Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધા રાત્રે રસ્તો ભૂલ્યા, અભયમ ટીમે પરિવાર સાથે મિલન.:જાગૃત નાગરિકના કોલથી 181 અભયમ ટીમે સુરક્ષિત ઘરે પહોંચાડ્યા, પુત્ર અને પુત્રવધૂને વૃદ્ધાની યોગ્ય સંભાળ રાખવા સમજાવાયા

    2 दिन पहले

    પોરબંદરમાં મોડી રાત્રે રસ્તો ભૂલી ગયેલા એક વૃદ્ધાનું ૧૮૧ અભયમ હેલ્પલાઇન ટીમે તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. એક જાગૃત નાગરિકના કોલ બાદ અભયમ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી વૃદ્ધાને સુરક્ષિત તેમના ઘરે પહોંચાડ્યા હતા. ૧૮૧ અભયમ હેલ્પલાઇન પર એક જાગૃત નાગરિકે નિ:સહાય વૃદ્ધાની સલામતી માટે કોલ કર્યો હતો. માહિતી મળતા જ અભયમ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે વૃદ્ધા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેઓ પોતાના ઘરે જઈ રહ્યા હતા પરંતુ રસ્તો ભૂલી ગયા છે. વૃદ્ધા પોતાનું સરનામું યાદ કરી શકતા ન હતા. અભયમ ટીમના કુશળ કાઉન્સેલિંગ અને જાગૃત નાગરિકના સંપર્ક દ્વારા મિનિટોમાં જ વૃદ્ધાના પરિવારનો સંપર્ક થયો હતો. પરિવારે વૃદ્ધા સુરક્ષિત હોવાની જાણ કરવામાં આવી હતી. થોડી જ વારમાં વૃદ્ધાનું તેમના પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવવામાં આવ્યું. વૃદ્ધા મોડી રાત્રે સુરક્ષિત રીતે પોતાના પરિવાર પાસે પહોંચતા પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. જાણવા મળ્યું હતું કે વૃદ્ધા લગભગ એક કલાક પહેલા કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ૧૮૧ ટીમે વૃદ્ધાના પુત્ર અને પુત્રવધૂને તેમની યોગ્ય સંભાળ રાખવા માટે સમજાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં 24 દિવસમાં ચાંદીપુરા વાઇરસના 7 શંકાસ્પદ કેસ:3 બાળકોના મોત, 3 દર્દી વેન્ટિલેટર પર; એક બાળક સંપૂર્ણ સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ
    Next Article
    દારૂ ભરેલી કીઆ સેલ્ટોસ કાર સાથે એક ઝડપાયો:ધ્રાંગધ્રા હાઈવે પરથી 1872 બોટલ વિદેશી દારૂ, ₹7.72 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment