Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં અધ્યાપકોની 35, વર્ગ 3ની 70% જગ્યા ખાલી:નવી બ્રાન્ચ શરૂ થઈ પણ સ્ટાફની ભરતી ન થતા મંડળે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, ખાલી જગ્યા તાત્કાલિક ભરવા માગ

    2 days ago

    રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં વિદ્યાર્થીઓની બેઠકો વધારી દેવામાં આવી, પરંતુ તે પ્રમાણે શિક્ષણ સ્ટાફની ભરતી ન થતા હવે ગુણવત્તાયુક્ત શિક્ષણ પર સવાલો ઊભા થયા છે. ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને તાત્કાલિક શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની માગ કરી છે. નવી બેઠકો અને નવા કોર્સ શરૂ થયા બાદ પણ ચાર વર્ષથી જરૂરી સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી, જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને પર ભાર વધ્યો છે. સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં 1,464 નવી બેઠકો ઉમેરાઈ રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશની બેઠકોમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના રી-સ્ટ્રક્ચરિંગના નિર્ણય બાદ વિવિધ સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં કુલ 1,464 નવી બેઠકો ઉમેરવામાં આવી છે. આ નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓને સરકારી કોલેજોમાં અભ્યાસની તક મળી રહી છે. સ્ટાફની ભરતી ન થતા મંડળે કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો જોકે, આ વધારાની બેઠકોને અનુરૂપ શિક્ષણ વ્યવસ્થા મજબૂત કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો આક્ષેપ ગુજરાત રાજ્ય સરકારી ઇજનેરી કોલેજ શૈક્ષણિક રાજ્યપત્રિત અધિકારી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે નવી બેઠકો, નવા કોર્સ અને વધેલા એકેડમિક લોડને ધ્યાનમાં રાખીને આજદિન સુધી પૂરતો શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક સ્ટાફ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો નથી. છેલ્લા ચાર વર્ષમાં કોઈ ભરતી કરવામાં આવી નથી વર્ષ 2022થી AICTEના ધોરણો અનુસાર અનેક સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં નવા વિભાગો અને કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. તેમાં રોબોટિક્સ એન્ડ ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, ડેટા સાયન્સ, ICT અને EI જેવા આધુનિક અભ્યાસક્રમોનો સમાવેશ થાય છે. હવે આ કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનો પ્રથમ બેચ પણ ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. છતાં આ તમામ કોર્સ માટે જરૂરી નિષ્ણાત પ્રોફેસરો, લેબ સ્ટાફ અને અન્ય શૈક્ષણિક માળખું પૂરતું ઉપલબ્ધ કરવામાં આવ્યું નથી. છેલ્લા ચાર વર્ષમાં આ દિશામાં કોઈ અસરકારક ભરતી કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવામાં મુશ્કેલી પડી રહી છે અને હાલના શિક્ષકો પર પણ કામનો બોજ વધ્યો હોવાનો પત્રમાં દાવો કરવામાં આવ્યો છે. અધ્યાપકોની 35, વર્ગ 3ની 70% જગ્યા ખાલી વિવિધ સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં શિક્ષણ સ્ટાફની સ્થિતિના આંકડા પણ પાત્રમાં રજૂ કરવામાં આવ્યા છે. જેમાં એલ.ડી. કોલેજમાં કુલ 89 શિક્ષકોની ઘટ હોવાનું દર્શાવાયું છે. ચાંદખેડાની VGECમાં 35, ગાંધીનગરની GECમાં 40, સુરતની એસ.એસ.ગાંધી કોલેજમાં 15 અને GEC રાજકોટમાં 30 શિક્ષકોની ઘટ હોવાનું સામે આવ્યું છે. એસોસિએશનનો દાવો છે કે, રાજ્યની તમામ 16 સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં મળીને કુલ 310 શૈક્ષણિક પદો ખાલી છે. તેમજ વર્ગ-3ના બિનશૈક્ષણિક કર્મચારીઓમાં પણ લગભગ 70 ટકા જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. આવી સ્થિતિમાં કોલેજોના વહીવટી કામથી લઈને લેબોરેટરી, લાઇબ્રેરી, વિદ્યાર્થી શાખા, હોસ્ટેલ અને પરીક્ષા વ્યવસ્થા સુધીના તમામ કામ પર સીધી અસર પડી રહી છે. આ ત્રણ મુખ્ય માગણીઓ છે એસોસિએશને કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ ત્રણ મુખ્ય માગણીઓ મૂકી છે. જેમાં રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં ટીચીંગ સ્ટાફનું તાત્કાલિક રી-સ્ટ્રક્ચરિંગ કરીને ખાલી જગ્યાઓ ભરવામાં આવે. જ્યાં નવી બેઠકો અને નવા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે ત્યાં રિવાઇઝડ એકેડેમિક લોડ અનુસાર જરૂરી ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફની તાત્કાલિક ભરતી કરવામાં આવે. તેમજ વર્ષોથી બાકી રહેલી શિક્ષકોની રિક્વેસ્ટ ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. જો સમયસર ભરતી નહીં થાય તો ગુણવત્તાયુક્ત ટેક્નિકલ શિક્ષણ પર ગંભીર અસર પડશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સમાધાન કરવાની સ્થિતિ સર્જાશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીના એરૂ ગામમાં આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો:તબીબી તપાસ બાદ માનવવસ્તીથી દૂર જંગલમાં મુક્ત કરાશે
    Next Article
    સુરેન્દ્રનગરમાં મચ્છરોના ઉપદ્રવ અને ચાંદીપુરા વાયરસ નિવારણ માટે કામગીરી:મહાનગરપાલિકાએ કાચા મકાનો, શ્રમિક વિસ્તારોમાં મેલેથીઓન અને ચુનાનો છંટકાવ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment