Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીંઢારપુરા ગામમાં તળાવની પાળે જમ્બો કેસર આંબાવાડી ઊભી કરાશે:વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આંબાના વૃક્ષોનું પૂજન

    2 days ago

    પાટણ જિલ્લાના પીંઢારપુરા ગામમાં પ્રકૃતિ અને પર્યાવરણના જતન માટે ગ્રામજનો દ્વારા એક પ્રશંસનીય અને નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગામના નારસંગા વીર મહારાજ મંદિર સંકુલની નજીક આવેલા તળાવની પાળે મોટી સંખ્યામાં જમ્બો કેસર કેરીના આંબાના વૃક્ષો વાવીને એક આખી આંબાવાડી તૈયાર કરવાની વિશેષ પહેલ કરવામાં આવી છે. આ નવતર વૃક્ષારોપણ કાર્યક્રમ સામાન્ય પ્રક્રિયા કરતા અલગ રીતે યોજાયો હતો. મંદિરના મહારાજ અને સમસ્ત ગ્રામજનોની ઉપસ્થિતિમાં સૌપ્રથમ શાસ્ત્રોક્ત વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિભાવપૂર્વક વૃક્ષ પૂજન તેમજ અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ નિયમો અને વિધિ વિધાનપૂર્વક આંબાના છોડનું રોપણ કરીને તેના જતન અને રક્ષણ માટેનો દ્રઢ સંકલ્પ લેવાયો હતો. 84 કડવા પાટીદાર સમાજ પાટણના પ્રમુખ બી.એન. પટેલ તેમજ મંદિર ટ્રસ્ટના પ્રમુખ રોહિતભાઈ પટેલ અને તેમની ટીમની નિશ્રામાં આ આયોજન કરાયું છે. આગામી સમયમાં આ આંબાવાડીમાંથી થનારી કેરીની આવકનો ઉપયોગ મંદિરના વિકાસ માટે કરવામાં આવશે. આ પ્રયોગથી પ્રેરિત થઈને ગામના અન્ય ખેડૂતો પણ પોતાના ખેતરમાં જમ્બો કેસર કેરીના આંબા વાવવા માટે ઉત્સાહિત થયા છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:બે ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી-પાણી; ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
    Next Article
    અમરેલીમાં કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો:ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં 15 વર્ષના સિંહે દમ તોડ્યો, વનવિભાગે કહ્યું- વૃદ્ધાવસ્થાથી જીવ ગયો; 2 મહિનામાં 6 સિંહના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment