ઉપયોગમાં લીધેલા સાધનો કબજે કરવાની કામગીરી ચાલુ છે. જે બનાવ બન્યો તે મહિલાના પિતાની વાડી છે આરોપી સુરેશ બારીયા મૂળ દાહોદના સિંગવડ તાલુકાના મલેકપુરનો રહેવાસી છે. તે છેલ્લા ચારથી પાંચ વર્ષથી વાડીમાં ભગીયા તરીકે કામ કરે છે. હાલ આરોપીનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી અને એક જ વ્યક્તિ દ્વારા આ હત્યા કરવામાં આવી છે. જે બનાવ બન્યો તે મહિલાના પિતાની વાડી છે. મૃતક રોહિતના પિતા કાલાવડમાં ભાગીયા તરીકે કામ કરતા હતા અને તેથી દુર્ગા સાથે લગ્ન બાદ તેનો પરિવાર પણ ત્યાં જ હતો જો કે દુર્ગાના પિતા મધ્યપ્રદેશ ગયા હોવાથી ત્રણ દિવસ પહેલા જ મૃતકો બંને અહીં વાડીમાં દવા છંટકાવ માટે આવ્યા અને તે બાદ આ બનાવ બન્યો.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી હાઈકોર્ટે કહ્યું-સારવાર માટે વાંગચુકને ઉઠાવવા તે ખોટું નથી:કોર્ટે સરકાર અને પોલીસ પાસેથી ત્રણ દિવસમાં જવાબ માંગ્યો, વચગાળાનો આદેશ આપ્યો નહીં
    Next Article
    વરસાદી છાંટાથી રસ્તા ભીંજાયા, ગરમીથી સામાન્ય રાહત:વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર ઝરમર વરસાદ, વાવણીલાયક મેઘમહેરની પ્રતીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment