Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં કોહવાયેલી હાલતમાં સિંહનો મૃતદેહ મળ્યો:ખાંભા-તુલસીશ્યામ રેન્જમાં 15 વર્ષના સિંહે દમ તોડ્યો, વનવિભાગે કહ્યું- વૃદ્ધાવસ્થાથી જીવ ગયો; 2 મહિનામાં 6 સિંહના મોત

    2 days ago

    અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળની ખાંભા-તુલસીશ્યામ રેન્જના રબારીકા રાઉન્ડ વિસ્તારમાં પથ્થરમાળા રેવન્યુ વિસ્તારમાંથી કોહવાયેલી હાલતમાં એક સિંહનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક માલધારીએ મૃતદેહ જોતા વનવિભાગને જાણ કરી હતી, ત્યાર બાદ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વનવિભાગ દ્વારા સિંહના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવના જણાવ્યા અનુસાર, મૃત સિંહની ઉંમર આશરે 15 વર્ષ હતી અને તેનું મોત વૃદ્ધાવસ્થાના કારણે કુદરતી રીતે થયું છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા બે મહિનામાં અમરેલી જિલ્લામાં કુલ 6 સિંહના મોત નોંધાયા છે. પાણીયા રેન્જ-સાવરકુંડલા રેન્જમાં ઇનફાઇટમાં બે સિંહબાળનું મોત થોડા દિવસો પહેલા દલખાણીયા રેન્જમાંથી પણ એક સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત, ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં 8 માસના સિંહબાળનું મોત, બગસરાના હામાપુરમાં બે દિવસના સિંહબાળનું મોત, પાણીયા રેન્જમાં ઇનફાઇટમાં સિંહબાળનું મોત, સાવરકુંડલા રેન્જમાં દોલતી ગામે ઇનફાઇટમાં સિંહબાળનું મોત, અને સાવરકુંડલાના મેરીયાણા ગામે સિંહબાળનું મોત થયું હતું. અગાઉ અર્જુન મોઢવાડિયાએ સ્થળની મુલાકાત લઈ રિપોર્ટ જાહેર કરવાનો દાવો કર્યો હતો અગાઉ ધારી ગીર પૂર્વના જસાધાર અને ગીર પશ્ચિમ વિસ્તારમાં બીમારીના કારણે 12થી વધુ સિંહોના મોત થયાની ઘટનાઓ પણ સામે આવી હતી. તે સમયે વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્થળની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી અને રિપોર્ટ જાહેર કરવાનો દાવો કર્યો હતો. બે મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી જોકે, આ ઘટનાઓને બે મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં વનવિભાગ કે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર રીતે તપાસ અહેવાલ કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. જેના કારણે ફરી એકવાર વનવિભાગ અને સરકાર સામે સવાલો ઉઠી રહ્યા છે. ------- આ પણ વાંચો ગીર ગઢડાના પાણખાણમાંથી સિંહબાળનો મૃતદેહ મળ્યો 11 જુલાઈના રોજ ગીર ગઢડા તાલુકાના પાણખાણ ગામના રેવન્યુ વિસ્તારમાંથી આશરે 1થી 2 વર્ષના સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સિંહબાળના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવ્યા હોવાથી, વનવિભાગ તેનું મોત ‘ઈનફાઈટ’ના કારણે થયું હોવાનું અનુમાન લગાવી રહ્યું છે. વનવિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાણખાણ ગામના સીમ વિસ્તારમાં એક સિંહબાળ મૃત હાલતમાં પડ્યું હોવાની જાણ જસાધાર રેન્જના RFO ચૌહાણને થઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તેઓ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહનો કબજો મેળવી તપાસ હાથ ધરી હતી. સિંહબાળના શરીર પર ઈજાના નિશાન સ્પષ્ટપણે દેખાઈ આવ્યાં હતા. જેથી મોત પાછળ અન્ય કોઈ વન્યજીવ સાથેની લડાઈ જવાબદાર હોઈ શકે છે તેવું અનુમાન લગાવાયું હતું. વાંચો સંપૂર્ણ અહેવાલ… સાવરકુંડલા રેન્જમાં સિંહબાળનું મોત ત્રણ મહિના પહેલા અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું હતું. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં સિંહબાળને ફેફસાં સંબંધિત બીમારી હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગ દ્વારા સિંહબાળના બીમારીથી મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો) રહેણાક વિસ્તારમાંથી સિંહબાળનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો દોઢ મહિના પહેલાં જૂનાગઢ શહેર નજીક ડુંગર (દક્ષિણ) રેન્જના રબારી નેસ વિસ્તારમાંથી આશરે 7થી 8 મહિનાના નર સિંહબાળનો મૃતદેહ મળી આવ્યો હતો. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ત્રણ પશુચિકિત્સકની પેનલ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સિંહબાળના કપાળ અને પાછળના પગના ભાગે ગંભીર શારીરિક ઈજાઓ થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. જે તેના પર હુમલો થયો હોવાનું દર્શાવે છે. (સંપૂર્ણ સમાચાર વાંચવા માટે અહિં ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    પીંઢારપુરા ગામમાં તળાવની પાળે જમ્બો કેસર આંબાવાડી ઊભી કરાશે:વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આંબાના વૃક્ષોનું પૂજન
    Next Article
    Anthropic’s Claude Fable 5 access plans change from July 20: Here’s what’s new

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment