Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં ધોધમાર વરસાદ, શહેરના માર્ગો પાણી-પાણી:વહેલી સવારથી વાતાવરણ પલટાયું, 4 કલાકમાં 1.339 ઇંચ વરસાદ નોંધાયો

    2 days ago

    દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘમહેર જોવા મળી રહી છે. નવસારી શહેરમાં રવિવારે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારે 6:00 થી 10:00 વાગ્યા દરમિયાન 1.339 ઇંચ (આશરે 34 મિલીમીટર) ધોધમાર વરસાદ નોંધાયો હતો, જેના કારણે શહેરના માર્ગો પાણી-પાણી થઈ ગયા હતા. સવારના પ્રારંભિક કલાકોમાં જ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી. ત્યારબાદ ભારે પવન અને ગાજવીજ સાથે શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. નવસારીના મુખ્ય વેપારી મથકો અને રહેણાંક વિસ્તારોમાં સવારથી જ સારો એવો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ધાનેરા પોઇન્ટ, વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ, બસ ડેપો વિસ્તાર તેમજ તીઘરા જકાતનાકા સહિતના તમામ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. બળબળતા ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ પવન સાથે આવેલા વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેનાથી સ્થાનિકોને ભારે રાહત મળી છે. જો કે, વહેલી સવારે કચેરીએ કે કામે નીકળતા નોકરિયાત વર્ગ અને વાહનચાલકો પવન અને વરસાદના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા. ધોધમાર વરસાદને પગલે શહેરના નીચાણવાળા માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જેના લીધે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો:દીકરીના જન્મ અને ઘરકામ બાબતે સાસરિયાનો ત્રાસ, બહુચરાજી પોલીસમાં ફરિયાદ
    Next Article
    From corridors of power: A DGP in limbo, Congress’ double speak and AAP’s Doda dilemma

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment