Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લબ્ધિપ્રભ સુરીશ્વરજી આદિ ઠાણા-૪નો સહકારનગર જૈન ઉપાશ્રયમાં ભવ્ય ચાતુર્માસ પ્રવેશ:ઝવેરીજિનથી દેરાસર સુધી બેન્ડવાજા સાથે નીકળ્યું સામૈયું, શ્રાવકો ઉમટ્યા

    2 days ago

    બોટાદમાં નેમિસુરી સમુદાયના પૂજ્ય લબ્ધિપ્રભ સુરીશ્વરજી, જયપ્રભ સુરીશ્વરજી, જિનશાસન વિજયજી અને જિનદર્શન વિજયજી મહારાજ સાહેબનો સહકારનગર જૈન ઉપાશ્રય ખાતે ભવ્ય ચાતુર્માસ પ્રવેશ સંપન્ન થયો.મહારાજ સાહેબનું ઝવેરીજિનથી સહકારનગર જૈન દેરાસર સુધી ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેમીનય જૈન બેન્ડના સંગીતથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ ભક્તિ ગીતો અને જયઘોષ સાથે સામૈયામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે બોટાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રાવક અને શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. ભાવિકોએ પૂજ્ય મહારાજ સાહેબના દર્શન કરી વંદન કર્યા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને સંબોધતા પૂજ્ય લબ્ધિપ્રભ મહારાજ સાહેબે ચાતુર્માસના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે, ચાતુર્માસનો આ સમયગાળો તપ, સાધના અને આત્મકલ્યાણ માટેનો સુવર્ણ અવસર છે. સહકારનગર જૈન દેરાસર ખાતે આગામી ચાર મહિના સુધી મહારાજ સાહેબના પ્રવચનો અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વરસાદી છાંટાથી રસ્તા ભીંજાયા, ગરમીથી સામાન્ય રાહત:વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર ઝરમર વરસાદ, વાવણીલાયક મેઘમહેરની પ્રતીક્ષા
    Next Article
    Air India Group To Restore Full Middle East Network This Winter: Nipun Aggarwal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment