Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મિનિટમાં IPHONEની ચોરી, CCTV:સુરતના પાંડેસરામાં બાબા ટેલિકોમમાં ગ્રાહક બનીને ગઠિયો ઘૂસ્યો, સેલ્સમેનની નજર ચૂકવી મોબાઈલ ચોરી રફૂચક્કર થયો

    3 days ago

    સુરત માં ફરી એકવાર ચોરીની ઘટના સામે આવી છે, જેમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી એક મોબાઇલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલો એક અજાણ્યો ચોર સેલ્સમેનની નજર ચૂકવીને કિંમતી આઇફોન ચોરીને ફરાર થઇ ગયો છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ભોગ બનનાર વેપારીએ આ અંગે પોલીસ મથકમાં ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ ગત રોજ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરાવી છે. ગ્રાહક બનીને આવ્યો અને સેલ્સમેન અન્ય ગ્રાહકોમાં વ્યસ્ત થતાં જ હાથફેરો કર્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉધના વિસ્તારમાં રહેતા અને પાંડેસરાના પિયુષ પોઇન્ટ પાસે આવેલા જલારામ નગરમાં 'બાબા ટેલિકોમ' નામની મોબાઇલની દુકાન ધરાવતા જીતેન્દ્ર કાળુભાઇ ઇંદવેએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ગત 13 જુલાઈ 2026ના રોજ બપોરે આશરે ત્રણેક વાગ્યાના સુમારે જીતેન્દ્રભાઈ પોતાની દુકાને હાજર હતા. આ દરમિયાન દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરતો મહર્ષિ સુરતી ગ્રાહકોને મોબાઇલ બતાવી રહ્યો હતો. ત્યારે જ એક અજાણ્યો ઇસમ મોબાઇલ ખરીદવાના બહાને દુકાનમાં આવ્યો હતો. સેલ્સમેનની નજર ચૂકવીને ત્યાંથી પલાયન થઈ ગયો મહર્ષિ આ અજાણ્યા શખ્સને મોબાઇલ ફોન બતાવી રહ્યો હતો, તે જ સમયે દુકાનમાં અન્ય ગ્રાહકો પણ આવી પહોંચ્યા હતા. જેથી સેલ્સમેન મહર્ષિ બાજુના કાઉન્ટર પર અન્ય ગ્રાહકોને એટેન્ડ કરવા માટે ગયો હતો. આ તકનો લાભ ઉઠાવીને ગ્રાહક બનીને આવેલા અજાણ્યા તસ્કરે કાઉન્ટર પર રાખેલો બ્લૂ કલરનો એપલ કંપનીનો IPHONE 12 ચોરી લીધો હતો અને સેલ્સમેનની નજર ચૂકવીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. પોતાની રીતે શોધખોળ કર્યા બાદ વેપારીએ પોલીસના દ્વાર ખખડાવ્યા સેલ્સમેન મહર્ષિ જ્યારે અન્ય ગ્રાહકોને પતાવીને પરત પોતાના કાઉન્ટર પર આવ્યો ત્યારે ત્યાં પેલો અજાણ્યો ગ્રાહક કે આઇફોન જોવા મળ્યા ન હતા. દુકાનદારે આજુબાજુમાં તે ઇસમની ઘણી શોધખોળ કરી હતી પરંતુ તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે મોબાઇલ ચોરી થયાનો અહેસાસ થતાં વેપારી જીતેન્દ્રભાઈએ ઓનલાઇન પોર્ટલ મારફતે e-FIR નોંધાવી હતી. ત્યારબાદ ગઈકાલે ૧૮ જુલાઈના રોજ તેઓએ પાંડેસરા પોલીસ મથકે રૂબરૂ આવીને કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે. BNS હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી આ મામલે પાંડેસરા પોલીસે ફરિયાદી જીતેન્દ્ર ઇંદવેની ફરિયાદના આધારે અજાણ્યા ચોર વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ પાંડેસરા પોલીસ સ્ટેશનના આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર (ASI) દિગંબર પુંડલીકભાઇ કુલકર્ણી ચલાવી રહ્યા છે. પોલીસ દુકાનના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરનું સગડ મેળવવા અને તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    30 વર્ષ પછી ઘરે પરત ફરશે જવાનનો મૃતદેહ:માઉન્ટ એવરેસ્ટ પર વાવાઝોડામાં ફસાયા હતા લદ્દાખના દોરજે, 26000 ફૂટ ઉપર ગુફામાં શરીર
    Next Article
    મંદિરોમાંથી ચોરી કરતી 'ગરાસીયા ટોળકી'ના 3 ઝડપાયા:છેલ્લા 4 વર્ષના 15 ગુનાના ભેદ ઉકેલાયા, મહેસાણા LCBની મોટી સફળતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment