Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભા ટિકિટ ન મળતા ઠાકોર સમાજમાં રોષ:નવઘણજી ઠાકોરે ભાજપને 2027ની ચૂંટણીમાં પરિણામ ભોગવવાની ચીમકી આપી

    1 week ago

    ગુજરાતમાં રાજ્યસભાની આગામી ચૂંટણી માટે જાહેર કરાયેલા ચાર ઉમેદવારોના નામોમાં ઠાકોર સમાજની ઉપેક્ષા થતાં સામાજિક અગ્રણી નવઘણજી ઠાકોરે ભાજપ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો ઠાકોર સમાજને ન્યાય નહીં મળે તો 2027ની વિધાનસભા ચૂંટણી સહિત આગામી તમામ ચૂંટણીઓમાં ભાજપને પરિણામ ભોગવવા પડશે. રાજ્યમાં ઠાકોર સમાજની વસ્તી ખૂબ મોટી સંખ્યામાં : નવઘણજી નવઘણજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી મોટા સમાજોને રાજકીય રીતે ખતમ કરવાનું કાવતરું ઘડી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, લોકસભા કે રાજ્યસભા હોય, તમામ સ્તરે ઠાકોર સમાજની વસ્તી ખૂબ મોટી સંખ્યામાં છે અને ગુજરાતનો પ્રથમ મતદાર ઠાકોર સમાજ છે. 50%થી વધુ હિસ્સો ભાજપ સાથે, છતાં પર અવગણનાના આક્ષેપ તેમ છતાં, સંગઠન, સરકાર કે સરકારી તંત્રમાં દરેક જગ્યાએ આ સમાજને અન્યાય કરવામાં આવી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે આગામી સોમવારે ફોર્મ ભરવાના છે અને ભાજપ દ્વારા જાહેર કરાયેલા ચાર નામોમાં ઠાકોર સમાજના એક પણ પ્રતિનિધિની પસંદગી કરવામાં આવી નથી. તેમણે ભાજપના મોવડી મંડળને સંબોધતા કહ્યું કે ગુજરાતમાં ઠાકોર સમાજનો 50%થી વધુ હિસ્સો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. આમ છતાં, રાજ્યસભાની ટિકિટ વહેંચણીમાં ઠાકોર સમાજની સાથે-સાથે અન્ય મોટા સમાજોની પણ અવગણના કરવામાં આવી છે. આ અપમાનનો બદલો ચૂંટણીના પરિણામો દ્વારા લેવામાં આવશે : નવઘણજી નવઘણજી ઠાકોરે વધુમાં જણાવ્યું કે ભાજપની નીતિ મોટા સમાજોને ધીમે-ધીમે પતાવી દેવાની દેખાઈ રહી છે. જો ઠાકોર સમાજને યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે, તો આગામી 2027ની ચૂંટણીમાં અને તે પહેલાં આવનારી તમામ સ્થાનિક કે અન્ય ચૂંટણીઓમાં ગુજરાતનો ઠાકોર સમાજ અન્ય તમામ સમાજોને સાથે રાખીને ભાજપને આયનો બતાવશે. વારંવાર થઈ રહેલી અવગણનાને કારણે સમગ્ર સમાજમાં રોષ વ્યાપ્યો છે અને આગામી સમયમાં આ અપમાનનો બદલો ચૂંટણીના પરિણામો દ્વારા લેવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી.
    Click here to Read More
    Previous Article
    બે સાપના મિલનનો દુર્લભ નજારો કેમેરામાં કેદ, VIDEO:ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓના બંગલા પાછળ 6 ફૂટ લાંબા સાપ દેખાતા લોકોમાં ડરનો માહોલ
    Next Article
    Eye on monsoon, PWD directs all its divisions to complete drain cleaning and desilting work by June 15

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment