Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમિતિએ સૂચિત સ્થળોનું કર્યું રૂબરૂ નિરીક્ષણ:હાઈકોર્ટની બાંધકામ સમિતિ દ્વારા જગાણાના બદલે પાલનપુરમાં જ કોર્ટ બનવાના સંકેત

    3 days ago

    પાલનપુરની નવી કોર્ટને જગાણા ખાતે ખસેડવાના મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે હાઈકોર્ટની બાંધકામ સમિતિએ પાલનપુરની રૂબરૂ મુલાકાત લઈ સૂચિત સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું. સમિતિએ જગાણા અને પાલનપુર બંને સ્થળોની સ્થિતિનો અભ્યાસ કરી વકીલોના અભિપ્રાય પણ સાંભળ્યા હતા. સ્થળ મુલાકાત બાદ વકીલોમાં નવી કોર્ટ પાલનપુરમાં જ બનશે તેવી આશા વધુ મજબૂત બની છે, જોકે અંતિમ નિર્ણય હાઈકોર્ટના સત્તાવાર અહેવાલ બાદ થશે. પાલનપુરની નવી અદાલતને શહેરથી દૂર જગાણા ખાતે ખસેડવાના નિર્ણય સામે સ્થાનિક વકીલ મંડળ છેલ્લા ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યું છે. વકીલોનું કહેવું છે કે કોર્ટ શહેરની બહાર ખસેડાશે તો સામાન્ય નાગરિકો, અસીલો તેમજ વકીલોને રોજિંદી અવરજવર માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આ મુદ્દે અનેક રજૂઆતો ઉપરાંત શાંતિપૂર્ણ ધરણાં અને વિરોધ કાર્યક્રમો પણ યોજાયા હતા. આ દરમિયાન હાઈકોર્ટની બાંધકામ સમિતિના જજ સાહેબો અને અધિકારીઓએ પાલનપુરની મુલાકાત લઈ જગાણામાં સૂચિત જમીન તેમજ પાલનપુરના વર્તમાન કોર્ટ કેમ્પસનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સમિતિએ બંને સ્થળોની સુવિધા, પહોંચ, ભૌગોલિક સ્થિતિ અને ભવિષ્યના વિકાસની સંભાવનાઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. વકીલ મંડળે પણ પોતાના અભિપ્રાય રજૂ કરી જણાવ્યું હતું કે પાલનપુરમાં પૂરતી જગ્યા ઉપલબ્ધ છે અને અહીં નવી આધુનિક કોર્ટનું નિર્માણ શક્ય છે. વકીલોના જણાવ્યા મુજબ, સ્થળ મુલાકાત દરમિયાન સમિતિએ સામાન્ય નાગરિકોની સુવિધાને મહત્વ આપતા અનેક મુદ્દાઓ નોંધ્યા હતા. પાલનપુરમાં કલેક્ટર કચેરી સહિતના સરકારી પ્રોજેક્ટ, માર્ગ વ્યવસ્થા અને ભવિષ્યના શહેરી વિકાસ અંગે પણ સમિતિને માહિતગાર કરી હતી. વકીલોના મતે સમિતિનો પ્રતિસાદ હકારાત્મક રહ્યો હોવાથી હવે નવી કોર્ટ પાલનપુરમાં જ નિર્માણ પામશે તેવી આશા વધુ પ્રબળ બની છે. જોકે, હાઈકોર્ટ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિર્ણય જાહેર થયો નથી. અંતિમ નિર્ણય સમિતિના અહેવાલ અને હાઈકોર્ટના આદેશ બાદ જ સ્પષ્ટ થશે. તેમ છતાં લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન બાદ મળેલા સકારાત્મક સંકેતોને કારણે પાલનપુર વકીલ મંડળમાં ખુશી અને આત્મવિશ્વાસનો માહોલ જોવા મળી રહ્યો છે. બંધ બારણે થયેલી ચર્ચા અને જગાણા ડ્રોપ થવાના પાકા સંકેતો પાલનપુર કોર્ટ વિવાદમાં હાઇકોર્ટની બાંધકામ સમિતિ (કન્સ્ટ્રક્શન કમિટી)ની એન્ટ્રીથી મામલો નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. સામાન્ય રીતે આ સમિતિ પડદા પાછળ રહીને જમીનની યોગ્યતા, કાયદાકીય પાસાં અને અસીલોની સગવડનું ટેકનિકલ મૂલ્યાંકન કરે છે. મુલાકાત દરમિયાન જજ સાહેબોએ વકીલોની રજૂઆતો અને પાલનપુરના વિકાસ પ્રોજેક્ટ્સને ખૂબ જ હકારાત્મક રીતે નોંધ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કમિટીને પણ જગાણાની જગ્યા સામાન્ય જનતા માટે અગવડભરી લાગી છે. આ સમિતિ સ્થાનિક વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ સાથે સંકલન સાધી પોતાનો ગુપ્ત અહેવાલ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરશે, જેના આધારે જગાણાનો નિર્ણય બદલાઈને પાલનપુરમાં જ અદાલત મંજૂર થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    નદીમાં સ્ટીલનું ફાઉન્ડેશન તૈયાર:પાલનપુરમાં ઉમરદશી નદી પર લંબગોળ પિલ્લર ઊભા કરી ફોરલેન બ્રિજ બનાવાશે
    Next Article
    સોસાયટીના રહીશોની મનપા કમિશનર, એસપીને રજૂઆત કરાઈ‎:વઢવાણની વીરમેઘમાયા સોસા.માં મોબાઇલ ટાવર ઊભો કરાતા વિરોધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment