Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવી જેતપુરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:વાતાવરણમાં ઠંડક પ્રસરી, વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી

    1 day ago

    છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ સવારે લગભગ 10 વાગ્યાના અરસામાં ભારે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી જિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. જેના કારણે વાતાવરણમાં ગરમી અને બફારો જોવા મળતો હતો. ખેડૂતોએ બિયારણની વાવણી કર્યા બાદ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, અને વરસાદના વિરામથી તેમની ચિંતા વધી હતી. આજે સવારે પાવી જેતપુર વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. લગભગ 10 વાગ્યાની આસપાસ શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ વરસાદને કારણે ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ આગામી સમયમાં ખેતી માટે પૂરતો વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં લક્ઝુરિયસ 'મહાવીર હાઇટ્સ'માં ઝરણા વહ્યાં, મોંઘી કારો પાણીમાં ડૂબી:પાણી ભરાતા રોડ પર બેસી લોકોનો વિરોધ, 53 તાલુકામાં વરસાદ; 6 દિવસ ગાજવીજ સાથે આગાહી
    Next Article
    સાબરકાંઠામાં 24 દિવસમાં ચાંદીપુરા વાઇરસના 7 શંકાસ્પદ કેસ:3 બાળકોના મોત, 3 દર્દી વેન્ટિલેટર પર; એક બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment