Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીના એરૂ ગામમાં આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો:તબીબી તપાસ બાદ માનવવસ્તીથી દૂર જંગલમાં મુક્ત કરાશે

    3 days ago

    નવસારી નજીકના એરૂ ગામમાં છેલ્લા ઘણા દિવસથી આતંક મચાવતો દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે. દીપડાની અવરજવરને કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ભયનો માહોલ હતો, જે દીપડો પકડાતા જ દૂર થયો છે.એરૂ ગામના ખેતર અને વાડી વિસ્તારમાં દીપડાના સતત દેખાવાથી ગ્રામજનોએ સામાજિક વનીકરણ વિભાગ (સુપા રેન્જ)ને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજીને વન વિભાગે તાત્કાલિક પાંજરું ગોઠવવાની કાર્યવાહી હાથ ધરી હતી.વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર અનિતાબેન પટેલ અને મહિલા ગાર્ડ જીગ્નાશા ટંડેલની દેખરેખ હેઠળ, ખેડૂત નગીનભાઈ પટેલના ખેતર નજીક આવેલા ખલીફા ફળિયામાં શિકાર સાથેનું પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજે 19 જુલાઈની વહેલી સવારે શિકારની લાલચમાં આશરે દોઢ વર્ષની ઉંમરનો દીપડો પાંજરામાં પ્રવેશતા જ તે કેદ થઈ ગયો.દીપડો પાંજરે પુરાયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને દીપડાનો કબજો મેળવ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડાની જરૂરી તબીબી તપાસ કરવામાં આવશે.તબીબી તપાસમાં દીપડો સંપૂર્ણ સ્વસ્થ હોવાની ખાતરી થયા બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ એરૂ ગામના લોકોએ મોટી રાહત અનુભવી છે.
    Click here to Read More
    Previous Article
    મંદિરોમાંથી ચોરી કરતી 'ગરાસીયા ટોળકી'ના 3 ઝડપાયા:છેલ્લા 4 વર્ષના 15 ગુનાના ભેદ ઉકેલાયા, મહેસાણા LCBની મોટી સફળતા
    Next Article
    સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં અધ્યાપકોની 35, વર્ગ 3ની 70% જગ્યા ખાલી:નવી બ્રાન્ચ શરૂ થઈ પણ સ્ટાફની ભરતી ન થતા મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, ખાલી જગ્યા તાત્કાલિક ભરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment