Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    30 વર્ષ પછી ઘરે પરત ફરશે જવાનનો મૃતદેહ:માઉન્ટ એવરેસ્ટ પર વાવાઝોડામાં ફસાયા હતા લદ્દાખના દોરજે, 26000 ફૂટ ઉપર ગુફામાં શરીર

    3 दिन पहले

    માઉન્ટ એવરેસ્ટની બર્ફીલી ચોટીઓ પર 26,247 ફૂટ ઊંચા 'ડેથ ઝોન'માં છેલ્લા 30 વર્ષથી એક પર્વતારોહકનું શરીર બરફમાં જામી ગયું છે. પગમાં લીલા બૂટ હોવાને કારણે દુનિયા તેને 'ગ્રીન બૂટ્સ'ના નામથી ઓળખતી રહી. વર્ષો સુધી તેને ITBPના હેડ કોન્સ્ટેબલ શેવાંગ પાલ્જોરનો મૃતદેહ માનવામાં આવ્યો, પરંતુ તાજેતરમાં થયેલા DNA ટેસ્ટથી પુષ્ટિ થઈ કે આ લાન્સ નાયક દોરજે મોરુપનો પાર્થિવ દેહ છે. હવે 30 વર્ષની રાહ જોયા પછી આ વર્ષે ઓક્ટોબર સુધીમાં લદ્દાખમાં દોરજેના પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. દોર્જે મોરુપ, શેવાંગ પાલ્જોર અને સુબેદાર શેવાંગ સમનલા 1996માં તિબેટના ઉત્તરીય માર્ગથી એવરેસ્ટ સર કરવા નીકળેલી પ્રથમ ભારતીય ત્રણ સભ્યોની ટીમનો ભાગ હતા. 10 મે 1996ના રોજ શિખર નજીક ત્રણેય ભયાનક બર્ફીલા તોફાનમાં ફસાઈ ગયા હતા. આ અભિયાન બાદમાં '1996 માઉન્ટ એવરેસ્ટ ડિઝાસ્ટર'ના નામથી ઓળખાયું, જેમાં તે સિઝનમાં 12 પર્વતારોહકોના મોત થયા હતા. 75 વર્ષીય પત્ની બોલ્યા- તેમને જોઈને જ છેલ્લો શ્વાસ લઈશ ભાસ્કરે દોરજેના ઘરે પહોંચીને તેમની પત્ની કોનચોક યાંગસ્કિટ સાથે મુલાકાત કરી. 75 વર્ષીય કોનચોક હવે સાંભળી શકતા નથી. તેઓ પતિના પેન્શન પર ગુજરાન ચલાવે છે. જ્યારથી પુત્ર ફુંતસોગ દોરજેએ પિતાનો મૃતદેહ લાવવાના મિશનની જાણ કરી છે, ત્યારથી તેઓ રડી રહ્યા છે. તેમણે પુત્રને કાગળ પર લખીને આપ્યું છે કે તેમની છેલ્લી ઈચ્છા એકવાર પતિને જોવાની છે. તેમણે લખ્યું, “તેમને જોઈને જ છેલ્લો શ્વાસ લઈશ.” દોરજેના પુત્ર ફુંતસોગ ભારતીય સેનામાં છે. તેમણે જણાવ્યું કે ITBP તરફથી તેમને હજુ સુધી મિશનની સંપૂર્ણ જાણકારી મળી નથી. માતાએ પિતાની રાહ જોવામાં આખી જિંદગી રડી-રડીને વિતાવી દીધી. હવે તેમની આંખોમાં આશા દેખાઈ રહી છે. એવરેસ્ટ ચડનારાઓ માટે ગ્રીન બૂટ્સ લેન્ડમાર્ક બની ગયું હતું 1996 માં બ્રિટિશ પર્વતારોહક અને ફિલ્મમેકર મેટ ડિકિન્સને પ્રથમ વખત બરફમાં ફસાયેલા દોરજે મોરુપના મૃતદેહનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. પાછળથી આ ફૂટેજ 'સમિટ ફીવર' ડોક્યુમેન્ટરીમાં પણ બતાવવામાં આવી હતી. પગમાં પહેરેલા લીલા રંગના બૂટને કારણે આ મૃતદેહને 'ગ્રીન બૂટ્સ' નામ આપવામાં આવ્યું. આ મૃતદેહ એવરેસ્ટના ઉત્તરીય માર્ગ પર એક નાની ગુફામાં પડ્યો હતો જે 'ગ્રીન બૂટ્સ ગુફા' નામથી પ્રખ્યાત થયો. શિખર પર જનારા લગભગ બધા પર્વતારોહકો આ જ રસ્તેથી પસાર થતા હતા. તેમના માટે આ રસ્તાની ઓળખ (લેન્ડમાર્ક) બની ગયું હતું. 30 વર્ષ સુધી મૃતદેહ કેમ બહાર કાઢી શકાયો નહીં? દોરજેનો મૃતદેહ જ્યાં છે, તે 8 હજાર મીટર (લગભગ 26,247 ફૂટ) થી ઉપરનો 'ડેથ ઝોન' છે. અહીં સમુદ્ર સપાટીની સરખામણીમાં માત્ર લગભગ 33% ઓક્સિજન હોય છે. આટલી ઊંચાઈ પર શરીર ઝડપથી પ્રતિક્રિયા આપવા લાગે છે. કોષો મરવા લાગે છે. અહીં હેલિકોપ્ટર પણ પહોંચી શકતા નથી. તેથી અહીંથી મૃતદેહ પાછો લાવવો એ વિશ્વના સૌથી મુશ્કેલ અભિયાનોમાંનો એક ગણાય છે. આ જ કારણ છે કે એવરેસ્ટ પર મૃત્યુ પામેલા 340 થી વધુ પર્વતારોહકોના મોટાભાગના મૃતદેહો આજે પણ ત્યાં જ પડ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Sonam Wangchuk News Live Updates: Delhi High Court agrees to urgently hear plea by Sonam Wangchuk’s wife
    Next Article
    બે મિનિટમાં IPHONEની ચોરી, CCTV:સુરતના પાંડેસરામાં બાબા ટેલિકોમમાં ગ્રાહક બનીને ગઠિયો ઘૂસ્યો, સેલ્સમેનની નજર ચૂકવી મોબાઈલ ચોરી રફૂચક્કર થયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment