Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી કોર્પોરેટરના પતિના બંગલામાં જુગારધામ પર દરોડો:9 શખસ ઝડપાયા, 44.76 લાખનો મુદ્દામાલ જપ્ત; કોર્પોરેટરના પતિએ કહ્યું- બે દિવસ પહેલાં જ બંગલો વેચી દીધો

    1 day ago

    ટંકારાના ઘુનડા ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલો ખાતે રેન્જ આઈજીની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 9 શખસને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹24.30 લાખ સહિત કુલ ₹44.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કચ્છ રેન્જ આઈજીની ટીમને ઘુનડા ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલો નંબર A-3 માં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ₹24,30,800 રોકડા, ₹46,000ની કિંમતના નવ મોબાઈલ ફોન અને ₹20 લાખની કિંમતની બે કાર સહિત કુલ ₹44,76,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (ચરાડવા), જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (મોરબી), ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (મોરબી), નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (મોરબી), અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (ધ્રોલ), રાજેશભાઈ કરસનભાઈ ભીમાણી (નેસડાસુરજી), ચેતનભાઈ ધીરજલાલ ચીકાણી (મોરબી), જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (મોરબી) અને દેવશંકર હિમંતલાલ સીતાણી (મોરબી)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જે બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો તેનું વીજળી બિલ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણાના નામે છે. શૈલેષભાઈ મોરબી મહાપાલિકાના 8 નંબરના વોર્ડના મહિલા કોર્પોરેટરના પતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોર્પોરેટરના પતિએ આ અંગે કહ્યું કે, બે દિવસ પહેલાં જ બંગલો વેચી દીધો છે. ટંકારા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Prakash Raj, Sonakshi Sinha, Vishal Dadlani ने किया Wangchuk का समर्थन, सरकार को सुनाया! | Dipke
    Next Article
    વેરાવળ રોટરી, ઇનર વ્હીલ ક્લબના નવા હોદ્દેદારોની વરણી:રાજેશ જયસ્વાલ રોટરી પ્રમુખ, અનિતા ભાનુશાળી ઇનર વ્હીલ; બુનેટે પદગ્રહણ કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment