Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોસાયટીના રહીશોની મનપા કમિશનર, એસપીને રજૂઆત કરાઈ‎:વઢવાણની વીરમેઘમાયા સોસા.માં મોબાઇલ ટાવર ઊભો કરાતા વિરોધ

    3 days ago

    વઢવાણના ગણપતિ ફાટસર નજીક આવેલી વીરમેઘમાયા સોસાયટીના સર્વે નંબર 1534માં આ કામગીરી ચાલી રહી છે. અહીં સ્થાનિક રહીશો સોલંકી ગૌરીબેન દેવેન્દ્રભાઈ તથા પ્રેમીલાબેન બાબુભાઈ પંડ્યાના મકાનની પાછળના ભાગે આવેલા પ્લોટમાં માત્ર 7 ફૂટ જેટલા નજીકના અંતરે જ નવું મોબાઈલ ટાવર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ પ્લોટ 60 ફૂટ રોડ અમરદીપ સોસાયટીના રહીશનો હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર સમસ્યા અંગે સોસાયટીના રહેવાસીઓએ એક થઈને મોરચો માંડ્યો છે. આવેદનપત્ર સાથે સોસાયટીના તેમજ અન્ય મહિલાઓ અને પુરુષો સહિત કુલ 46થી વધુ રહીશોએ સહીઓ કરીને વિરોધ નોંધાવ્યો છે. આ બાબતની નકલ સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના કમિશનર, વઢવાણ મામલતદાર અને સુરેન્દ્રનગર એસપીને પણ તાત્કાલિક યોગ્ય પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગૌરીબેન, પ્રેમીલાબેન, ભાવનાબેન મકવાણા, અતુલભાઈ મકવાણા, શીતલબેન, મીનાબેન, હર્ષદભાઈ પાટડીયાએ જણાવ્યું કે રેડિયેશનને કારણે લોકોમાં બીમારીઓનો વ્યાપક ભય રહેલો છે.
    Click here to Read More
    Previous Article
    સમિતિએ સૂચિત સ્થળોનું કર્યું રૂબરૂ નિરીક્ષણ:હાઈકોર્ટની બાંધકામ સમિતિ દ્વારા જગાણાના બદલે પાલનપુરમાં જ કોર્ટ બનવાના સંકેત
    Next Article
    એસઆઇટીના તપાસમાં મોટો ખુલાસો:2016થી 2025 સુધીમાં સત્તાનો દુરુપયોગ કરી મિલકતો વસાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment