Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ:બે ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણી-પાણી; ઉધના ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી

    1 day ago

    સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારે 5 વાગ્યાથી જ કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. માત્ર થોડા જ સમયમાં ધોધમાર બે ઈંચથી વધુ વરસાદ ખાબકી જતાં સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું હતું. વહેલી સવારના આ મનમૂકીને વરસેલા વરસાદના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ઉધના રેલવે ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાયા, રાહદારીઓ લાચાર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વહેલી સવારે વરસેલા વરસાદના પગલે ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલું ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ગરનાળામાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો હતો. ઓફિસે કે કામધંધે જવા નીકળેલા લોકોને એક છેડેથી બીજા છેડે જવા માટે જીવના જોખમે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. દર ચોમાસામાં અમારે આ જ હાલાકી ભોગવવી પડે છે. પાલિકા તંત્ર માત્ર કાગળ પર જ પ્રી-મોન્સૂન કામગીરી કરે છે, વાસ્તવિકતામાં જનતા હેરાન થાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી અમારી માંગ છે. શહેરના કાયમી હોટસ્પોટ ગણાતા રોડ પર ભરાયા પાણી સુરત શહેરમાં વરસાદ પડતાં જ પાલિકા દ્વારા કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક ફેઈલ સાબિત થયા છે. શહેરના કેટલાક એવા લો-લાઈંગ એરિયા અને ચોક્કસ સ્પોટ છે, જ્યાં સામાન્ય વરસાદ પડે તો પણ પૂર જેવી સ્થિતિ સર્જાય છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ પાણીના નિકાલ માટે કોઈ નક્કર કે કાયમી રસ્તો કરવામાં આવતો નથી, જેના કારણે દર વખતે પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જાય છે. ઉધના-નવસારી રોડ પર સામાન્ય વરસાદમાં પણ નદી જેવા દૃશ્યો શહેરના વ્યસ્ત ગણાતા ઉધના-નવસારી રોડ પર પણ વહેલી સવારના વરસાદે પાલિકાના દાવાઓની હવા કાઢી નાખી હતી. આ મુખ્ય માર્ગ પર સામાન્ય વરસાદમાં પણ એક સાઈડ આખો રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે. આજે સવારે પડેલા વરસાદમાં પણ આ જ સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે વાહનો બંધ પડી જવાના અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, સદનસીબે હાલ વરસાદ બંધ થતાં અને ધીમે-ધીમે પાણી ઓસરવા લાગતાં તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    જમ્મુ-કાશ્મીરમાં પૂર, 4 મોત, 250 ગાડીઓ તણાઈ:ઉત્તરાખંડમાં ભૂસ્ખલન; યુપી-બિહાર સહિત 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
    Next Article
    પીંઢારપુરા ગામમાં તળાવની પાળે જમ્બો કેસર આંબાવાડી ઊભી કરાશે:વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આંબાના વૃક્ષોનું પૂજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment