Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરોમાંથી ચોરી કરતી 'ગરાસીયા ટોળકી'ના 3 ઝડપાયા:છેલ્લા 4 વર્ષના 15 ગુનાના ભેદ ઉકેલાયા, મહેસાણા LCBની મોટી સફળતા

    3 days ago

    મહેસાણા LCB પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.કામળીયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવીને મંદિર ચોરી અને ઘરફોડ ચોરી કરનારા ઈસમો પર વોચ રાખવામાં આવી રહી હતી. આ દરમિયાન મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે. જેમાં છેલ્લા ચાર વર્ષથી મંદિરોને નિશાન બનાવતી કુખ્યાત આંતરરાજ્ય 'ગરાસીયા ટોળકી'ના ત્રણ સાગરીતોને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ ધરપકડની સાથે જ મહેસાણા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા મંદિર ચોરીના 15 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મંદિરમાંથી ચોરી કરતા ત્રણને દબોચ્યા LCBની ટીમ જ્યારે મહેસાણા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, ત્યારે PSI એ.ડી.કાકરેચા અને પોલીસ કોન્સ્ટેબલ જોરાજી કડવાજીને સંયુક્ત રીતે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મહેસાણાથી ઊંઝા તરફ જતા રોડ પર હેરિટેજ હોટેલની સામે એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે ત્રણ ઈસમો ઉભા છે અને તેમની પાસે ચોરીના ચાંદીના છત્તરો છે. આ બાતમીના આધારે પોલીસે ત્વરિત દરોડો પાડીને ઘટનાસ્થળેથી રાજસ્થાનના આબુરોડ જિલ્લાના પિંડવાડા તાલુકાના વલ્લી પંચાયતના રહેવાસી પલ્લારામ હુસારામ ગરાસીયા (ઉં.વ. 45), લીબારામ ઉર્ફે રીંગણા અંબારામ ગરાસીયા (ઉં.વ. 44) અને લાલારામ ગંગારામ ગરાસીયા (ઉં.વ. 35) ને ઝડપી લીધા હતા. વર્ષ 2022થી 2025માં મંદિરોને નિશાન બનાવ્યા પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ₹1,500ની કિંમતના ચાંદીના 3 છત્તરો અને ₹30,000ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કર્યું હતું. આરોપીઓની સઘન અને કડક પૂછપરછ દરમિયાન તેઓએ ચોંકાવનારી કબૂલાત કરી હતી કે, તેઓ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને લાલારામની ઇકો ગાડી લઈને નીકળતા હતા અને વર્ષ 2022થી 2025 દરમિયાન મહેસાણા જિલ્લાના આજુબાજુના નાના-મોટા મંદિરોને નિશાન બનાવતા હતા. ભગવાનની મૂર્તિ બનાવવાનું કામ કરતા તેઓ મંદિરોમાંથી માતાજીની સોનાની નથણી, ચાંદીના છત્તરો, પાદુકા અને દાનપેટીઓની ચોરી કરતા હતા. આ આરોપીઓ પથ્થરમાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવાનું કામ કરતા હોવાથી તેઓ અવારનવાર જુદા-જુદા મંદિરોમાં જતા હતા અને લોકેશન મેપ દ્વારા મંદિરોની રેકી કરીને ચોરીને અંજામ આપતા હોવાની મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો પોલીસે આ ગેંગ પાસેથી કુલ ₹ 1,50,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ચાંદીના નાના-મોટા 46 નંગ છત્તર, ચાંદીની એક જોડ પાદુકા, એક ચાંદીનો મુગટ, એક સોનાની નથણી અને મોટરસાયકલનો સમાવેશ થાય છે, જેનું કુલ વજન આશરે 830 ગ્રામ જેટલું થાય છે. આ કામગીરીના કારણે ઊંઝા, મહેસાણા તાલુકા, મોઢેરા, વિસનગર તાલુકા, લાંઘણજ, ખેરાલુ, કડી, બેચરાજી અને ઉનાવા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા ચોરીના 15 ગુનાઓ ડિટેક્ટ થયા છે. ત્રણ વોન્ટેડને પકડવા તપાસનો ધમધમાટ પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું છે કે તેઓ વડોદરા શહેર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓ જેવા કે ભરૂચ (નબીપુર), કરજણ, સુરત ગ્રામ્ય (કામરેજ), વલસાડ રૂરલ, પાટણ (ચાણસ્મા અને સિદ્ધપુર), અમદાવાદ ગ્રામ્ય (કોઠ) અને ખેડા (ઉમરેઠ) ના આઠથી વધુ ગુનાઓમાં નાસતા-ફરતા હતા. હાલમાં આ તમામ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મોઢેરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. આ ગુનામાં સામેલ અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓ પીપારામ ગરાસીયા, સીનારામ ગરાસીયા અને લાડુરામ ગરાસીયાને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર સફળ કામગીરી એલ.સી.બી.ના પીએસઆઈ એ.ડી. કાકરેચા, બી.એ. પરમાર તથા એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બે મિનિટમાં IPHONEની ચોરી, CCTV:સુરતના પાંડેસરામાં બાબા ટેલિકોમમાં ગ્રાહક બનીને ગઠિયો ઘૂસ્યો, સેલ્સમેનની નજર ચૂકવી મોબાઈલ ચોરી રફૂચક્કર થયો
    Next Article
    નવસારીના એરૂ ગામમાં આતંક મચાવતો દીપડો પાંજરે પુરાયો:તબીબી તપાસ બાદ માનવવસ્તીથી દૂર જંગલમાં મુક્ત કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment