Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:વાઘોડિયા જતી સિટી બસ આમોદર પાસે સ્પીડ બ્રેકર પરથી પસાર થતાં સગર્ભાને પ્રસવ પીડા ઊપડી, બસમાં જ શિશુને જન્મ આપ્યો

    3 days ago

    સિટી બસ સ્ટેન્ડથી શનિવારે સવારે ઊપડેલી સિટી બસમાં આમોદર પાસે એક પરિણીતાની પ્રસૂતિ થઇ ગઇ હતી. આ ઘટના અચાનક જ બનતાં બસમાં મુસાફરી કરતી મહિલાઓ પ્રસૂતાની આસપાસ ભેગી થઇ ગઇ હતી. તેમણે ભેગાં થઇને ડિલિવરી પણ કરાવી હતી. આ ઘટનાને પગલે મુસાફરોમાં આશ્ચર્યનું મોજુ ફેલાઇ ગયું હતું. વડોદરાની કોઇ સિટી બસમાં પ્રસૂતિ થઇ હોય તેવો પહેલો કિસ્સો બન્યો છે. શનિવારે સવારે 9-50 વાગ્યાના સુમારે એસટી ડેપો પાસેના સિટી બસ સ્ટેશનથી વાઘોડિયાની બસ ઊપડી હતી. આ બસમાં ચાર વ્યક્તિઓનો શ્રમિક પરિવાર પણ હતો. જેમાં ગર્ભવતી મહિલા સહિત બે મહિલાઓ હતી. આ બસ 10-30 વાગ્યાના અરસામાં વાઘોડિયા ચોકડી વટાવીને આગળ વધી ત્યારે એક નાનો બમ્પ કૂદતાં ગર્ભવતી મહિલાના મોંમાથી જોરથી ચીસ નીકળી ગઇ હતી અને દુઃખાવો ઊપડવા માંડ્યો હતો. દરમિયાન બસ ચાલકે સમય સૂચકતા દાખવીને બસને થોભાવી દીધી હતી. દરમિયાન બસમાં હાજર અન્ય મહિલા મુસાફરોએ ચારે તરફથી સાડી, દુપટ્ટાથી સગર્ભા મહિલાની આસપાસ પડદો કર્યો હતો અને તેમણે જ ડિલિવરી કરાવી હતી. આ તબક્કે બસમાં દસેક મુસાફરો જ હતા, જેમાંથી 6 તો મહિલાઓ જ હતી. આ પ્રસૂતિ થઇ ત્યારે તેઓ ધીરજ હોસ્પિટલની સામે જ હતાં. તેથી પરિવારજનોએ કંડક્ટર મયંક ડામોરને પોતે ઊતરીને ચાલ્યા જશે તેવું કહીને બસમાંથી ચારેય પેસેન્જર ઊતરી ગયા હતા. મહિલા મુસાફરોએ સગર્ભાને છેલ્લી સીટ પર લઈ જઈ ડિલિવરી કરાવી અમે એસટી ડેપોથી બસ ઉપાડી ત્યારે બસ ભરાયેલી હતી. જોકે વાઘોડિયા ચોકડી અને આમોદર બાદ તેમાં માંડ 10 પેસેન્જર જ હતા. આમોદર વટાવીને બસ જેવી આગળ વધી કે એ મહિલાને પ્રસૂતિનો દુઃખાવો ઊપડ્યો હતો. મેં તુરંત જ કોલ કરીને મેનેજર નરેન્દ્રસિંહ રાણાને જાણ કરી હતી. તેમણે હોસ્પિટલ લઇ જવા માટે સૂચના આપી હતી. જોકે મહિલાનો દુઃખાવો વધતો જતો હતો. તેથી મેં બસ થોભાવી દીધી. જ્યારે હાજર મહિલાઓએ સગર્ભાને બસની છેલ્લી સીટ પર લઇ જઇને તેના પર સૂવડાવી દીધી હતી. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં જ મહિલાની પ્રસૂતિ થઇ ગઇ. જોકે બાબો જન્મ્યો કે બેબી તેની અમને જાણ થઇ ન હતી. > દિનેશ પટેલ, બસ ડ્રાઇવર
    Click here to Read More
    Previous Article
    રોડ સેફ્ટી:2 લાખ વાહન ચાલકોની સુરક્ષા માટે વુડા સર્કલનો સિંહ 8 મીટર ખસેડાશે
    Next Article
    વાહનનો શોરૂમ અને સ્વિમિંગ પુલ સાથેનો રિસોર્ટ તોડાયો:યવતેશ્વર ટ્રસ્ટની 2400 કરોડની જમીન પર બૂલડોઝર,રિસોર્ટ સહિતની ઇમારતો તોડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment