Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આનંદમય ચેતનાનું અમૃત:સાચો વૈરાગ્ય

    3 days ago

    વરાગ્ય શબ્દ સાંભળતા જ મનમાં એક એવા વ્યક્તિની છબી સામે આવે છે જાણે સંસારની તમામ જવાબદારીઓનો ત્યાગ કરીને કોઈ નિર્જન સ્થાન કે હિમાલય તરફ પ્રયાણ કર્યું હોય—પ્રયાણ નહીં, પલાયન કર્યું હોય! લોકો સંસારના ત્યાગને વૈરાગ્ય કહે છે, પરંતુ વૈરાગ્ય તો એના કરતાં ખૂબ મૂલ્યવાન, પરિષ્કૃત અને અનમોલ છે. એક પ્રસન્ન ચિત્ત અને મોજીલી મસ્તીથી ભરેલી ચેતના જ વૈરાગ્ય છે. વૈરાગ્ય એટલે માત્ર સંસાર છોડવો કે ભગવાં કપડાં પહેરવાં નથી, પણ મનમાંથી અહંકાર દૂર કરીને જીવન જીવવાની એક સાચી સમજ છે. ભગવાન શંકરાચાર્યનો ‘વૈરાગ્ય પંચકમ’માં એક શ્લોક છે, જેનો અર્થ થાય છે કે વૈરાગ્ય કયું સુખ નથી આપતો? તે શાંતિ, જ્ઞાન, મુક્તિ અને આનંદ જેવાં બધાં જ સુખ આપે છે, કારણ કે તે વર્તમાનમાં જીવતા શીખવે છે. ‘ગાયત્રી પરિવાર’ના જનક પંડિત શ્રી રામ શર્મા આચાર્ય તો કહે છે, ‘મનમાં વૈરાગ્ય જાગે ત્યારે સાધના આપોઆપ તીવ્ર બને છે.’ વૈરાગ્ય એ સંસારનો ત્યાગ નહીં, પરંતુ અનુભવથી સંસારની સારહીનતા જાણવાનું નામ છે. આપણે સહુ જેમ વધુ પરિપક્વ અને અનુભવી થઈએ, તેમ આકર્ષણોથી આગળ નીકળી જતા હોઈએ છીએ. બાળપણમાં રમકડાં, આઈસ્ક્રીમ અને ચોકલેટમાં મળતો આનંદ આગળ જતાં નાનો લાગે છે. સમયની સાથે સંસારની સારહીનતા સમજાતાં નાનાં-નાનાં આનંદદાયી આકર્ષણોથી મુક્તિ મળે છે. અનુભવ અને પરિપક્વતાથી આવા આનંદ ગૌણ લાગવા માંડે છે અને તેનાથી મુક્તિ મળી જાય છે. દરેક બાળક મોટું થવા ઈચ્છે છે, તે પણ અધિક શક્તિ, સ્વતંત્રતા અને આત્મનિર્ભરતા સાથે. સ્કૂલે જનારું બાળક કોલેજ જવાના સ્વપ્નથી પ્રસન્ન થાય છે, કોલેજ જનારું એક સારી નોકરીથી, અને નોકરી કરનાર વિવાહથી; અને પછી સેવાનિવૃત્તિ સુધી એ કામનાના જ્વારામાં પીડિત થઈને પોતાની પ્રસન્નતાની ખોજમાં રહે છે. આવનારા કાલની પ્રસન્નતાની આશા તેમજ ઇન્દ્રિયસુખના ભ્રમમાં આપણે થાકી-હારી જઈએ છીએ. એક સમય એવો આવે છે જ્યારે ઇન્દ્રિયગત વિષયો, અર્થાત સ્વાદિષ્ટ ભોજનના રસથી લઈને મધુર સંગીત સાંભળવું, ફિલ્મ જોવી, સુગંધિત પદાર્થોની ગંધ જેવા આનંદમાં રુચિ ઘટે છે. હવે વિશ્રામ અને શાંતિની ખોજમાં આગળ વધવાનું મન થાય છે. એનાથી મન સંસારના વિષયોથી દૂર થઈને ઈશ્વર સાથે એકરૂપ થઈ જાય છે. ઈશ્વર પ્રત્યે આસ્થા અને સમાજ પ્રત્યે આરાધનાના વિચારો આપણને આપણા કેન્દ્રબિંદુથી પરિચિત કરાવે છે; આ જ વૈરાગ્ય છે. વૈરાગ્યના આ ભાવ ધ્યાન ને ગતિ આપે છે. ધ્યાન તમને અનંતની એકતા અને શાંતિનો અનુભવ કરાવે છે. ધ્યાન એ માત્ર આંખો બંધ કરીને બેસી રહેવું નથી, પરંતુ મનને કુવિચારોથી રોકીને શ્રેષ્ઠ વિચારો તરફ વાળવાની એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. વૈરાગ્ય સાથે કરેલું ધ્યાન આપણા સમગ્ર જીવનને પરિવર્તિત કરી શકે છે. વૈરાગ્ય તમારી અંદરની શક્તિનું નામ છે. વૈરાગ્ય એટલે સંસારમાં રહીને તમામ રાગ (આસક્તિ) અને દ્વેષ (નફરત)થી મુક્ત થવું. આ સાચો વૈરાગ્ય છે જે મનુષ્યને પરમાત્મા તરફ દોરી જાય છે. વૈરાગ્ય એ આશા અને કામનાના જ્વારાનો ત્યાગ છે. ભીતરની પ્રસન્નતાની ચાવી વૈરાગ્ય છે, જેનાથી આનંદ અને શાંતિનો ક્યારેય અંત આવતો નથી. નથી. }- કીર્તન દેસાઇ
    Click here to Read More
    Previous Article
    હિડન ટ્રુથ:ઈશ્વરનો સ્વીકાર સ્ટ્રિંગ થિયરી
    Next Article
    દેશ-વિદેશ:શું ચીન 2027 સુધીમાં તાઈવાન જીતી શકશે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment