Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં લક્ઝુરિયસ 'મહાવીર હાઇટ્સ'માં ઝરણા વહ્યાં, મોંઘી કારો પાણીમાં ડૂબી:પાણી ભરાતા રોડ પર બેસી લોકોનો વિરોધ, 53 તાલુકામાં વરસાદ; 6 દિવસ ગાજવીજ સાથે આગાહી

    1 day ago

    ચાલુ સિઝનમાં રાજ્યમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયા બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ અઢી ઈંચ નોંધાયો છે. આજે (19 જુલાઈ) સુરત શહેરમાં વહેલી સવારે પડેલા બે ઈંચથી વધુ વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો અને ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત નવસારીમાં બે કલાકમાં પોણા બે ઈંચ તેમજ મોડીરાત્રે અમદાવાદ અને જૂનાગઢમાં પણ મેઘમહેર થઈ હતી. હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને અસહ્ય ગરમીથી મોટી રાહત મળી છે. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સુરતમાં બે ઈંચ વરસાદમાં જળબંબોળ, VIP રોડની લક્ઝુરિયસ સોસાયટીમાં ઝરણા વહ્યાં; પાલિકા સામે રોષ સુરત શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી શરૂ થયેલા ધોધમાર વરસાદમાં માત્ર થોડા જ સમયમાં બે ઈંચથી વધુ પાણી ખાબકતાં સમગ્ર શહેર ફરી જળબંબોળ બન્યું છે, જેને પગલે મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. શહેરના ઉધના રેલવે ગરનાળા, ઉધના-નવસારી રોડ અને રામપુરામાં ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. સૌથી વિકટ સ્થિતિ શહેરના સૌથી પોશ અને લક્ઝુરિયસ ગણાતા VIP રોડ વિસ્તારમાં આવેલી 'મહાવીર હાઇટ્સ' નામની બહુમાળી ઇમારતમાં સામે આવી છે. અહીં વરસાદને કારણે સમગ્ર પ્રીમાઇસીસ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે સોસાયટીના રહીશો અને વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે આજુબાજુનું તમામ પાણી સોસાયટીના કેમ્પસમાં ભરાઈ ગયું છે. જોતજોતામાં વરસાદી પાણી સોસાયટીના અંડરગ્રાઉન્ડ બેઝમેન્ટ પાર્કિંગમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોમર્શિયલ દુકાનોમાં ઘૂસી ગયા હતા. પાર્કિંગમાં પાણી ભરાઈ જવાને કારણે મોંઘીદાટ ફોર-વ્હીલર અને ટુ-વ્હીલર ગાડીઓ અડધે સુધી પાણીમાં ડૂબી ગઈ છે, જેથી વાહનોના એન્જિન બગડી જવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ રહીશો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોમાં પાણી ઘૂસી જતાં અંદર રાખેલો કિંમતી સામાન, ફર્નિચર અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ પલળીને નાશ પામી છે. વેપારીઓનો આક્ષેપ છે કે, સિઝનના ધંધાના સમયે જ પાણી ભરાઈ જવાથી તેમને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. નવસારીમાં બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદથી માર્ગો પાણી-પાણી, અસહ્ય ગરમી બાદ ઠંડક દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે, જેના ભાગરૂપે રવિવારે વહેલી સવારથી જ નવસારી શહેર અને જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. સવારના પ્રારંભિક કલાકોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ જતાં વિઝિબિલિટી ઘટી ગઈ હતી અને ત્યારબાદ પવનના સુસવાટા તથા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવારે 8થી 10 વાગ્યા સુધીના માત્ર બે જ કલાકમાં 1.39 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના બળબળતા ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ તૂટી પડેલા આ વરસાદને પગલે સમગ્ર પંથકના તાપમાનમાં મોટો ઘટાડો થતાં સ્થાનિકોએ ભારે રાહત અનુભવી છે. ચાલુ સિઝનમાં 32 ટકા ઓછો વરસાદ રાજ્યમાં અત્યાર સુધી અપેક્ષા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. એટલે કે ચાલુ સિઝનમાં અત્યાર સુધી 32 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં આ વર્ષે હજુ સુધી નોંઘપાત્ર વરસાદ નોંધાયો નથી. 24 જૂને ગુજરાતમાં ચોમાસાએ એન્ટ્રી કરી હતી, એટલે કે 25 દિવસ થયા છતા કચ્છના ચાર તાલુકા અબડાસા, લખપત, માંડવી અને મુન્દ્રા કોરાધાકોડ છે. અમદાવાદ-દ્વારકારમાં પણ ભારે વરસાદની ઘટ અમદાવાદમાં 227 મિમી (8.94 ઇંચ) વરસાદની સામે અત્યાર સુધી 115 મિમી (4.53 ઇંચ) વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ 47 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો અત્યાર સુધીમાં 255.7 મિમી (10.07 ઇંચ) વરસાદની સામે 137 મિમી (5.39 ઇંચ) વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દ્વારકામાં અત્યાર સુધી 233 મિમી (9.17 ઇંચ) વરસાદની સામે માત્ર 8.4 મિમી વરસાદ નોંધાયો છે. એટલે કે દ્વારકામાં 96 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. 6 દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી આગામી 6 દિવસ સુધી ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના મોટાભાગના શહેરમાં 18 જુલાઈએ મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. કંડલા 37 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું. ડીસા અને ભુજમાં ગરમીનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ રહ્યો. અમદાવાદ અને અમરેલીમાં તાપમાનમાં સૌથી વધુ 1.8°Cનો ઘટાડો જોવા મળ્યો છે. નર્મદા સહિત રાજ્યના 207 જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક: કુલ સંગ્રહ 40%ને પાર, 11 ડેમ હાઈ-એલર્ટ રાજ્યમાં ચાલુ ચોમાસાની સિઝન વચ્ચે જળ સંકટના વાદળો દૂર થઈ રહ્યા છે અને જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ 2,25,754 mcft પાણીનો જીવંત જથ્થો ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 67.57% જેટલો થવા જાય છે. ડેમની હાલની સપાટી 418.93 ફીટ પર પહોંચી છે અને તેમાં 36,800 ક્યુસેક પાણીની પ્રચંડ આવક નોંધાઈ રહી છે. નર્મદા સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોની વાત કરીએ તો, તેમાં અત્યાર સુધીમાં 2,27,464 mcft પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 40.77% છે. ભારે વરસાદને પગલે રાજ્યના 6 ડેમ સંપૂર્ણપણે એટલે કે 100% ભરાઈ ચૂક્યા છે, જેમાં અમરેલીના ધાતરવડી અને સૂરજવડી, ભાવનગરના રોઝકી અને શેત્રુંજી, સુરેન્દ્રનગરનો વનસલ અને તાપીના દોસવાડા ડેમનો સમાવેશ થાય છે. રાજ્યના 11 ડેમને 'હાઈ એલર્ટ', 3 ડેમ 'એલર્ટ’ પર જળ સપાટીમાં થઈ રહેલા આ વધારાને પગલે વન વિભાગ અને ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. હાલની સ્થિતિએ રાજ્યના 11 ડેમને 'હાઈ એલર્ટ', 3 ડેમને 'એલર્ટ' તેમજ 13 જળાશયોને 'વોર્નિંગ' પર રાખવામાં આવ્યા છે. મુખ્ય ડેમો પૈકી મહીસાગરનો વણાકબોરી ડેમ 97.8% અને છોટાઉદેપુરનો સુખી ડેમ 72.45% ભરાઈ ચૂક્યા છે, જ્યારે પાનામ 54.02% અને ધરોઈ ડેમ 46.15% પાણીથી ભરાયા છે. દક્ષિણ ગુજરાતના મહત્વના ઉકાઈ ડેમમાં હાલ 39.85% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ડેમોમાં પાણીની સ્થિતિ સંતોષજનક રીતે વધી રહી હોવાથી આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા હલ થશે, જોકે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના અને હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Opposition Boycott All Party Meeting: सर्वदलीय बैठक से विपक्ष ने क्यों किया वॉकआउट? Monsoon Session
    Next Article
    પાવી જેતપુરમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ:વાતાવરણમાં ઠંડક પ્રસરી, વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment