Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રોટરી, ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી:રાજેશ જયસ્વાલ રોટરી પ્રમુખ, અનિતા ભાનુશાળી ઇનર વ્હીલ; બુનેટે પદગ્રહણ કરાવ્યું

    2 days ago

    વેરાવળ રોટરી ક્લબ અને ઇનર વ્હીલ ક્લબ દ્વારા વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારોનો પદગ્રહણ સમારોહ રવિવાર, 19 જુલાઈના રોજ યોજાયો હતો. જૂનાગઢ હાઇવે સ્થિત રોટરી હોલ, શ્રી લાલજી કેશવજી ભેડા મેડિકલ સેન્ટર એન્ડ કોમ્યુનિટી હોલ ખાતે આયોજિત આ સમારોહમાં બંને સંસ્થાની નવી ટીમે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો હતો. આ સમારોહમાં રોટરી ક્લબ ઓફ વેરાવળના નવા રોટરી વર્ષ માટે રોટેરિયન રાજેશ જયસ્વાલને પ્રમુખ અને રોટેરિયન રવિ સમાણીને સેક્રેટરી તરીકે પદભાર સોંપવામાં આવ્યો હતો. પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર અને ઇન્સ્ટોલિંગ ઓફિસર અમરદીપ સિંહ બુનેટે નવી ટીમને શપથ લેવડાવી સત્તાવાર રીતે પદભાર સોંપ્યો હતો. તે જ રીતે, ઇનર વ્હીલ ક્લબ ઓફ વેરાવળની વર્ષ 2026-27ની નવી કાર્યકારિણીનું પણ પદગ્રહણ યોજાયું હતું. ક્લબના પ્રમુખ તરીકે અનિતા ભાનુશાળી અને સેક્રેટરી તરીકે ઉર્વશી ગોવરાણી તથા તેમની ટીમને ઇન્સ્ટોલિંગ ઓફિસર આઈ.ડબલ્યુ. માયાબેન વ્યાસ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભાજપના સ્ટેટ કમિટી મેમ્બર ઝવેરીભાઈ ઠાકર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરના અગ્રણી ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, રોટરી અને ઇનર વ્હીલ પરિવારના સભ્યો તેમજ આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ વેરાવળ વર્ષ દરમિયાન આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, રક્તદાન અને સામાજિક કલ્યાણના અનેક પ્રકલ્પો હાથ ધરે છે. નવી ટીમે પણ વધુ અસરકારક અને જનહિતલક્ષી સેવા પ્રવૃત્તિઓને વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોરબી કોર્પોરેટરના પતિના બંગલામાં જુગારધામ પર દરોડો:9 શખસ ઝડપાયા, 44.76 લાખનો મુદ્દામાલ જપ્ત; કોર્પોરેટરના પતિએ કહ્યું- બે દિવસ પહેલાં જ બંગલો વેચી દીધો
    Next Article
    પોરબંદરના આદિત્યાણા ગામની સીમમાં દીપડાએ ભેંસનું મારણ કર્યું:વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી, તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment