Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરકાંઠામાં 24 દિવસમાં ચાંદીપુરા વાઇરસના 7 શંકાસ્પદ કેસ:3 બાળકોના મોત, 3 દર્દી વેન્ટિલેટર પર; એક બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ

    2 days ago

    સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસને લઈને ચિંતા યથાવત જોવા મળી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ 26 જૂનથી 18 જુલાઈ દરમિયાન કુલ 24 દિવસમાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના 7 કેસ નોંધાયા છે. તેમાં 6 દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ત્રણ બાળકોના મોત થયા છે, એક બાળક સાજો થઈને ડિસ્ચાર્જ થયો છે અને હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ત્રણ બાળકોના મોતથી આરોગ્ય વિભાગ સતર્ક આરોગ્ય વિભાગની માહિતી અનુસાર, 8 જુલાઈએ વડાલીના રહેડા ગામની 11 વર્ષીય બાળકી અને પોશીનાના દેમતી ગામની 2 વર્ષીય બાળકીનું હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઉપરાંત તલોદના જુના પડુસણ ગામની 14 વર્ષીય મીતાબેન કિરીટસિંહ ઝાલા સારવાર હેઠળ હતી. 14 જુલાઈએ તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને 16 જુલાઈએ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે તે જ દિવસે સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ થતાં જિલ્લામાં મૃત્યુઆંક ત્રણ પર પહોંચ્યો છે. ત્રણ દર્દીઓ હિંમતનગર અને વડનગર સિવિલમાં સારવાર હેઠળ હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તેમાં તલોદના નાના ચેખલા ગામની 3 વર્ષીય બાળકી 7 જુલાઈથી હિંમતનગર સિવિલ હોસ્પિટલના PICU વિભાગમાં સારવાર હેઠળ છે. જ્યારે પોશીનાના ઝીંઝણાટ ગામનો 10 વર્ષીય બાળક અને પોશીનાના ગણેર ગામની 3 વર્ષીય પોઝિટિવ બાળકી વડનગર સિવિલ હોસ્પિટલના PICU વિભાગમાં વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. એક બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ જિલ્લા આરોગ્ય વિભાગે જણાવ્યું કે વિજયનગર તાલુકાના બિલાડીયા ગામનો 3 વર્ષીય બાળક સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાઇરસને લઈને સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ કેસોની તપાસ તેમજ સારવારની કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાવી જેતપુરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:વાતાવરણમાં ઠંડક પ્રસરી, વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી
    Next Article
    વૃદ્ધા રાત્રે રસ્તો ભૂલ્યા, અભયમ ટીમે પરિવાર સાથે મિલન.:જાગૃત નાગરિકના કોલથી 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા, પુત્ર અને પુત્રવધૂને વૃદ્ધાની યોગ્ય સંભાળ રાખવા સમજાવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment