Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો:દીકરીના જન્મ અને ઘરકામ બાબતે સાસરિયાનો ત્રાસ, બહુચરાજી પોલીસમાં ફરિયાદ

    2 days ago

    દીકરીનો જન્મ થતાં "અમારે દીકરી નહીં પણ દીકરો જોઈએ છે" તેમ કહી શારીરિક-માનસિક ત્રાસ આપતા અને ઘરકામ બાબતે અવારનવાર મેણાં-ટોણાં મારી ઝઘડો કરતા સાસરિયાંથી કંટાળીને એક 22 વર્ષીય પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પરિણીતાએ પોતાના સાસુ, સસરા,જેઠ અને જેઠાણી વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અવારનવાર દીકરીના જન્મ બાબતે મેણાં-ટોણાં મારતા દેત્રોજ તાલુકાના કુકવાવ ગામના વતની હિરલબાના લગ્ન પાંચ વર્ષ અગાઉ બહુચરાજીની આસોપાલવ સોસાયટીમાં રહેતા જયપાલસિંહ વિષ્ણુભા ઝાલા સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું સારું ચાલ્યું હતું, પરંતુ દોઢ વર્ષ અગાઉ હિરલબાએ દીકરીને જન્મ આપતાં જ સાસરિયાંનો અસલી ચહેરો સામે આવ્યો હતો. સાસુ મનહરબા, સસરા વિષ્ણુભા પ્રહલાદસિંહ, જેઠ રાજપાલસિંહ અને જેઠાણી રાધિકાબા અવારનવાર દીકરીના જન્મ બાબતે મેણાં-ટોણાં મારતા હતા. આ ઉપરાંત, "તને ઘરકામ કે રસોઈ કરતા આવડતું નથી" તેમ કહીને અવારનવાર ઝઘડો કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. ઘરકામ બાબતે ઝઘડો કર્યો હતો સાસરિયાના આ ત્રાસથી કંટાળીને પરિણીતા ઘણીવાર રિસાઈને પિયર જતી રહેતી હતી, પરંતુ માતા-પિતા ઘર ન બગડે તે માટે સમજાવીને પરત મોકલી આપતા હતા. બે દિવસ અગાઉ જ હિરલબા પિયરેથી સાસરીમાં પરત આવ્યા હતા. દરમિયાન 18 જુલાઈના રોજ સવારે દસેક વાગ્યે તેઓ ઘરે વાસણ ધોતા હતા, ત્યારે ફરી એકવાર સાસુ-સસરા અને જેઠ-જેઠાણીએ આવીને ઘરકામ બાબતે ઝઘડો શરૂ કર્યો હતો. ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો સતત મળતા ત્રાસથી દિલમાં લાગી આવતાં હિરલબાએ બાથરૂમમાં પડેલું ફિનાઈલ પી લીધું હતું. આ સમયે તેમના પતિ ત્યાં આવી જતાં તેઓ તાત્કાલિક સારવાર માટે સ્થાનિક ક્લિનિક લઈ ગયા હતા અને હિરલબાના માતા-પિતાને જાણ કરી હતી. ત્યારબાદ પરિણીતાને વધુ સારવાર અર્થે દેત્રોજની અમૃતબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના બિછાનેથી ભાનમાં આવેલા હિરલબાએ પિયરપક્ષની હાજરીમાં પોતાના ચારેય સાસરિયા વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર હત્યા કેસના 7 આરોપી ઝડપાયા:બે દંપતી સહિતના આરોપીઓની ધરપકડ, રિમાન્ડની તજવીજ શરૂ
    Next Article
    નવસારીમાં ધોધમાર વરસાદ, શહેરના માર્ગો પાણી-પાણી:વહેલી સવારથી વાતાવરણ પલટાયું, 4 કલાકમાં 1.339 ઇંચ વરસાદ નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment