Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:ઈશ્વરનો સ્વીકાર સ્ટ્રિંગ થિયરી

    3 days ago

    જયેશ દવે સ્ટ્રિંગ થિયરીને સ્પષ્ટ કરનાર ડૉ. મિચિયો કાકુ કહે છે કે, ‘ખરું બ્રહ્માંડ તો સબ એટોમિક સ્ટ્રિંગ્સનું સંગીત છે (પરમાણુની પણ ભીતર રહેલી સતત કંપાયમાન ઊર્જા) અને ઈશ્વર તે આ તમામ પરિમાણ અને પરમાણુમાં ગુંજતું કોસ્મિક સંગીત છે.’ તેઓ એમ પણ કહે છે, ‘આપણું આ ત્રિ-પરિમાણીય બ્રહ્માંડ એ તો 11 પરિમાણોની સમગ્ર સૃષ્ટિમાં તરતા એક નાના પરપોટા જેવું છે.’ આધુનિક ક્વોન્ટમ વિજ્ઞાનની આ ભાષા થોડી અઘરી અને અટપટી લાગે પરંતુ આપણા શાસ્ત્રોમાં આ જ વાત સરળ રીતે અને દૃષ્ટાંતો સાથે કહેવાયેલી છે. ‘કણ કણમાં ઈશ્વર છે’ અને સૃષ્ટિમાં આપણું એક બ્રહ્માંડ નહીં, આવા અનેક બ્રહ્માંડ છે આ વાત પુરાણોમાં સદીઓ પહેલાં કહેવાયેલી છે. શ્રીકૃષ્ણએ કુરુક્ષેત્રમાં અર્જુનને વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું, ત્યારે અનેક બ્રહ્માંડો અને સમગ્ર જડ - ચેતન જગત જ નહીં સમય પણ આ વિરાટ વ્યવસ્થાનો હિસ્સો છે તે જણાવ્યું હતું. ‘યોગવાસિષ્ઠ’માં પણ ક્વોન્ટમ ફિલ્ડ થિયરી અને અનેક બ્રહ્માંડોનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. ‘યોગવાસિષ્ઠ’ના ઉત્પત્તિ પ્રકરણમાં લીલા અને સરસ્વતીની કથાના સંદર્ભમાં ત્રીસમા સર્ગમાં વસિષ્ઠજી શ્રીરામને કહે છે કે, લીલાએ અપાર ચેતન આકાશસ્વરૂપ પરમાત્મામાં આ જગતની જેમ અનેક બ્રહ્માંડો જોયા. જે રીતે જાળીમાંથી ઘરમાં પ્રવેશતા કિરણોમાં અસંખ્ય રજકણો દેખાય છે તે જ રીતે આ બ્રહ્માંડો ચેતન આકાશમાં વિદ્યમાન હતા. આ બ્રહ્માંડોમાં સૃષ્ટિ પણ જોઈ, જે સ્વયંપ્રકાશ અધિષ્ઠાતાભૂત ચૈતન્ય વડે પ્રકાશિત હતી. આ જ પ્રકરણના 82-83માં સર્ગમાં વસિષ્ઠજી કહે છે, જે અણુનો પણ અણુ, ચિન્મય માત્ર અને અત્યંત સૂક્ષ્મતમ છે તે પરમાત્માથી આ સંપૂર્ણ વિશ્વ બધી બાજુથી પરિપૂર્ણ છે. અતિ સૂક્ષ્મ અણુરૂપ હોવા છતાં તે પરમાત્મા સર્વવ્યાપી, અનાદિ અને નિરાકાર છે. જેમ પ્રતિબિંબ દર્પણમાં જ પડે છે, તે જ પ્રમાણે જગતમાં જે કોઈ પણ સંપૂર્ણ રસ છે તે પરમાત્માનો જ આશ્રય લઈને સ્થિત છે. પરમાત્મા વિના સ્વતઃ તેની કોઈ સત્તા નથી. એક સ્વપ્નમાં બાલ્યાવસ્થાથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો બોધ થાય છે, તે જ પ્રમાણે તે સૂક્ષ્મ ચિન્મય પરમાત્મામાં નિમેષના અંશનું જ્ઞાન પણ હજારો કલ્પો જેવું પ્રતીત થાય છે. તેથી તે સૂક્ષ્મ પરમાત્મા નિમેષરૂપ હોવા છતાં પણ શતકોટી કલ્પોનો સમૂહ છે. આ પરમાત્મામાં સંપૂર્ણ જગત રહેલું છે અને તેનાથી જગતની સમગ્ર પ્રતીતિઓ થાય છે. હવે ફરી ડૉ. મિચિયોની વાત યાદ કરીએ તો આપણું ત્રિ-પરિમાણીય બ્રહ્માંડ તો 11 પરિણામોની સમગ્ર સૃષ્ટિમાં એક નાના પરપોટા જેવું છે અને ઈશ્વર તે સર્વત્ર ગુંજતું કોસ્મિક સંગીત છે. અહીં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આધુનિક સ્ટ્રિંગ ફિલ્ડ થિયરી અને યોગવાસિષ્ઠની વાતમાં કોઈ તફાવત નથી. સ્ટ્રિંગ થિયરી ગણિતનાં સમીકરણો સાથે અનેક બ્રહ્માંડો અને કોઈ સર્વવ્યાપ્ત સત્તાની વાતને પ્રતિપાદિત કરે છે. સ્ટ્રિંગ એટલે કે પરમાણુની ભીતર રહેલા અતિ સૂક્ષ્મ તાંતણાઓને પ્રયોગશાળામાં જોઈ કે માપી શકવા શક્ય નથી. આ જ રીતે આપણાં દર્શનશાસ્ત્ર અને ઉપનિષદ પણ કહે છે કે, એ પરમ તત્વ જોઈ કે પામી ન શકાય. બંને વાત એક જ કરે છે પરંતુ ફરક એટલો છે કે શાસ્ત્રો હજારો વર્ષ પહેલાં કહી ગયાં અને વિજ્ઞાન હવે કહે છે. મિચિયો કાકુ પણ સ્વીકારે છે કે પૂર્વનું દર્શન બ્રહ્માંડની બહુપરિમાણીય વાસ્તવિકતાને સ્વીકારવામાં પશ્ચિમના વિજ્ઞાન કરતાં ઘણું આગળ છે. વધુ એક પ્રમાણ જોઈએ તો, સ્ટ્રિંગ થિયરી કહે છે કે સમગ્ર સૃષ્ટિમાં મૂળતઃ કોઈ કણ નહીં પરંતુ ઊર્જાના કંપનશીલ તાંતણાઓ છે. આ તાંતણાઓથી જ બધું આકાર પામે છે. તાંતણાઓનું કંપન બદલાતાં પરમાણુની પેટર્ન બદલાય છે અને આખરે અણુ બદલાય છે, પદાર્થ બદલાય છે. આ જ વાત આપણા વેદમાં છે. યજુર્વેદના ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાંનું જાણીતું સૂત્ર છે,‘યત્ સર્વમ્ વ્યાપ્ત તત્ વાયુ’ સૃષ્ટિમાં જે કંઈ પણ વ્યાપ્ત છે તે બધું જ વાયુ છે. વાયુ એટલે પ્રાણ-ઊર્જા, વિજ્ઞાનની ભાષામાં કોસ્મિક એનર્જી. આથી પણ મજાની વાત એ છે કે વૈદિક સાહિત્યમાં વાયુને ‘સૂત્રાત્મા’ કહેવામાં આવે છે. સૂત્ર એટલે તાંતણો. વાયુ એ તાંતણો છે અને બધાને જોડી રાખે છે. વાયુ એટલે પ્રાણ. ક્વોન્ટમ ફિલ્ડ થિયરી મુજબ બ્રહ્માંડમાં જેને આપણે ખાલી જગ્યા સમજીએ છીએ તે અદ્રશ્ય એનર્જીનું ક્વોન્ટમ ફિલ્ડ છે. આ જ ફિલ્ડમાં કણો જન્મે છે અને નાશ પામે છે. બૃહદારણ્યક ઉપનિષદ કહે છે, ‘વાયુના વૈ ગૌતમ સૂત્રેણ અયં ચ લોકઃ પરશ્ચ લોકઃ સર્વાણિ ચ ભૂતાનિ સંદૃબ્ધાની ભવન્તિ…’ ‘હે ગૌતમ! વાયુરૂપી દોરાથી જ આ લોક, પરલોક અને તમામ જીવો એકબીજા સાથે પરોવાયેલા (જોડાયેલા) છે. જો આ વાયુરૂપી દોરો ખેંચી લેવામાં આવે, તો બ્રહ્માંડના તમામ કણો વિખરાઈ જાય.’ વાયુ એટલે પ્રાણ, જીવંત ઊર્જા. આધુનિક વિજ્ઞાન મુજબ સ્ટ્રિંગ અને ક્વોન્ટમ ફિલ્ડ. ઈશ્વર કણ કણમાં છે અને બધું જ ઈશ્વર જાણે છે (ઈશ્વરમાં છે), સદીઓથી કહેવાતી આ વાત આજે વિજ્ઞાન કહે છે.
    Click here to Read More
    Previous Article
    રણમાં ખીલ્યું ગુલાબ:રાખી શકો તો એક નિશાની છું હું, ખોઇ દો તો માત્ર એક કહાની છું હું
    Next Article
    આનંદમય ચેતનાનું અમૃત:સાચો વૈરાગ્ય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment